ટેક્સ પ્લાનિંગ: ભાડાની આવક માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2016 પર 18:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદા હેઠળ મિલક્ત પરની આવક ગણવામાં આવે છે. આવકવેરા કાયદા હેઠળ સેલ્ફ ઓક્યુપાય પ્રોપર્ટી અર્થાત સ્વરહેઠાણ માટેની મિલક્તનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે. સ્વરહેઠાણ સિવાયની મિલક્ત ઉપર વાર્ષિક મૂલ્ય ગણવામાં આવે છે. આવકવેરા કાયદા અનુસાર સ્વરહેઠાંણ સિવાયની મિલક્ત ઉપર વાર્ષિક ભાડાની આવક જ તેનું વાર્ષિક મૂલ્ય નથી. કારણ કે વાર્ષિક મૂલ્ય આપની મિલક્તનું મળતું ભાડું નહીં અથવા મળવાપાત્ર ભાડું જે વધારે હોય તે  ગણવામાં આવે છે.


ધારોકે આપની મિલક્તનું ભાડું રૂપિયા 50 હજાર આવી શકે તેમ હોય તેમ છતાં આપે આ મિલક્ત રૂપિયા 25 હજારમાં જ ભાડે આપી હોય તો આપની એ મિલક્તનું ભાડું રૂપિયા 50 હજાર જ ગણવામાં આવશે. જો કે કેટલાંક કિસ્સામાં જૂની ભાડે આપેલી મિલક્ત હોય અને તેમાં સ્ટાન્ડર્ડ રેન્ટ જ આપવામાં આવતું હોય છે. તેમાં ભાડું વધારવાનો ઓપ્શન પણ હોતો નથી તેવા કિસ્સામાં વાર્ષિક મૂલ્યની ગણતરી અલગ રીતે થાય છે.


સુપ્રીમ કોર્ટે શીલા કૌશિકના કેસમાં એમ કહ્યું કે સ્ટાન્ડર્ડ રેન્ટની જોગવાઇ અમલમાં હોય તો આવા કિસ્સામાં સ્ટાન્ડર્ડ રેન્ટને જ વાર્ષિક મૂલ્ય તરીકે ગણવાનું રહેશે. મકાન ખાલી રહ્યું હોય તો તેના ઉપર કોઇ આવક ગણવામાં આવશે નહીં. નિયત શરતોને આધીન જો કોઇ મિલક્તનું ભાડું વસુલ ન થયું હોય તો તેના ઉપર કરપાત્રતા રહેશે નહીં પરંતુ કાયદા અનુસાર જ્યારે પણ આ આવી મિલક્તનું ભાડું મળે ત્યારે તેના ઉપર આવકવેરો ભરવાનો રહેશે.

સ્થાનિક વેરો ભરવાની જવાબદારી મોટાંભાગે ભાડુઆતને આપી દેવામાં આવે છે પરંતુ મકાન માલિક જો સ્થાનિક વેરો ભરે તો વાર્ષિક મૂલ્યની ગણતરીમાં એ રકમ બાદ મેળવી શકાય છે. મળેલ કે મળવાપાત્ર ભાડાના સંદર્ભમાં 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળી શકે છે.


જેમાં પ્રોપર્ટીને મેઇન્ટેન્સ કરવા માટે વાસ્તવિક ખર્ચ કર્યો હોય કે ન કર્યો હોય તેમ છતાં ભાડાની આવકમાંથી સ્થાનિક વેરાની રકમ બાદ કર્યા બાદ બાકી રહેતી રકમ ઉપર 30 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળી શકે છે. આ ઉપરાંત અંગત રહેઠાંણ સિવાયની મિલક્તના કેસમાં હાઉસિંગ લોનના વ્યાજ સંબંધી કપાત કોઇપણ નાણાંકીય મર્યાદા વગર બાદ મેળવી શકાય છે.

6 મહિનાનું ભાડું સિક્યોરિટી ડિપોઝીટ તરીકે મકાન માલિકે લીધી છે તે ડિપોઝીટ ઉપર તેમને કોઇ વ્યાજ ચૂકવવાનું હોતુ નથી. પરંતુ જો આકારણી અધિકારી આ 6 મહિનાના ભાડા ઉપર કાલ્પનિક 8 ટકા લેખે વ્યાજ ગણીને ભાડાની આવકમાં ઉમેરવાનો પ્રસ્તાવ કર્યો હતો. બે હાઇકોર્ટે દિલ્હી અને કલક્તા હાઇકોર્ટે આ સંદર્ભે કરદાતાની તરફેણમાં ચુકાદા આપ્યા છે. આવા કિસ્સામાં બંને હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સિક્યોરિટી ડિપોઝીટ ઉપર આ પ્રકારે કાલ્પનિક વ્યાજ ગણી શકાય નહીં.


