ટેક્સ પ્લાનિંગઃ હોમલોન માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 30, 2016 પર 12:42  |  સ્ત્રોત : Moneycontrol.com

અત્યાર સુધી આપણે કરવેરા આયોજન કઈ રીતે કરવું એની ચર્ચા કરી ચૂક્યા છે. દર્શકોના પ્રશ્નોના જવાબ પણ આપી ચૂક્યા છે. આજે આપણે હાઉસિંગ લોન માટે કયાં મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ અને કઈ ખઈ જોગવાઈઓ છે એના પર વાતચીત કરવા જોડાયા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ.

બેન્ક, નાણાંકીય સંસ્થા કે માલિક તરફથી મળતી હાઉસિંગ લોનના વ્યાજ ઉપર કરમુક્તિ મળે છે. તમારા કોઇ કુટુંબના સભ્ય અથવા તો સગા વહાલા કે મિત્ર પાસેથી લોન લીધી હોય તો તેના ઉપર પણ વ્યાજ મજરે મળી શકે છે. આવકવેરા કાયદાની કલમ 24બી હેઠળ પ્રવર્તમાન જોગવાઇ અનુસાર રૂપિયા 2 લાખ સુધીનું ચૂકવવાપાત્ર વ્યાજ મજરે મળે છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે પરિવારના કોઇ સભ્ય કે અન્ય પરિચિત પાસેથી હાઉસિંગ લોન લીધી હોય તો તેના ઉપર ચૂકવવા પાત્ર વ્યાજ મજરે મળી શકે છે. જો કે આ વ્યાજ પાછળથી ચૂકવવામાં આવે તો ખરેખર ચૂકવેલ નહીં પરંતુ ચૂકવવા પાત્ર વ્યાજ હોવા છતાં પણ મજરે મળી શકે છે.

આવકવેરા કાયદાની કલમ 10(13)એ હેઠળ તમારા પગારના 10 ટકાથી વધારે જે ભાડાની રકમ ચૂકવી હોય તો તે એચઆરએ તરીકે બાદ મળી શકે છે.. જો આપ મેટ્રો શહેરમાં છો તો 50 ટકા અને અન્ય શહેરોમાં 40 ટકા કુલ પગારના એચઆરએ અને ચૂકવેલ ભાડા બેમાંથી જે ઓછું હશે તે બાદ મળશે

કલમ 80સી હેઠળ હાઉસિંગ લોનના રિપેમેન્ટમાં જે કપાત મળે છે તેમાં અમુક પ્રકારની ચૂકવણી જ કલમ 80સી હેઠળ મજરે મળી શકે છે. જેમાં કોઇપણ કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી, યુનિવર્સિટી, કોઓપરેટીવ સોસાયટી ઉપરાંત માન્ય નાણાંકીય સંસ્થાને કરવામાં આવતાં રિપેમેન્ટ ઉપર કલમ 80સી હેઠળ મજરે મળી શકે છે.

તમારી એક લોન બાંધકામ કે ખરીદી માટે લીધી છે પરંતુ ત્યારબાદ કોઇ બેન્ક કે સગા સંબંધી તરફથી સસ્તા દરે લોન મળી શકે છે. આવા કિસ્સામાં બીજી લોન પણ હાઉસિંગ લોન ગણાશે. વર્ષ 1969માં સીબીડીટીના સર્ક્યુલર હેઠળ સ્પષ્ટતાં કરવામાં આવી છે. એક હાઉસિંગ લોન લીધેલી હોય તેને ચૂકવવા બીજી લોન લે છે તો તેને પણ હાઉસિંગ લોન તરીકે પણ ગણવામાં આવશે.

હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી પર વર્ષ 1999માં રૂપિયા 1.5 લાખ સુધીની મર્યાદા હતી જે વર્ષ 2014માં રૂપિયા 50 હજાર વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે. સમારકામ કે વિસ્તરણ માટેની રૂપિયા 30 હજારની મર્યાદામાં કરમુક્તિનો લાભ મળી શકે છે. પરંતુ આ લાભ એવા કિસ્સામાં મળશે કે જેમાં તમે હાઉસિંગ લોન પૂર્ણ થઇ હોય કારણ કે આ કરમુક્તિનો લાભ મકાન તમારી માલિકીની સંપૂર્ણ થાય પછી મળી શકે છે.

ધારો કે તમારે રૂપિયા 40 કે 50 લાખની હાઉસિંગ લોન લેવાની જરૂર છે. તો આવા કિસ્સામાં તમને મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની વ્યાજ ઉપર કરમુક્તિ મળી શકશે. રૂપિયા 40-50 લાખની હાઉસિંગ લોન ઉપર તમારે વાર્ર્ષિક વ્યાજ રૂપિયા 2 લાખથી વધુ જ ચૂકવવાનું રહેતું હોય છે. પરંતુ જો પતિ-પત્ની બંને જો સંયુક્ત રીતે લોન લે તો બંનેને રૂપિયા 2 લાખ સુધીની કપાતનો લાભ મળી શકે.

ઘણાં કરદાતાઓ એવું માને છે કે ફ્લેટ બુક કરાવીને હાઉસિંગ લોન લઇને હપ્તા ભરવાનું પણ ચાલુ કર્યું, બિલ્ડરે બાંધકામ કરવાનું શરૂ કર્યું છે. આવકવેરા કાયદા હેઠળ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઉપર વ્યાજની કપાત મજરે મળે છે.  પરિણામે ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી મકાન ઉપર પ્રત્યક્ષ કબજો મળે ત્યારબાદ જ હાઉસિંગ લોનનું વ્યાજ મજરે મળી શકે છે. જો કે એક જોગવાઇ એવી છે કે બાંધકામથી પઝેશન સુધીના સમયમાં જે વ્યાજ ચૂકવો છે તે પાંચ વર્ષમાં સરખા હપ્તે કપાત માટે ક્લેઇમ કરી શકો છે.

1983માં સીબીડીટીના સર્કયુલર નંબર 363 મુજબ એવી સ્પષ્ટતાં કરવામાં આવી કે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ અંતર્ગત ખાસ કેસ ગણીને ચૂકવવા પાત્ર થતાં વ્યાજ ઉપર કરમુક્તિનો લાભ મળી શકે છે. કારણ કે સરકારી કર્મચારીઓના કિસ્સામાં વ્યાજ પાછળથી ચૂકવવામાં આવે છે તેથી પાછળથી ચૂકવવાતાં વ્યાજની ગણતરી કરીને હાઉસિંગ લોન સમયેજ તેના ઉપર કરમુક્તિનો લાભ લઇ શકો છો.