બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2016 પર 17:35  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાં કમાવવા જેટલું મુશ્કેલ કામ છે એટલું જ અથવા એથી પણ વધારે મુશ્કેલ છે મહેનતથી કમાયેલા તે નાણાંને બચાવી એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. અને કંઇક એવી જ નાની મોટી આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતું હોય છે.

આજે આપણે ફરી એકવાર તમારી સમસ્યાઓનું નિવારણ લાવવા જોડાઈ ગયા છીએ, તમારી સમસ્યાનું ઝીણવટ પુર્વક અવલોકન કરી ઉત્તર આપવા આપણી સાથે જોડાયા છે, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટક કાર્તિક ઝવેરી.

સવાલઃ હેલ્થઈન્સ્યોરન્સ લેવાય કે મેડિક્લેમ લેવાય? મારે મારા માતા-પિતા માટે હેલ્થઈન્શ્યોરન્સ લેવો છે.

જવાબઃ આનંદભાઈને સલાહ માતા-પિતાનો હેલ્થ ઈન્શ્યોરન્સ પહેલા લેવો. મેડિક્લેમ યોગ્ય ઉંમરે જ લઈ લેવો જોઈએ.

સવાલઃ સિદ્ધાર્થ પ્રજાપતિનો ઈમેઈલ આવ્યો છે, તેમનો સવાલ છે, મારી ઉંમર 23 વર્ષની છે, હું એચસીએલ ટેકનોલોજીમાં કામ કરૂ છું, મારે રોકાણ અંગે સલાહ જોઈએ છે. 1. મિડકેપ અને લાર્જકેપ એટલે શું? તે બન્નેમાંથી ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? 2. રોકાણ માટે કોઈ સેક્ટરમાં રોકાણ સારૂ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય? કારણકે હું એવરેજ કે તેનાથી થોડું વધારે રીસ્ક લઈ શકવા સક્ષમ છું.

જવાબઃ સિદ્ધાર્થભાઈને સલાહ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. જ્યાં સુધી માર્કેટની પુરતી માહિતી ન હોય ત્યાં સુધી રોકાણ ન કરવું. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન મોડુ પણ સારૂ મળે છે.

સવાલઃ ત્યારબાદ જય ભોજાણીએ અમદાવાદ ઈમેઈલ દ્વારા સવાલ મોકલ્યો છે, તેમનો સવાલ છે, મારે માસિક રૂપિયા 2000નું રોકાણ શરૂ કરવું છે, તો ક્યાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય? મારે ધ્યેય 10 વર્ષ સુધી રોકવાનો છે. શું ઈન્ડિયા ફર્સ્ટમાં રોકાણ હિતાવહ છે?

જવાબઃ જયભાઈને સલાહ એસઆઈપીમાં દર મહિને રોકાણ થતું હોય છે. 10 થી 15 વર્ષની સ્કીમમાં રોકાણ કરવું.

સવાલઃ દેવતેજભાઈનો ઈમેઈલ આવ્યો છે, તેમનો સવાલ છે, ઈન્શ્યોરન્સ લેવા માટે કંઈ કંપની સારી છે, પ્રાઈવેટ કંપની માંથી લેવું જોઈએ કે સરકારીમાંથી, મારે મારા માટે, મારા પત્ની માટે તેમજ 8 મહિનાના દિકરા માટે ઈન્શ્યોરન્સ લેવું છે. કંઈ કંપનીનો ક્લેમ રેશિયો સારો છે?

જવાબઃ દેવેતભાઈને સલાહ એસેટ એલોકેશન એટલે નાણાંનું વિતરણ અલગ - અલગ શ્રેણીમાં. એસેટ એલોકેશન એ દેશ અને માર્કેટની પરિસ્થીતી જોતા એક તારણ બંધાય છે.

સવાલઃ ત્યારબાદ નયન પટેલ લખે છે આપણને, મારે માસિક રૂપિયા 10,000નું રોકાણ કરવું છે, તો ક્યાં ઓપ્શનમાં રોકાણ કરી શકાય? સોનામાં, ઈક્વિટીમાં કે અન્ય કોઈ સ્થાને.

જવાબઃ નયનભાઈને સલાહ જો સંપત્તી એકઠી કરવી હોય તો ઈક્વિટીમાં રોકાણ કરવું. જો આ રોકાણ અવિરત ચાલુ રાખો તો સારી રકમ મળી શકવા બને છે.