બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ભારત પરત ફરતા એનઆરઆઈ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 30, 2016 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સતત ઉપર નીચે થતા, તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હંમેશા વેલ્થી અને તેની સાથેજ તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજન માટે તમને આપીશું તમામ વિકલ્પો મની મૅનેજર શોમાં.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, ભારત પરત ફરતા એનઆરઆઈ વિશે. શું કારણ છે તેના પાછળ અને તેમણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. એક સમય હતો જ્યારે ભારતમાં કોઈ રહેવા નહોતું માંગતું, બુદ્ધીજીવી લોકો તક મળતા ભારત છોડી વિદેશ સ્થાયી થવાનું પસંદ કરતા.


આજે હવે એક સમય આવ્યો છે જ્યારે તેઓ પરદેશ થી સ્વદેશ તરફની સફર આંકે છે. વિશ્વની વસ્તીના આશરે 1% લોકો એનઆરઆઈ છે. આજે એવું તે શું કારણ છે જે તેમને પરત ભારત તરફ દોરી રહ્યું છે. વિસ્તારથી ચર્ચા કરીએ ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

એનઆરઆઈ ભારત પરત ફરવા ઈચ્છે છે કારણકે અહિં તેઓ નિવૃત્તી સરળતાથી ગાળી શકે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તેઓ પરત ફરતા હોય છે. ભારત છેલ્લા 5 થી 7 વર્ષમાં ખુબ પ્રગતી કરી રહ્યું છે. ભારતનો વિકાસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. કૌટુંબિક મુદ્દાઓ પણ આ સમયે કારણભુત બની શકે. વિદેશમાં આર્થિક સંકંટો સર્જાય તે પણ એક કારણ કહી શકાય.

ઘરના મુખ્ય વ્યક્તિએ પરિવાર સાથે આ મુદ્દે ચર્ચા કરવી અનિવાર્ય છે. ભારત પરત ફરી કારકિર્દી અંગે વિચાર કરી નિર્ણય લેવો જોઈએ. ભારતમાં રહેણાંક ક્યા નક્કી કરવું તે જોવું જોઈએ. બાળકોના ભણતરનો નિર્ણય લેવો જોઈએ. તમારા દરેક રોકાણની પૂર્ણ સમિક્ષા કરવી જોઈએ.

ડોક્યુમેન્ટ્સમાં સ્ટેટસ બદલાવું ઘણું જરૂરી છે. દરેક ધ્યેય જે નક્કી કર્યા હોય તેની સમીક્ષા કરવી જરૂરી છે. ભારતમાં પરત ફરી લાઈઇ અને હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું. ભારતના ટેક્સ સ્લેબને ચકાસવો ખુબ જરૂરી છે.