બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ માર્કેટ તુટે ત્યારે શું કરવું

ના રોજ પ્રકાશિત Wed, 27, 2016 પર 17:06  |  સ્ત્રોત : Moneycontrol.com

સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય HEALTHY. અને તમે રહો હંમેશા WEALTHY. અને તેની સાથેજ તમારી કમાણીની complete financial planning માટે તમને આપીશું તમામ વિકલ્પો. માત્ર આ જ show માં જેનું નામ છે money manager.

મની મેનેજરમાં આજે માર્કેટની સ્થિતીની રોકાણકાર પર અસર. માર્કેટ તુટે ત્યારે શું કરવું. રોકાણ કઇ રીતે કરવું. નવા વર્ષથી શરૂઆતમાં જ માર્કેટની સ્થિતી નબળી પડતી જણાઇ રહી છે દિવસે દિવસે જુદા જુદા દેશોનો અર્થતંત્રની સામે નવા નવા પડકાર ઉભા થઇ રહ્યાં છે. આપણુ ઇક્વિટી માર્કેટ પણ લગભગ 20% જેટલુ તુટ્યુ છે.આ સ્થિતીમાં રોકાણકારો ઘણી મુંઝવણમાં મુકાઇ ગયા છે ત્યારે આવા સમયે શુ કરી શકાય તે અંગે ચર્ચા કરવા આજે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સ ના સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર,કલ્પેશ આશર.

દરેક અર્થતંત્ર કે બિઝનેસમાં ટાઇમ સાઇકલ પ્રમાણે ફેરફાર આવતા હોય છે. હાલ માર્કેટ લગભગ 18 મહિના જેટલુ પાછળ પડી ગયુ છે. રોકાણ કાર ત્રણ પ્રકારનાં હોય છે. નવા રોકાણકાર, ટુંકા સમયના રોકાણકાર અને જુના રોકાણકાર. નવા રોકાણકારનાં ફંડ હાલમાં બ્રેક ઇવન લેવલ પર અથવા નેગેટિવ હશે.

હાલનાં સમયમાં નવા રોકાણકાર ચિંતા અને ભય અનુભવી રહ્યાં છે. મોડરેટ સમયનાં રોકાણકાર કદાચ થોડો નફો બુક કરી બહાર આવી શકે. અનુભવી અને લાંબા સમયથી રોકાણ કરનાર આ સ્થિતીમાં ગભરાશે નહિ. અનુભવી રોકાણકાર હાલની સ્થિતીમાંથી રોકાણની તક મેળવી શકે.

માર્કેટમાં રોકાણનો સમય નહિ પરંતુ રોકાણનો સમયગાળો મહત્વનો છે. લાંબાગાળાના રોકાણ સારો લાભ અપાવી શકે છે. સમય એ ઇક્વિટી માર્કેટનો ખાસ મિત્ર છે. ઇક્વિટીમાં રોકાણ સમજી વિચારી રિસર્ચ કરીને કરવુ જોઇએ.
લાંબાગાળાના રોકાણને પાછા ખેચવાની જરૂર નથી. નાણાંકિય આયોજન આવા સમયે ખાસ જરૂરી છે. એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. લાંબાગાળાના ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકાય. રોકાણ આયોજન બદ્ધ રીતે કરવુ જોઇએ.