બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વિલના પ્રકાર પર ચર્ચા

આજે મની મૅનેજરમાં આપણે વાત કરીશું વિલ પર આગળ જેમા, વિલમાં આગળ શું કરવું. સ્રી ધન વિશે.
ના રોજ પ્રકાશિત Wed, 17, 2016 પર 15:30  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ.

અને આજે મની મૅનેજરમાં આપણે વાત કરીશું વિલ પર આગળ જેમા, વિલમાં આગળ શું કરવું. સ્રી ધન વિશે. અને વિવિધ ધર્મ પ્રમાણે શું ફેરફાર આવતા હોય છે તેના પર. અને આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીના મતે વિલ તમારી સંપત્તીને સાચવે છે. વિલને એક ડોક્યુમેન્ટના સ્વરૂપમાં બનાવીએ તો ઉપયોગી બની શકે. વિલને વહેલી બનાવી સમયાંતરે ચકાસતા રહેવું જોઈએ. વિલ બનાવીને તૈયાર રાખો તો પ્રોટેક્શન અને કંટ્રોલ તમારા હાથમાં રહે છે.

વિલના પ્રકાર પ્રિવિલેજ્ડ વિલ, અનપ્રિવિલેજ્ડ વિલ, કંડિશનલ વિલ, જોઈન્ટ વિલ, મ્યુચ્યુઅલ વિલ, ડુપ્લિકેટ વિલ, કોનકરન્ટ વિલ છે. પ્રિવિલેજ્ડ વિલ એટલે ઓરલ વિલ. અનપ્રિવિલેજ્ડ વિલ એટલે જનરલ વિલ. જોઈન્ટ વિલ એટલે બે કે તેથી વધારે લોકો સાથે મળીને કોઈ વિલ બનાવે તે. કંડિશનલ વિલ એટલે જેમા કોઈ ઘટનાનો ઉલ્લેખ થયો હોય.

વિલના 4 ભાગ છે
- ડિક્લેરેશન
- એક્ઝીક્યુટર્સ
- ફિઝીકલ પ્રોપર્ટીની માહિતી
- વર્ચ્યુઅલ પ્રોપર્ટીની માહિતી

કોઈપણ વિલમાં ડિક્લેરેશન થકી અંતિમ વિલની જાણકારી મળે છે. એક્ઝીક્યુટર પરિવારના સભ્યો પણ હોય શકે. એક્ઝીક્યુટરમાં થર્ડ પાર્ટી પણ રાખી શકાય જે પરિવાર સાથે મળીને કામ કરે. જ્યારે એક્ઝીક્યુટર ન હોય ત્યારે પ્રોસેસ લાંબી થઈ શકે છે. કોઈ લિગલ પ્રોફેશનલને પણ એક્ઝીક્યુટર રાખી શકાય છે. પ્રોપર્ટી પહેલા ટ્રષ્ટમાં જાય અને ત્યાંથી બાળક સુધી પહોંચી શકે છે.

ચેરિટી ડોનેશન માટે તમારે વિલના એક્ઝીક્યુટરને આ બાબતની જાણ હોવી જરૂરી. વિલમાં બધી પ્રોપર્ટી માટેનું તમે વહેચાણ કરી શકો છો. જો તમે કોઈ માઈનરને તમારી પ્રોપર્ટી આપવા ઈચ્છતા હોવ તો. તમે કોઈ ટ્રષ્ટ બનાવવા ઈચ્છતા હોવ તો તેની જાણ એક્ઝીક્યુટરને હોવી જરુરી. તમારા ઈમેઈલ તેમજ વેબસાઈટની માહિતી પણ વિલમાં હોવી જરૂરી છે.

તમે લીધેલા ઉધારનો ઉલ્લેખ પણ વિલમાં કરી શકો છો. તમે કોઈને ઉધાર નાણાં આપ્યા હોય તો તેનો ઉલ્લેખ પણ વિલમાં કરી શકો છો. લિવિંગ વિલ ભારતમાં વધારે પ્રખ્યાત નથી. વિલ માટે 2 વિટનેસ જરૂરી પણ તેને વિલ વંચાવાની કોઈ જરૂરીયત નથી. વિલના વિટનેસ તરીકે ડૉક્ટર, CA, ફાઈનાન્શિયલ પ્લાનરનો સમાવેશ કરી શકો છો. વિટનેસ એવા હોવા જોઈએ જેનો વિલમાં કોઈ સમાવેશ ન હોવો જોઈએ.

હાલ લોકો પાસે પ્રોપર્ટીનો મોટો પોર્ટફોલિયો હોય તેવું પણ બને. પ્રોપર્ટીના દરેક દસ્તાવેજોને સાચવીને રાખવા જોઈએ. તમારી સોસાયટીમાં જો તમારા નામે પ્રોપર્ટી હોય તો તેનું પ્રોબેટ લાવવું. તમારુ ટાઈટલ ક્લીયર હોવું ખુબ જરૂરી. વિલના ડોક્યુમેન્ટને એક સ્થાને જ રાખવા અને તેની સ્કેન કોપી રાખવી જોઈએ. તમે તમારા દસ્તાવેજને ઓનલાઈન પણ સાચવી શકો છો. તમે ઓનલાઈન સોફ્ટવેરની મદદ પણ લઈ શકો છો.

વિલ લખનાર એટલે ટેસ્ટેટરના મૃત્યુ બાદ વિલની જવાબદારી એક્ઝીક્યુટરની રહે. વિલમાં પ્રોબેટ એટલે કોર્ટ દ્વારા જાહેર કરાયેલું વિલનું સર્ટિફિકેટ. જો કોઈ વિલ લખ્યા વિના મૃત્યુ પામે તો ઈનટેસ્ટેટ કહેવાય છે. સક્સેશન સર્ટિફિકેટ તમને કાયદાકિય વારીસ બનાવે છે. લેટર ઓફ એડમિનીસ્ટ્રેશન થકી જે એસેટ કવર ન થયું હોય તે તેની થકી મળી શકે. વિલમાં એક્ઝીક્યુટર ન દર્શાવ્યો હોય ત્યારે લેટર ઓફ એડમિનીસ્ટેશન વપરાય. વિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત નથી.

સક્સેશનની પેટર્ન હિન્દુ ધર્મમાં સ્રી અને પુરુષો માટે અલગ હોય છે. ક્લાસ 1 માં માતા-પિતા કે પત્નીનો સમાવેશ થાય છે. સ્ત્રી ધન એટલે તમને જે કોઈ વસ્તુ ભેટમાં કે લગ્નમાં મળી હોય. જ્યારે ક્રોસ લગ્ન થતા હોય છે ત્યારે આ ધર્મ પ્રમાણેની પ્રક્રિયા જોવાય. પારસી ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય તો સ્પાઉસ અને બાળકોને. મુસ્લીમ લોમાં તમારી મિલકતનું ત્રીજાભાગનું વહેચાણ કરી શકો છો. મુસ્લીમ લોમાં બાકીની વસ્તુઓનું વહેચાણ તેના નિયમ પ્રમાણે જ થાય છે.