ટેક્સ પ્લાનિંગઃ ટેક્સ સરળીકરણ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 23, 2016 પર 14:50  |  સ્ત્રોત : Moneycontrol.com

જસ્ટીસ આર.વી. ઇશ્વર કમીટીનો રિપોર્ટ
જ્યારે શૅરને કેપિટલ એસેટ તરીકે દર્શાવાયા હોય અને તેને એક વર્શે કે ઓછા સમય માટે ધારણ કરવામાં આવ્યા હોય ત્યાર આકારણી અધિકારી શૅરના વેચાણથી થતા સરપલ્સને બિઝનેસની આવક ગણી શકશે નહિ. વાર્ષિક સરપ્લસ રૂપિયા 5 લાખ કે તેથી ઓછો હોય તોજ આ જોગવાઇ લાગુ પડશે. જો વાર્ષિક સરપ્લસ રૂપિયા 5 લાખથી વધુ હોયતો લોંગ ટર્મ કેપિટલ પર લાગુ થતો ટેક્સ ભરવાનો થશે.

કલમ 14(A)માં સંશોધન કલમ
50 (c)માં એ મુજબના સુધાર કરવાની ભલામણ છે જેથી તે કલમ 43 (c) સાથે મેળ ખાય. આ સુધારો પ્રોપર્ટીનું સેલ ડીડના રજીસ્ટ્રેશન પહેલા થતા પ્રોપર્ટીની સેલ એગ્રીમેન્ટમાં કિંમત નક્કી કરવાનાં સંદર્ભમાં છે. કલમ 56(2)(viib)(ii) માં સુધારાની ભલામણ પ્રોપર્ટીની ખરીદી વખતે પ્રોપર્ટીની વેચાણ કિંમત અને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુનાં ફરક પર લાગતા ટેક્સને નિવારવા અંગે છે. માત્ર ઓડિટ ઓબ્જેકશનનાં કારણે કલમ 147 અને 263 મુજબનાં અસેસમેન્ટ ફરીથી નહિ થઇ શકે.


કલમ 255(3)નાં સંશોધનમાં એસએમઈ ના કેસમાં હાલની મોનેટરી લિમિટ રૂપિયા 15 લાખથી વધારી 1 કરોડ કરવાની ભલામણ છે. કલમ 254(2) મુજબ ટ્રિબ્યુનલના આદેશમાં સુધારા કરવાની સમય મર્યાદા હાલ 4 વર્ષની છે તે ઘટાડી 120 દિવસ કરવાની ભલામણ છે.

વ્યક્તિગત અને એચયુએફ માટે ટીડીએસનો દર 5% કરવામાં આવે. રિફંડમા ફસાયેલી રકમ ઘટશે. 80% પ્રભાવિત લોકોની આવકવેરાની ભરપાઈ 5%થી ઓછી. રિફંડથી ઝંઝટમાંથી મુક્તિ મળશે. એક વર્ષથી ઓછા સમય માટે શૅરમાં થયેલા રોકાણ પરના રૂપિયા 5 લાખથી ઓછા નફાને બિઝનેસની આવક ગણી શકાશે નહિ. ઘણી લિસ્ટેડ કંપનીની કર દેણદારી ઘટશે, કોર્ટમાં કેસ ઓછા થશે. બોન્ડ પર વ્યાજથી થતી આવક પર ટીડીએસ રૂપિયા 15 હજારથી ઉપર જ કપાવો જોઇએ. હાલ બોન્ડ પર વ્યાજથી થતી આવક પર ટીડીએસની મર્યાદા રૂપિયા 2500 છે.


બેન્ક ડિપોઝિટ પર વ્યાજથી રૂપિયા 15,000 થી વધુની આવક પર જ ટીડીએસ કપાવો જોઇએ. હાલ બેન્ક ડિપોઝિટના વ્યાજની આવકમાં ટીડીએસ માટેની મર્યાદા રૂપિયા 10 હજાર છે. કોન્ટ્રાકટરને ચુકવણી, ભાડાની ચુકવણી વગેરે પર પણ ટીડીએસ કપવાની મર્યાદા વધારવાની ભલામણ. વાર્ષિક રૂપિયા 1 કરોડની પ્રોફેશનલ આવકના 33% ભાગ પર જ ટેક્સ લગાવવામાં આવે. ખર્ચના હિસાબ રાખવા અને આવકવેરા વિભાગની મંજૂરી લેવામાંથી રાહત. 90% જેટલા પ્રોફેશનલને લાભ થશે. ઇનકમ ટેક્સ ઍક્ટમાં 27 સુધારાની ભલામણ. 8 બદલાવ નોટિફિકેશન મારફત થઇ શકે.


સીધા કરવેરાને સ્પર્શતા મુદ્દા પરની દરખાસ્તો કમિટી દ્વારા કરવામાં આવી છે. પહેલો રિપોર્ટ 31મી જાન્યુઆરી પહેલાં નાણાં મંત્રીને સોંપવામાં આવશે. કારોબાર કરવામાં સરળતા મળી રહે એ માટેના ફેરફારોનું સૂચન કરીશું. 1961ના કરવેરા નિયમોમાં યોગ્ય ફેરફારોની દરખાસ્ત કરવામાં આવશે. સરકારની આવક વધે એ ફોકસ સાથે ઇશ્વર કમિટીની રચના થઈ. આવકવેરાના કાયદાને લીધે ઊભી થતી અપીલને અસરકારક રીતે. ઉકેલવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. કેપિટલ ગેન ટેક્સ અંગે આકારણી અધિકારીના મતભેદ ઉકેલવાના સૂચન આપ્યા.


લાંબાગાળાના મૂડી નફાને ધંધાકીય આવક ગણવામાં ન આવે એની જોગવાઈ. દંડકીય જોગવાઈના સંદર્ભમાં અનેક કિસ્સામાં યોગ્ય સ્પષ્ટીકરણ લાવવાનો પ્રયાસ. ઑડિટ ખાતા દ્વારા ઘણા કિસ્સામાં પૂન:આકારણીના કિસ્સા ઊભા કરાય છે. પૂન:આકારણીમાં સરકાર-કરદાતાના સમય-પૈસાનો વ્યય ઓછો કરવાનો પ્રયાસ. ટીડીએસ માટેની મર્યાદા અને કપાતના દરમાં ઘણા વર્ષથી ફેરફાર નથી થયા. વરિષ્ઠ નાગરિકો માટે રિફંડ લેવાની જટિલ પ્રક્રિયાને ટૂંકી કરવાની ભલામણ આપી. ભાગીદારી પેઢીઓ માટે પણ સરળતા સૂચવી છે.