ટેક્સ પ્લાનિંગ: પગારદાર વર્ગ માટે આવકવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 19, 2016 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદામાં પગારની વ્યાખ્યા ઘણી વિસ્તૃત આપવામાં આવી છે. વસ્તુ કે સેવા સ્વરૂપે પણ જો કોઇ વિશેષ સવલત મળતી હોય તેમજ પગારના એરિયર્સ કે એડવાન્સ મળ્યા હોય તે પણ પગારમાં સમાવિષ્ટ રહેશે. તમે અને તમને જેમની પાસેથી રકમ મળે છે. તેમાં માલિક અને કર્મચારીનો સંબંધ છે કે નહીં તે ખાસ ખ્યાલમાં રાખવાનું રહેશે. જો કોઇ કિસ્સામાં કન્સલ્ટન્ટ તરીકે કોઇ સેવા આપી હોય અને તે સંદર્ભમાં માસિક ધોરણે જે ચૂકવણી કરવામાં આવશે તે પગાર તરીકે ગણવામાં આવશે નહીં કારણ કે તેમાં માલિક કર્મચારીનો સંબંધ નથી 2.


પગારદાર વર્ગ માટેનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન તત્કાલીન નાણામંત્રી પી. ચિદ્દમ્બરમ દ્વારા નાબુદ કરવામાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડ ડિડ્કશનની કપાત બંધ થયે 12 વર્ષ થઇ ચૂક્યા છે પરંતુ તેની સામે પગારદાર વર્ગને પ્રોફેશ્નલ ટેક્સની રકમ કપાત તરીકે બાદ આપવામાં આવી છે. નિયત કિસ્સામાં પહેલાંથી જેમને મનોરંજન ભથ્થાની રકમ મળતી હોય તો તે કપાત તરીકે બાદ મળી શકે છે. પરંતુ તે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના સંદર્ભમાં તો મળતી નથી પરંતુ સરકારી કર્મચારીઓને નિયત કિસ્સામાં પહેલાંથી મનોરંજન ભથ્થાની રકમ કપાત તરીકે બાદ મળી શકે છે.


ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રોફેશ્નલ ટેક્સની રકમ બાદ કર્યા બાદની મળતી રકમ પગારની આવક તરીકે ગણવામાં આવે છે 3. ખાસ કરીને ખાનગી ક્ષેત્રના પગારદાર વર્ગે આવકવેરા આયોજન માટે તેના માલિક સામે રજૂઆત કરીને કરમુક્ત પર્કવિઝિટની માંગણી કરવી જોઇએ. તબીબી સવલતો અર્થાત મેડિકલ પર્કવિઝિટ કરમુક્ત સવલત રહે છે જેમાં તબીબી ખર્ચ સંબંધિત પગારદાર વર્ગના માલિક તરફથી વાર્ષિક રૂપિયા 15 હજાર સુધીની મર્યાદા આપવામાં આવતી રકમ કરમુક્ત રહેશે. આ ઉપરાંત તમારા માલિકની પોતાની હોસ્પિટલમાં તમને ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય તો તેનું મૂલ્ય કરપાત્ર સવલત રહેશે નહીં.


પગારદાર વર્ગના સભ્યએ કે તેના પરિવારના કોઇ સભ્યને હોસ્પિટલાઝેશન કે ટ્રીટમેન્ટ માટેનો ખર્ચ થયો હોય છે. આ પ્રકારનો ખર્ચ માલિક દ્વારા ચૂકવવામાં આવ્યો હોય તો તે કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કરમુક્ત રહેશે. આમાં ધ્યાનમાં એ રાખવાનું રહેશે કે હોસ્પિટલ સરકારી, કોર્પોરેશન કે સ્થાનિ ક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ હોવી જોઇએ. આ ઉપરાંત આવકવેરા કાયદાની વિશેષ જોગવાઇ અનુસાર આવકવેરા કમિશનર દ્વારા માન્ય કરવામાં આવી હોય તેવી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી હોય તો જ પગારદાર વર્ગના સભ્ય કે પરિવાર માટે માલિક દ્વારા કરવામાં આવેલો ખર્ચ કરમુક્ત રહેશે. મેડિકલ ઇન્સ્યોરન્સના પ્રિમિયમની રકમ માલિક દ્વારા ચૂકવવામાં આવે છે તો તે રકમ કરમુક્ત રહેશે.


પરદેશ જવા માટે પગારદારને કે તેના પરિવારને પણ માલિક દ્વારા લાભ આપવામાં આવ્યો હોય તો તે પણ નિયત શરતોને આધીને કરમુક્ત રહી શકે છે. આ ઉપરાંત સામુહિક રૂપે મનોરંજન, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે તો તેના સંદર્ભમાં પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. માલિક દ્વારા ભોજન કે ચા-પાણી માટે આપવામાં આવતી સવલત પણ કરમુક્ત ગણવામાં આવે છે. વાર્ષિક રૂપિયા 5 હજારની રકમ માલિક દ્વારા કોઇ સારા પ્રસંગ કે તહેવાર ઉપર આપવામાં આવે તો તે પણ કરમુક્ત રહેશે. આ ઉપરાંત માલિક દ્વારા ટેલિફોન કે ઇન્ટરનેટની સવિધા માટે તેના બિલની ચૂકવણી કરવામાં આવે છે તો તે પણ કરમુક્ત સવલત રહેશે 4. કરમુક્ત સવલત જે રોકડ નહીં પરંતુ સેવા પ્રકારે આપવામાં આવે છે તે પ્રકારે કરમુક્ત ભથ્થા આપવામાં આવે છે.


