ટેક્સની પાઠશાળા: જાણો ટેક્સ બચત અંગેની માહિતી

ના રોજ પ્રકાશિત Sat, 13, 2016 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ બચાવવા માટે ડિડક્શન અંગેની સમજ મેળવી લેવી જોઇએ. કુલ આવકમાંથી અમુક ખર્ચને આવકવેરામાંથી બાદ મેળવી શકાય છે. ટેકસેબલ આવકમાંથી અમુક નિર્ધારિત રોકાણ અને ખર્ચ માટે જે કર કપાત મળે તે છે ડિડક્શન. ટેક્સ બચાવવાનાં મુખ્ય વિકલ્પો સેક્શન 80(C)માંથી મળી શકે. સેક્શન 80(C)મુજબ ઘણા રોકાણનાં વિકલ્પો દ્વારા રૂપિયા 1.5 લાખ જેટલો ટેક્સ બચાવી શકાય. 80(C) દ્વારા ટેક્સ બચતની સાથે મૂડી સર્જન થઇ શકે છે.

80(C)ની રૂપિયા 1.5લાખની મર્યાદામાં આવતા વિકલ્પો


2 બાળકોની ટ્યુશન ફી


હાઉસિંગ લોનના ઈએમઆઈમાંથી કેપિટલ રિપેમન્ટની રકમ.


ઈપીએફમાં થતુ રોકાણ અને વ્યાજ.


પીપીએફમાં થતુ રોકાણ અને વ્યાજ.


લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રિમિયમ.

2 બાળકોની ટ્યુશન ફીનો સમાવેશ 80 (C) મુજબની રૂપિયા 1.5 લાખની મર્યાદામાં થાય છે. હાઉસિંગ લોનના ઈએમઆઈમાંથી કેપિટલ રિપેમન્ટની રકમનો સમાવેશ પણ 80 (C)માં થાય છે. ઈપીએફમાં થતુ રોકાણ  સેકશન 80 (C) હેઠળ કરકપાતને પાત્ર છે. સેલરી સ્લિપમાંથી ઈપીએફનું રોકાણ જાણી શકાય. બેઝિક પગાર વધતા ઈપીએફનાં રોકાણની રકમ વધી શકે.


વર્ષની શરૂઆતમાં ટેક્સ બચાવવાનું પ્લાનિંગ કરી લેવુ જોઇએ. પીપીએફમાં માસિક વ્યાજની ગણતરી 5 તારિખનાં બેલેન્સ પ્રમાણે થાય છે. એપ્રિલની 5 પહેલા પીપીએફમાં રોકાણ કરી ટેક્સ બચાવવાનું સારૂ આયોજન કરી શકાય. લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રિમયમ પણ સેકશન 80 (C)માં સમાવિષ્ટ છે.


ફેબ્રુઆરી, માર્ચમાં ઘણી ઇન્શ્યોરન્સ પોલિસી ટેક્સ પ્લાનિંગ માટે લેવાતી હોય છે. ટેક્સ પ્લાનિંગ કરતી વખતે પાછલા વર્ષે લેવાયેલી લાઇફ ઇન્શ્યોરન્સની પોલિસી ગણતરીમાં લેવી. પ્રોવિઝનલ સ્ટેટમેન્ટમાંથી વાર્ષિક પ્રિન્સિપલ અને વ્યાજની રકમ જાણી શકાય.


વર્ષનાં અંતે ફાઇનલ સ્ટેટમેન્ટમાં દર્શાવાયેલી રકમ કરકપાતનો લાભ મળશે. કુટુંબની સુરક્ષા માટે લેવાતો લાઇફ ઇન્શ્યોરન્સ ટેક્સનો લાભ આપે છે. નિવૃત્તિનાં આયોજન માટે કરાતા ઈપીએફ અને પીપીએફનાં રોકાણ ટેક્સ બચતનો લાભ આપે છે.

ટેક્સ બચતનો લાભ આપતા ડૅટ રોકાણ


સિનિયર સિટિઝન સ્કીમ.


સુકન્યા સમૃધ્ધિ સ્કીમનું રોકાણ.


5 વર્ષને સ્પેશલ ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ.


5 વર્ષ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ.


એનએસસીનું રોકાણ.

ટેક્સ બચતનો લાભ આપતા ઇક્વિટી રોકાણનાં વિકલ્પો

ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ.


મ્યુચ્યુઅલ ફંડ પેન્શન પ્લાન.


ઇન્શ્યોરન્સની યુલિપ પ્રોડક્ટ.

ઈપીએફ અને પીપીએફ પર મળતુ વ્યાજ પણ કરમુક્ત હોય છે. 80(C) મુજબનાં અન્ય રોકાણમાં માત્ર રોકાણ ટેક્સ ફ્રી હોય છે વ્યાજ પર ટેક્સ લાગે છે. ઈએલએસએસમાં ડિવિડન્ડ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી હોય છે. પીપીએફમાં ટેક્સ બચત ઉપરાંત કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રિમિયમ 80(C)માં આવે છે.


ઇન્શ્યોરન્સનું પેન્સન પ્રોડ્કટનું પ્રિમિયમ 80CCC પ્રમાણે કરમુક્ત હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ માટે 80(D) મુજબ કર કપાતનાં લાભ મળશે. પોતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે અને ડિપેન્ડન્ટનાં હેલ્થ ઇન્શ્યોરન્સ માટે અલગ મર્યાદા છે. સુપર સિનિયર સિટિઝન એકચ્યુઅલ મેડિક્લ એકસપેન્સિસ પર 80(D) મુજબ ટેક્સ બચાવી શકે.


પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનાં રૂપિયા 5000 80(D) હેઠળ ક્લેમ કરી શકાય. ટેક્સ પ્લાનિંગ કરતી વખતે ક્લબિંગ ઓફ ઇનકમની જોગવાઇઓ ધ્યાને રાખવી. જીવનસાથીને રકમ આપો તો તેના પર ટેક્સ નથી, પરંતુ તેના પર થતી આવક તમારી ગણાશે. જીવનસાથીને અપાયેલી રકમનું રોકાણથી વળતર ટેક્સ ફ્રી હોય એ મુજબ કરવું જોઇએ. ટેક્સ ફ્રી બોન્ડમાં રોકાણ કરી ટેક્સ બચાવી શકાય છે.