બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વિલ પર દર્શકોની સમસ્યાનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Wed, 24, 2016 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ.

છેલ્લા 2 સપ્તાહથી આપણે વિલ પર ચર્ચા કરી રહ્યાં છીએ. વિલનું મહત્વ શું છે, વિલ ન હોય તો શું થાય? તેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. આજે અમને વિલ અંગે જ અમુક સવાલો મળ્યા છે તેના પર ચર્ચા કરીએ. આ સવાલોનું નિવારણ આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલ: અંકુરભાઈ ગઢવીનો તેઓ પુછી રહ્યાં છે કે ફેમિલીમાં એડોપ્ટ થયેલા હોય, કુટુંબમાં જ એડોપ્શન થયું છે પરંતુ કોઈ લિગલ પેપર્સ નથી બન્યાં, 28 વર્ષથી એડોપ્ટેડ છે અને હિંદુ લો પ્રમાણે શું કાર્યવાહી થઈ શકે?

જવાબ: અંકુરભાઈને સલાહ છે કે જો કોઈ ઘરમાં જ એડોપ્શન થયું હોય અને સહિ સિક્કા ન હોય તો વિલ ઉપયોગી છે. જો તમે એડોપ્શન કર્યુ હોય તો નેચરલ ચાઈલ્ડ જેવા અધિકાર મળે છે.

સવાલ: હસમુખભાઈ મણિયાર, વીલ બાબત ના અનુસંધાન મા મારે જાણવું છે કે મારો ફ્લેટ મારા અને મારા દીકરા ના નામે છે. પહેલુ નામ મારૂ છે. શું હું વીલ ધ્વારા મારા બીજા દીકરાનો તેમાં ભાગ લખી શકુ ? જો 1-2 વરસે વીલની 1-2 જોગવાઇ બદલવાની થાય તો શું વિધી કરવી પડે. શું વળી પાછી witnesses ની સહી કરાવવી પડે?

જવાબ: હસમુખભાઈને સલાહ છે કે વિટનેસ ખુબ જરૂરી છે. જો તમે રેશિયો ન લખ્યો હોય તો 1/3 બધાને મળશે. જો તમારા 2 નામ એગ્રીમેન્ટમાં હોય તો બન્નેની માલિકી થઈ શકે. જો તમે તમારા કોઈ એક દિકરાને કોઈ પ્રોપર્ટી આપવા ઈચ્છો ત્યારે નોમિની. તરીકે તેનું નામ રજીસ્ટર કરાવી શકો છો. જો તમારે વિલમાં નાનો ફેરબદલ કરવો હોય તો કોડિસીલનો ઉપયોગ કરી શકો. જો મોટો ફેરબદલ કરવાનો હોય તો નવી વિલ બનાવવી જોઈએ. દરેક વિલના પરિવર્તનમાં વિટનેસ હોવો અનિવાર્ય છે.

સવાલ: આકાશભાઈ મહેતાનો અમદાવાદથી, તેઓ પુછે છે મારા માતા પાસે એક ફ્લેટ છે જે તેમના નામ પર છે. તો શું તે ફ્લેટ હું તેમના પાસેથી ખરીદી શકું કે તે વિલમાં લખાવો જોઈએ કે ગીફ્ટ કરી શકે? મારી ઉંમર 29 વર્ષ છે અને મારે 3 બહેનો છે જેમના લગ્ન થઈ ચૂક્યા છે.

જવાબ: આકાશભાઈને સલાહ છે કે તમે તમારા માતા પાસેથી પ્રોપર્ટી ખરીદી શકો છો.

સવાલ: નવીનભાઈ પટેલનો ઈમેઈલ આવ્યો છે હિંમતનગરથી. મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમના પાસે વિલ ન હતી. મારા પરિવારમાં 2 બહેનો છે અને બન્નેના લગ્ન થઈ ગયા છે, મારી એક બહેન એવું ઈચ્છે છે કે તેને 1/2 ભાગ મળવો જોઈએ. અને બીજી બહેનને કોઈ ભાગ નથી જોઈતો. આ પરિસ્થીતીમાં શું કરવું જોઈએ?

જવાબ: નવીનભાઈને સલાહ છે કે તમારી બીજા બહેનના શેર અંગે સમસ્યા થઈ શકે. આ રીતે એવુ કરી શકાય કે બન્ને ભાઈ બહેન વચ્ચે આ નાણાં વહેચી શકાય.

સવાલ: રશ્મી સોનીનો ઈમેઈલ આવ્યો છે વડોદરાથી, તેઓ લખે છે મારા કાકીના પિતાનું અવસાન થઈ ગયું છે અને તેમના પાસે અમુક ફિઝીકલ શેર છે તેમના નામે. આ શેર કોઈના નામ પર ટ્રાન્સફર નથી થયા, તો જો આ શેર મારા નામે ટ્રાન્સફર કરવા હોય તો શું થઈ શકે?

જવાબ: રશ્મિને સલાહ છે કે આ વારસો સૌપ્રથમ તેમના કાકી પાસે જવો જોઈએ. તમારા કાકીના નામે પહેલા આ શેર ટ્રાન્સફર થવા જોઈએ. આ સમગ્ર પ્રક્રિયા થતા 2-3 વર્ષ થઈ શકે.

સવાલ: યોગીનીબહેન શાહનો મુંબઈથી.. અમે 2 બહેનો અને 1 ભાઈ છે, અમારે એક પ્રોપર્ટી છે જેમા અમારા માતા-પિતાના નામ પણ જોડાયેલા છે, મારા પિતાનું અવસાન થોડા સમય પહેલા જ થયું છે, અને તેમણે વિલમાં મારા ભાઈને એક્ઝીક્યુટર બનાવ્યો છે, અમને 2 માંથી કોઈ બહેનને આ વિલ અંગે કે તેમા શું છે તે અંગે માહિતી નથી. અમારો ભાઈ હવે આ મુદ્દે કંઈ વ્યવસ્થીત માહિતી નથી આપતો અને પ્રોબેટ માટે એપ્લાઈ નથી કરવા દેતો. હાલ મારી બહેનને તત્કાલમાં અમુક નાણાંની જરુરત છે, તો આ મુદ્દે અમારે શું કરવું જોઈએ?

જવાબ: યોગીનીબેનને સલાહ છે કે તમે પ્રોપર્ટીના પાર્ટિશન માટે એપ્લાઈ કરી શકો છો.