માઈનર દ્વારા કમાયેલી આવક પર ભારતમાં કંઈ રીતે કર વસુલવામાં આવે છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:29  |  સ્ત્રોત : Moneycontrol.com

સગીર વયના વ્યકિતઓ એટલે કે માઈનરના સંદર્ભમાં કર વસુલાતની વાત કરીએ તો માઈનર દ્વારા કમાયેલી રૂ.1,500 સુધીની આવક પર છૂટ આપવામાં આવે છે.  જો માઈનર રૂ.1,500થી પણ વધુની આવક કમાતાં હોય તો તેમની આવકને તેમના મા-બાપ સાથે સંયુક્તપણે જોડવામાં આવશે. પણ આમાં એક નોંધવા જેવી વસ્તુએ છે કે જો માઈનર મજૂરી અથવા તેમની કોઈ આવડત અથવા જ્ઞાનથી કમાતાં હોય તો તેને કરપાત્ર ગણવામાં આવશે. આમ બધા બાળ કલાકારોની આવક મા-પિતા સાથે જોડવામાં આવતી નથી પણ તેને માઈનર તરફથી કરપાત્ર ગણવામાં આવે છે.