બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 17, 2016 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પિરામલ એન્ટરપ્રાઈસિસ -
Ash Stevensમાં 100% હિસ્સો ખરીદશે. સપ્ટેમ્બર 30 સુધીમાં Ash Stevensનું ડૉલર 18.3 મિલિયનનું વેચાણ હતું. આ ડીલ અંદાજે રૂપિયા 4.3 કરોડમાં થાય તેવી શક્યતા. Ash Stevens અમેરિકા સ્થિત સીડીએમઓ કંપની છે.

ટાટા મોટર્સ -
એસએન્ડપીએ લાંબા ગાળાનું રેટિંગ અપગ્રેડ કર્યું.

આઈસીઆઈસીઆઈ બેન્ક -
ટેમાસેક હોલ્ડિંગ્સે બેન્કમાં શૅર્સ ખરીદ્યા. આઈસીઆઈસીઆઈની અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટમાં 2.55 મિલિયનની ખરીદી કરી.

ટાટા પાવર -
ઓટીપી જીયોથર્મલમાં કંપનીએ 50% હિસ્સો વેચ્યો. કંપનીએ એનટીપીસી માટે 100 એમડબ્લ્યુ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો.

સન ફાર્મા -
Virtuos ફાઇનાન્સે 1 કરોડ શૅર્સ SBIને ગીરવે મુક્યા. સન ફાર્માના પ્રોમોટર ગ્રુપનો Virtuos ફાઇનાન્સ ભાગ છે.

વકરાંગી -
ક્રેડિટ સુઇસ સિંગાપુરે 40 લાખ શૅર્સ રૂપિયા 173.8ના ભાવે ખરીદ્યા.

જે કે લક્ષ્મી સિમેન્ટ -
રાજસ્થાનમાં લાઇમસ્ટોન માઇન આઉટપુટ માટે પર્યાવરણની મંજૂરી મળી.

જસ્ટ ડાયલ -
આવક ગ્રોથમાં નબળાઇ જોવા મળી.


નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં જસ્ટ ડાયલનો નફો 7.9% વધીને 38.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2016 ના પહેલા ક્વાર્ટરમાં જસ્ટ ડાયલનો નફો 36.05 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં જસ્ટ ડાયલની આવક 6.2% વધીને 176.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2016 ના પહેલા ક્વાર્ટરમાં જસ્ટ ડાયલની આવક 166 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં જસ્ટ ડાયલના એબિટડા 45.2 કરોડ રૂપિયાથી વધીને 29.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં જસ્ટ ડાયલના એબિટડા માર્જિન 27.2% થી વધીને 16.6% રહ્યા છે.

ઓસીએલ ઈન્ડિયા -
સારા પરિણામ રજૂ, કંપનીનો નફો 96% વધ્યો.

પાવર ગ્રિડ -
પરિણામ બાદ બ્રોકરેજ હાઉસે રેટિંગ યથાવત રાખ્યું, લક્ષ્યમાં ફેરફાર.

પાવર ગ્રિડ પર બ્રોકરેજ હાઉસ


પાવર ગ્રિડ પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ પાવર ગ્રિડ પર ઓવરવેટનો રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 177 રાખ્યો છે.

પાવર ગ્રિડ પર સીએલએસએ -
સીએલએસએ એ પાવર ગ્રિડ પર ખરીદારીનો રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 177.5 રાખ્યો છે.

પાવર ગ્રિડ પર કોટક ઇન્સ્ટીટ્યુશ્નલ -
કોટક ઇન્સ્ટીટ્યુશ્નલે પાવર ગ્રિડ પર ખરીદારીનો રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 210 રાખ્યો છે.

પાવર ગ્રિડ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને પાવર ગ્રિડ પર ઓવરવેટનો રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 180 રાખ્યો છે.

પાવર ગ્રિડ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે પાવર ગ્રિડ પર આઉટપર્ફોમનો રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 200 રાખ્યો છે.

ઇન્ટરગ્લોબ એવિએશન -
બ્રોકરેજ હાઉસ સિટીનું રેટિંગ અપગ્રેડ, લક્ષ્યમાં પણ વધારો.

ઇન્ટરગ્લોબ એવિએશન પર સિટી -
સિટીએ ઇન્ટરગ્લોબ એવિએશન પર રેટિંગ અપગ્રેડ કર્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1100 રાખ્યો છે. A320ના ડિલિવરીની ચિંતા યોગ્ય નથી. હાલ સ્ટૉકમાં ખરીદારી કરવાની યોગ્ય તક.