6 મહિનાનું ભાડું સિક્યોરિટી ડિપોઝીટ તરીકે મકાન માલિકે લીધી છે તે ડિપોઝીટ ઉપર તેમને કોઇ વ્યાજ ચૂકવવાનું હોતુ નથી. પરંતુ જો આકારણી અધિકારી આ 6 મહિનાના ભાડા ઉપર કાલ્પનિક 8 ટકા લેખે વ્યાજ ગણીને ભાડાની આવકમાં ઉમેરવાનો પ્રસ્તાવ કર્યો હતો. બે હાઇકોર્ટે દિલ્હી અને કલક્તા હાઇકોર્ટે આ સંદર્ભે કરદાતાની તરફેણમાં ચુકાદા આપ્યા છે. આવા કિસ્સામાં બંને હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સિક્યોરિટી ડિપોઝીટ ઉપર આ પ્રકારે કાલ્પનિક વ્યાજ ગણી શકાય નહીં.

ધારો કે 100 રૂપિયા ભાડાની આવક છે તો તેના ઉપર 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળે છે તેથી 70 રૂપિયાની ભાડાની આવક ઉપર ટેક્સ ભરવાનો રહે. જો અહીંયા ભાડે આપેલી મિલક્ત લોન પર લીધેલી હોય અને તે લોનનું વ્યાજ ચૂકવો છો તે પણ તમને બાદ મળી શકે છે. તો આવા કિસ્સામાં 30 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત બેન્ક લોન ઉપર ચૂકવેલ વ્યાજ પણ બાદ મળે. ત્યારબાદ પણ જો ભાડાની આવક બાકી રહે છે તેના ઉપર આપના ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ ભરવાનો રહે.

અંગત રહેઠાંણની મિલક્તના કેસમાં બે લાખ રૂપિયા સુધીનું નુકસાન આપની ધંધાકીય કે પગારની કે અન્ય આવક સામે બાદ મેળવી શકો. જ્યારે ભાડે આપેલી મિલક્તમાં થયેલ નુકસાન કોઇપણ મર્યાદા સિવાય કરદાતા તેની આવી  કરપાત્ર આવક સામે સેટઓફ કરી શકે છે.    જો આ સેટઓફ ચાલુ નાણાંકીય વર્ષમાં ન થઇ શકે તો આગામી 8 વર્ષ સુધી આપની મકાન મિલકત હેઠળની આવક સામે સેટઓફ કરી શકાય.

સવાલ: હાલ ગુજરાત સરકારને હું પ્રોફેશ્નલ ટેક્સ ચૂકવું છું. હું પોતે સિનિયર સિટિઝન છું અને મેં સાંભળ્યું છે કેમહારાષ્ટ્ર સરકારે પ્રોફેશ્નલ ટેક્સમાં સિનિયર સિટિઝનને છૂટ આપી છે તો આવી કોઇ  છૂટ ગુજરાત સરકારમાં ખરી?

જવાબ: કૃષ્ણકાંત પટેલને સલાહ છે કે વર્ષ 2008માં ગુજરાતના નાણાંમંત્રીએ પ્રોફેશ્નલ ટેક્સની કલમ 26A હેઠળ નોટિફિકેશન બહાર પાડીને સિનિયર સિટિઝનને પ્રોફેશ્નલ ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ જાહેર કરી છે.

સવાલ: મારા પિતા સરકારી કર્મચારી છે, અમે રહેઠાંણ માટે એક લોન દ્વારા ખરીદ્યુ હતું આ મકાનની લોન પૂર્ણ થઇ ગઇ છે. હવે અન્ય એક મકાન ખરીદવું છે તો આ બીજા ઘર ઉપર પણ જો લોન લેવામાં આવે તો તે લોનની ચૂકવણણી ઉપર કપાતનો લાભ મળે કે નહી?

જવાબ: પ્રકાશ પટેલને સલાહ છે કે આવકવેરા કાયદા હેઠળ બે ઘર રાખીને કરવેરા આયોજનનો લાભ લેવો હોય તો લઇ શકો છો. આપના બે ઘરમાંથી એક ઘરની પસંદગી કરીને તેને અંગત રહેઠાંણ માટે ગણવાનું રહેશે. જ્યારે બીજા ઘર ઉપર સ્ટાન્ડર્ડ ડિડ્કશન, સ્થાનિક વેરાની ચૂકવણી અને બેન્ક લોન પર વ્યાજ ચૂકવો છો  તે કોઇપણ નાણાંકીય મર્યાદા સિવાય બાદ મળી શકે છે.