બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: એનઆરઆઈ બેન્ક એકાઉન્ટ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 07, 2016 પર 16:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું, એનઆરઆઈ બેન્ક એકાઉન્ટ વિશે, તેમના રોકાણ વિશે અને ક્યાં તક ઉપલબ્ધ છે તેના વિશે.

ગત સપ્તાહથી આપણે એનઆરઆઈ અને ક્રોસ બોર્ડર વિશે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આજે આપણે આ ચર્ચાને આગળ વધારીશું. એનઆરઆઈ માટે રોકાણની ક્યાં તક છે તેમણે કંઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ તેમજ કેવી પરિસ્થીતીનો સામનો કરવો પડી શકે છે. અને આ દરેક ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

કલ્પેશ આશરના મતે એનઆરઆઈ એટલે જેઓ ઈનકમ ટેક્સ એક્ટ અંતર્ગત ભારતીય હોય. પીઆઈઓ એટલે જેમની 2 પેઢિ સુધી ભારતીય હોય. ઓસીઆઈ એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા. સૌપ્રથમ એનઆરઈ અને એનઆરઓ એકાઉન્ટ ખોલવાનું રહે છે. એનઆરઈ એકાઉન્ટ અબ્રોડથી જ એનઆરઆઈ ખોલાવતા હોય છે.

એનઆરઈ એકાઉન્ટ રૂપિયામાં ઓપરેટ થતું હોય છે. એનઆરઈ એકાઉન્ટની હોલ્ડિંગ સંયુક્ત રીતે રાખી શકાતી હોય છે. એનઆરઆઈ એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરી શકો છો. એનઆરઆઈ એકાઉન્ટમાથી તમે નાણાં પરત વિદેશમાં મોકલી શકો છો. એનઆરઓ એકાઉન્ટમાથી તમે નાણાં પરત વિદેશમાં મોકલી શકતા નથી. એનઆરઓ એકાઉન્ટના વ્યાજ પર તમને કર લાગે છે. એનઆરઓ એકાઉન્ટના રહેલી નિષ્ક્રીય રકમ પર પણ ટેક્સ લાગશે.

એનઆરઓ એકાઉન્ટથી પણ તમે રોકાણ કરી શકો છો. એનઆરઆઈ એકાઉન્ટનો ઉપયોગ રોકાણ માટે કરવો જોઈએ. પીઆઈએસ થકી એનઆરઆઈ સરળતાથી રોકાણ કરી શકે છે. એલઆરએસ થકી તમે 1 યુએસ ડોલર જેટલી રકમ એનઆરઓ એકાઉન્ટથી નાણાં પરત વિદેશમાં. મોકલી શકો છો જે સામાન્ય સંજોગોમાં શક્ય નથી.