ટેક્સ પ્લાનિંગ: ધંધા વ્યવસાય કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 10, 2016 પર 15:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ધંધા-વ્યવસાયનું સંચાલન તમે પોતે જ કરો તે જરૂરી નથી ધંધા-વ્યસાયની માલિકી માટે મૂડી રોકાણ થકી માલિકી હોય છે. ધંધા-વ્યવસાયનું સંચાલન કરવા માટે મેનેજર કે ભાગીદાર હોય પરંતુ આ પ્રકારે પણ ઉદ્દભવેલી આવક ધંધાકીય આવક જ ગણાય. કાયદેસર કે ગેરકાયદેસર પણ ઉદ્દભવેલી આવક પણ આવકવેરા અંતર્ગત જ આવશે.

કાયદેસરની આવક મેળવવા માટે ગેરકાયદેસર ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ ભલે ધંધાકીય હેતુસર કરવામાં આવ્યો હોય પરંતુ આવકવેરા કાયદાની કલમ 37 હેઠળ સ્પષ્ટ જોગવાઇ છે કે કોઇપણ ખર્ચ કાયદાની વિરુદ્ધ છે તો તે ખર્ચ બાદ મળી શકશે નહીં. મૂડી રૂપી ખર્ચના સંદર્ભમાં ઘસારો મજરે મળી શકે પણ ખર્ચ બાદ મળતો નથી. ધંધાકીય ખર્ચને ખર્ચ તરીકે મજરે લેવા માટે તે મહેસૂલી ખર્ચ હોવો જરૂરી છે.
 
ખાસ કરીને ઔદ્યોગિક એકમને પ્રોત્સાહન મળે તેના માટે વધારાનો ઘસારો આપવામાં આવે છે. વધારાનો ઘસારો નવા ખરીદેલા પ્લાન્ટ અને મશીનરી જે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે તેના ઉપર મળે છે, સેકન્ડ હેન્ડ મશીનરી કે પ્લાન્ટ ઉપર વધારાનો ઘસારો મજરે મળશે નહીં. વધારાનો ઘસારાનો લાભ લેવા માંગો છો તે કમ્યુટર, મોટરકાર જેવું કોઇ વાહન ન હોવું જોઇએ. જો પ્લાન્ટ કે મશીનરી 6 મહિનાથી વધુ સમય માટે ધારણ કરી હોય તો તેના ઉપર 20 ટકા વધારાનો ઘસારો બાદ મળે છે. જો 6 મહિનાથી ઓછા સમય માટે ધારણ કરી હોય તો 10 ટકા સુધીનો વધારાનો ઘસારો બાદ મળે છે.

આમ 10 ટકા ચાલુ વર્ષે અને અન્ય 10 ટકા બીજા વર્ષે વધારાના ઘસારા તરીકે બાદ મળી શકશે સતીશ મહેતા, મુંબઇ મારે એક કાર ખરીદવી છે તે કંપની કે પેઢીના ફંડમાંથી ખરીદી કરું છું પરંતુ આરટીઓના રજિસ્ટ્રેશનનો ખર્ચ બચાવવા માટે કંપની કે પેઢીના ડિરેક્ટરના નામે ખરીદી કરું છું તો તેના ઉપર ઘસારાનો લાભ મળી શકશે કે નહીં. કંપની કે પેઢીના નામે કારની ખરીદી કરો તો ઉંચા દરે આરટીઓ ટેક્સ ભરવાનો થાય છે. નામ મહત્ત્વનું નથી માલિકી મહત્ત્વની છે જે મુજબ નાણાંકીય ચૂકવણી કાર ડિલર્સને કંપની કે પેઢી દ્વારા કરવામાં આવી હોય પછી તેના રજિસ્ટ્રેશનમાં કંપનીના ડિરેક્ટરના નામે હોય તો પણ ઘસારો મજરે મળી શકે છે.

બેલેન્સશીટમાં દેવાદાર પાસેથી વસુલ કરવાની રકમ આપને મળતી નથી તો તેવી રકમને ઘાલખાદ્ય તરીકે ચોપડે નોંઘવામાં આવે છે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કરદાતા ચોપડે રાઇટ-ઓફ કરે છે તો તેને ઘાલખાદ્ય તરીકે ગણવાના રહેશે. પરંતુ શરત એ રહેશે કે ઘાલખાદ્ય માટે જે રકમને રાઇટ-ઓફ કરવામાં આવે છે તે અગાઉ આવક તરીકે દર્શાવેલી હોવી જોઇએ. તેમજ ઘાલખાદ્ય કરેલી રકમ જો પરત મળે છે તો તેને તમારે આવક તરીકે દર્શાવવાની રહેશે.  

આવકવેરા કાયદાની કલમ 40 (a) (ia)ની જોગવાઇ અનુસાર જે ખર્ચ ઉપર ટીડીએસ કાપવા પાત્ર હોય અને કપાત ન કરી હોય તેમજ આવકવેરો  ભરવાની તારીખ સુધીમાં ટીડીએસ જમા કરાવવામાં ન આવે તો આવો ખર્ચ મજરે મળશે નહીં. એક દિવસમાં એક શખ્સને 20 હજાર રૂપિયાથી વધુ રકમની ચૂકવણી રોકડ સ્વરૂપે કરી હોય તો તે ખર્ચ મજરે મળશે નહીં. કેટલાંક અપવાદ જેમ કે બેન્કિંગ સુવિધા ન હોય કે ટેક્સ ભર્યો હોય તેવા કિસ્સામાં મજરે મળી શકે છે. આવકવેરા કાયદાની કલમ 14 A અનુસાર કરમુક્ત આવકના સંદર્ભમાં કરવામાં આવેલો ખર્ચ પણ ખર્ચ મજરે મળી શકે નહીં.