આવકવેરા કાયદાની કલમ 10(14) હેઠળ જાહેર કરાયેલા નિર્દિષ્ઠ ભથ્થા છે તે કરમુક્ત ભથ્થા છે. આ ભથ્થાની યાદીમાં સૌથી જાણીતું છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે જેમાં ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ આવવ-જવા માટે ચૂકવવા આવે છે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સની મર્યાદા માસિક 1600 રૂપિયાની મર્યાદામાં ચૂકવવામાં આવે છે જે આપને કોઇપણ પુરાવા આપ્યા વિના કરમુક્ત બાદ મળે છે. આ ઉપરાંત કન્વેયન્સ એલાઉન્સ મળે જે ઓફિસની ફરજો બજાવવા માટે જે મુસાફરી કરી છે તેના માટે ચૂકવવામાં આવે છે. આ વાહન ભથ્થામાં કોઇ નાણાંકીય મર્યાદા નથી પરંતુ શરત એટલી છે કે ઓફિસની ફરજો બજાવવા માટે મુસાફરી કરી હોવી જરૂરી છે.


બાળક દીઠ સો રૂપિયા અને વધુમાં વધુ બે બાળકો સુધી વાર્ષિક 2400 રૂપિયા ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ તરીકે આપવામાં આવે તો તે પણ બાદ મળી શકે છે. આ ઉપરાંત હોસ્ટેલ એલાઉન્સ તરીકે માસિક 300 રૂપિયા બાળકદીઠ આપવામાં આવે તો પણ કરમુક્ત ભથ્થા તરીકે બાદ મળી શકે છે. આ ઉપરાંત યુનિફોર્મ એલાઉન્સ મળે છે. જેમાં બે પ્રકારના યુનિફોર્મ રહે છે જેમાં કર્મચારીને પોતાના યુનિફોર્મ માટે તેમજ કર્મચારી અમુક પોઝિશનમાં હોય અને ચોક્કસ પ્રકારના ફોર્મલ કપડાં પહેરવાનો આગ્રહ રાખતાં માલિક તરફથી ભથ્થું આપવામાં આવે છે.


આમાં કોઇ નાણાંકીય મર્યાદા સિવાય એક્ચ્યુઅલ ખર્ચ ઉપર રિએમ્બર્સ કે ચૂકવણી માલિક દ્વારા કરવામાં આવે તો કરમુક્ત બાદ મળી શકે છે. તેમજ હેલ્પર એલાઉન્સ મળે છે જેમાં માલિકના કામ કરવા માટે કર્મચારી કોઇ મદદનીશ રાખે છે જેને કર્મચારી પગાર ચૂકવે છે તો તેવા કિસ્સામાં માલિક તરફથી જો હેલ્પર એલાઉન્સ ચૂકવવામાં આવે છે તો તે કરમુક્ત ભથ્થા તરીકે બાદ મળી શકશે. આ ઉપરાંત રિસર્ચ કે નવા ડેવલપમેન્ટ માટે કર્મચારીને વિશેષ પુસ્તકો વાંચવા કે ચોક્કસ તાલીમ હેતુથી માલિક તરફથી વ્યવસાયિક સમજ માટેનું ભથ્થું આપવામાં આવે છે તો કરમુક્ત ગણવાની જોગવાઇ છે 5.


લીવ ટ્રાવેલ એલાઉન્સ માટે એવી જોગવાઇ કરવામાં આવી છે કે કરદાતા અને તેના આશ્રિત કુંટુંબના સભ્યોને ભારતમાં પ્રવાસ માટે લઇ જવા માટે મુસાફરીનો ખર્ચ થયો જેમાં રહેવાનો કે અન્ય કોઇ ખર્ચ સમાવિષ્ટ થતો નથી. આ અંગેની કરમુક્તિ ચાર વર્ષના બ્લોકમાં આપવામાં આવે છે. આ બ્લોકમાં કોઇ પણ બે વર્ષ કરમુક્તિનો લાભ લઇ શકો છો. જેમાં કોઇ શોર્ટેસ્ટ રૂટ પરનું ભાડું આપને બાદ મળી શકશે. એચઆરએ અંગેના નિયમો આવકવેરા કાયદાની કલમ 10 (13A) હેઠળ ઓછામાં ઓછી થતી રકમ કરમુક્ત બાદ મળે છે. જો ખરેખર ભાડું ચૂકવ્યું હોય તો જ એચઆરએ બાદ મળે છે.


આપના પગારમાં બેઝિક અને ડીએનો સમાવિષ્ટ કર્યા બાદ તેની 10 ટકાથી વધુ રકમ ભાડા તરીકે ચૂકવી હોય તો જ કરમુક્ત બાદ મળી શકે છે. તમારું જે ખરેખર એચઆરએ થતું હોય એ જેમાં મેટ્રો શહેરમાં રહેતાં હોય તો 50 ટકા પગારની રકમ અને મેટ્રો શહેર સિવાયના શહેરોમાં એચઆરએના 40 ટકાની રકમ ગણવામાં આવશે. આમાંથી જે ભાડાની રકમ ઓછી થતી હોય તેના ઉપર કરમુક્તિનો લાભ મળી શકે છે. આજે આપણે જે ચર્ચા કરી છે તેના આધારે જો આપના વાર્ષિક પગાર પેકેજનું આયોજન કરો તો રૂપિયા 5 લાખ સુધીના વાર્ષિક પગાર ઉપર શૂન્ય ટેક્સ ચૂકવવો પડે તેવું આયોજન કરી શકો છો.