ટેક્સ પ્લાનિંગ: પગારદાર વર્ગનું નિવૃત્તિ આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 27, 2016 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

નિવૃત્તિ સમયે બે મહત્ત્વની રકમ પગારદાર કર્મચારીઓને મળે છે. જેમાં એક પ્રોવિડન્ટ ફંડ છે અને બીજું છે ગ્રેચ્યુઇટી. પ્રોવિડન્ટ ફંડ માટે આવકવેરા કાયદાની કલમ 10(11)ની જોગવાઇ મુજબ કાયદેસરનું નોંઘાયેલું ફંડ હોય તેમજ કર્મચારી અને માલિકે નિયમિત રકમ જમા કરાવી હોય તો નિવૃત્તિ સમયે આ પીએફ કોઇપણ નાણાકીય મર્યાદા વગર કરમુક્ત ગણાય. ગ્રેચ્યુઇટીના કાયદામાં સરકારી કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઇટીની રકમ સંપૂર્ણ કરમુક્ત રહેશે.

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના કિસ્સામાં નિવૃત્ત થતાં સમયે જે છેલ્લો પગાર હોય તેના આધારે જેટલાં વર્ષ નોકરી કરી હોય તેના અડધા માસના પગારના અને અડધા માસના પગારના આધારે ગ્રેચ્યુઇટીની રકમ નક્કી થાય છે. આ માટે 10 મહિનાના સરેરાશ પગારને લક્ષમાં લેવાનો રહે છે. ખરેખર થતી ગ્રેચ્યુઇટીની રકમ અથવા રૂપિયા 10 લાખ બેમાંથી જે ઓછી હોય તે ગ્રેચ્યુઇટીની રકમ કરમુક્ત ગણાશે.

12 મહિનાની નોકરીમાં વાર્ષિક ધોરણે એક મહિનાની હક્ક રજા મળે છે. ઘણીવાર કર્મચારીઓએ આવી હક્ક રજાનો સંપૂર્ણ ઉપયોગ કર્યો નથી અને આ રજાઓને એકત્રિત કરે છે. આ રજાઓનું રોકડમાં રૂપાંતર કરી શકો તેને લીવ એન્કેશમેન્ટ કહેવાય છે. આ રજાઓમાં મહત્તમ 10 મહિના સુધીની લીવનું એન્કેશમેન્ટ કરી શકો છો. પગારદાર કર્મચારીઓના લીવ એન્કેશમેન્ટ માટેની મહત્તમ મર્યાદા રૂપિયા 3 લાખ સુધીની છે.
        
વોલેન્ટરી રિટાયર્મેન્ટ સ્કીમ વીઆરએસ તરીકે ઓળખાય છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર અથવા કોઇપણ અધિકૃત સત્તા, જાહેર ક્ષેત્રના સાહસો સહિત કંપનીના કર્મચારી હોવ તો ઘણાં માલિકો વીઆરએસની યોજના આપતાં હોય છે. આવા કિસ્સામાં વધુમાં વધુ પાંચ લાખ રૂપિયાની કરમુક્તિની લાભ વીઆરએસ યોજનામાં મળે છે. આ કરમુક્તિનો લાભ આવકવેરા કાયદાની કલમ 10(10 C) હેઠળ આપવામાં આવ્યો છે.

આવકવેરા કાયદા હેઠળ સિનિયર સિટીઝન ગણવાની વયમર્યાદા 65 વર્ષ હતી, જેમાં શરૂઆતના સમયમાં આવકવેરા રિબેટ આપવાની જોગવાઇ હતી. ત્યારબાદ આવકવેરા કાયદાની મુક્તિ મર્યાદા કંઇક વધારે હોય તેવા પ્રકારની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ આકારણી વર્ષ 2012-13થી વયમર્યાદા 65 વર્ષથી ઘટાડીને 60 વર્ષની કરવામાં આવી છે.
 
નાણાંકીય વર્ષની અંતિમ તારીખના દિવસે પણ જો કરદાતાને 60 વર્ષ પૂર્ણ થતાં હશે તો તેમને સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટે સિનિયર સિટીઝનના લાભ મળશે. નાણાંકીય વર્ષની પ્રથમ તારીખે એટલે 1લી એપ્રિલે જે કરદાતાનો જન્મ થયો હોય તેમને પણ ગત નાણાંકીય વર્ષ માટે સિનિયર સિટીઝન તરીકેના લાભ મળી શકશે. આ અંગે તાજેતરમાં સીબીડીટીએ મહત્ત્વનો સર્ક્યુલર બહાર પાડીને અગાઉના વર્ષનો લાભ આપવાનું જાહેર કર્યું છે. સામાન્ય કરદાતા માટે આવકવેરા મુક્તિ મર્યાદા અઢી લાખ રૂપિયા છે જ્યારે સિનિયર સિટીઝન માટે આવકવેરા મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહે છે.

સુપર સિનિયર સિટીઝનની નવી કેટેગરી આકારણી વર્ષ 2012-13થી જ લાવવામાં આવી છે. જે મુજબ કરદાતાની વય 80 વર્ષ પૂર્ણ થાય પછી તેમને સુપર સિનિયર સિટીઝન ગણવામાં આવશે. સુપર સિનિયર સિટીઝનને પણ વય પૂર્ણ કરવા અંગે સિનિયર સિટીઝનને અમલી બનતાં નિયમ લાગુ પડશે. સુપર સિનિયર સિટીઝન માટે આવકવેરા મુક્તિ મર્યાદા રૂપિયા 5 લાખ સુધીની રહેશે.

આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હોય તો તેનો લાભ મળી શકે છે. આ ઉપરાંત આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ સંબંધિત સિનિયર સિટીઝનને 30 હજાર રૂપિયાની કપાતનો લાભ મળે છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન પોતે પ્રિમિયમ ન ભરે પરંતુ તેના સંતાન દ્વારા પ્રિમિયમ ભરવામાં આવે તો તેમને પોતાની વ્યક્તિગત મર્યાદામાં 25 હજાર અને પોતાના માતા-પિતા જે સિનિયર સિટીઝન છે તેમના માટે ભરેલા પ્રિમિયમ ઉપર પણ કપાતનો લાભ મળશે.

રિવર્સ મોર્ગેજ પશ્ચિમી દેશોમાં વધારે પ્રચલિત છે આવકવેરા કાયદા હેઠળ ભારતમાં થોડાં સમય પહેલાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનની સ્થાવર મિલકત ઉપર સારી એવી લોન મળી રહે તેના માટે રિવર્સ મોર્ગેજ સ્કીમ દાખલ કરવામાં આવી છે. બેન્ક અમુક ઉચ્ચક રકમ અને બાકી રકમ નિયત હપ્તામાં બેન્ક દ્વારા ચૂકવવા આવે છે. બેન્ક પાસેથી મળતી રકમ ઉપર કોઇ પ્રકારની કરપાત્રતા રહેતી નથી. બેન્ક ત્યારબાદ કરદાતાના અવસાન બાદ તેમના વારસદાર પાસેથી એ રકમ વસુલ કરે છે અથવા તો મકાનના વેચાણ બાદ તેમાંથી જે કિંમતે ઉપજે તેમાંથી પોતાની રકમ વસુલ કરે છે.