બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ક્રોસ બોર્ડર પ્લાનિંગ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 31, 2016 પર 14:22  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, ક્રોસ બોર્ડર પ્લાનિંગ વિશે, કોને અને ક્યારે આ વસ્તુ લાગુ પડે અને કંઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. અને આ દરેક માહિતી આપવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે ક્રોસ બોર્ડર એટલે જે લોકો ભારત છોડી બીજા દેશમાં સ્થાઈ થયા હોય. કોને લાગુ પડે? ભારતમાં જન્મ થયો પણ સ્થાઈ અન્ય દેશમાં થયા હોય જોબ કે અન્ય કારણથી ટૂંકાગાળાના અસાઈનમેન્ટ પર કામ. જેમણે વિદેશમાં કમાણી કરી છે તેમને ક્રોસ બોર્ડર લાગુ પડે. વિદેશની આવક પર ઈનકમ ટેક્સ ભરવો પડે છે.

ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા - ટેક્સ, રોકાણ, બેન્ક એકાઉન્ટ, વિલ અને એસ્ટેટ પ્લાનિંગ, એસેટ, લોન, ભારત અને વિદેશના ખર્ચા, ભારત - વિદેશના નાણાંકિય ધ્યેય. કોઈપણ વસ્તુનું લેખિતમાં લખાણ રાખવું જોઈએ. ભારત સાથે વિદેશમાં પણ રોકાણ કરવું જોઈએ. રોકાણને ડાઈવર્ટ કરી અલગ-અલગ જગ્યાએ કરવું જોઈએ.


એક વખત ગ્રીનકાર્ડ લો તો બન્ને દેશમાં રિટર્ન ભરવું પડે. બન્ને દેશમાં સંપત્તી હોય તો વિલ બનાવવામાં ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય ભૂલો સ્ટેટસ ચેન્જની જાણકારી ન આપવી. એફઈએમએ એક્સ્પર્ટને ન જણાવવું.