બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: E-બેન્કિંગ માટે આરબીઆઈની ડ્રાફટ ગાઇડલાઇન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2016 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું E-બેન્કિંગ માટે RBIની ડ્રાફટ ગાઇડલાઇન, E-બેન્કિંગમાં થતા ફ્રોડ સામે સુરક્ષા, ગ્રાહકોને કઇ રીતે મળી શકે છે લાભ?

રઘુરામ રાજનની આરબીઆઈ ગવર્નર તરીકેની મુદત હાલ જ પુરી થઇ છે, પોતાના કાર્યકાળ દરમિયાન રેટ કટથી માંડી ગ્રાહકોને લાભ મળે તેવા ઘણા પ્રયાસો તેમના દ્વારા થયા છે. જતા જતા આવો જ એક પ્રયાસ તેમણે ઇ બેન્કિંગનાં ગ્રાહકોની સુરક્ષા માટે કર્યો છે.


એટલે કે, ઇ બેન્કિંગનાં ગ્રાહકોની સુરક્ષા માટે લાભદાયી થઇ શકે એવી ડ્રાફ્ટ ગાઇડલાઇન તેઓ આપી ગયા છે, જે ગ્રાહકોને ઇલેક્ટરોનિક ટ્રાન્ઝેક્શન દરમિયાન થતા ઘણા ફ્રોડથી બચાવી શકે છે, હવે જ્યારે ગવર્નરનો કાર્યભાળ ઉર્જિત પટેલે સંભાળી લીધો છે ત્યારે આ ગાઇડલાઇનને ક્યારે અમલી બનાવવી અને ગ્રાહકોને સુરક્ષા અપાવવી તે હવે એમના હાથમાં રહેશે.


ત્યારે આજે આ ગાઇડલાઇન શું છે અને કેવી રીતે ઇ-ટ્રાન્ઝેકશન કરતા ગ્રાહકોને લાભ અપાવી શકે છે તે અંગે આપણે ચર્ચા કરીશુ. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઇ રહ્યાં છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડયા.

અર્ણવ પંડ્યાનાં મતે હાલમાં ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેક્શન વધુ થઇ રહ્યાં છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ વધી રહ્યાં છે. ઇલેક્ટ્રોનિક ટ્રાનેક્શન ફેલ થતા ગ્રાહકને નુકસાન થતુ હોય છે. ઇલેક્ટ્રોનિક ટ્રાનેક્શનમાં ભૂલ નું નુકસાન ગ્રાહકને ન થાય તે માટે. આરબીઆઈ ગાઇડલાઇન આપી છે.


બેન્કની સેવાઓ 24x7 ચાવુ હોવી જરૂરી છે. ફરિયાદ IVR, Website, હેલ્પલાઇન દરેક રીતે સ્વીકારવી જોઇએ. સંજોગો પ્રમાણે ગ્રાહક જુદી જુદી જગ્યાથી ફરિયાદ કરી શકે તે જરૂરી. જ્યારે ફ્રોડ થાય તો તેનુ કારણ જાણવુ જરૂરી છે. ગ્રાહકોએ ફોન કે ઇમેલ પર કાર્ડનંબર કે પિનનંબર આપવા જોઇએ નહિ.


ગ્રાહકની ભૂલથી થયેલુ નુકસાન ગ્રાહકને ભોગવવુ પડી શકે છે. બેન્કની ભૂલને કારણે નુકસાન થયુ હોયતો ગ્રાહકને નુકસાન ન થાય. ત્રીજી પાર્ટી દ્વારા તકનીકી રીતે ફ્રોડ પણ થતા હોય છે. ખોટા ટ્રાન્ઝેક્શનની જાણ 3 દિવસમાં બેન્કને કરાઇતો ગ્રાહકને નુકસાન નહિ. 3 થી 7 દિવસમાં જાણ કરાયતો રૂપિયા 5 નુકસાન ગ્રાહકને થઇ શકે છે.


7 થી વધુ દિવસ પછી ફ્રોડની જાણ કરતા ગ્રાહકનું નુકસાન વધી શકે છે. મોબાઇલમાં ટ્રાન્ઝેકશન અલર્ટ મળે અવી વ્યવસ્થા દરેકે લેવી જોઇએ. લાલચમાં આવી ઇનામ માટે કોઇ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા નહિ. ફોન પર કોર્ડનંબર અને ઓટીપી ક્યારેય આપવા નહિ. આરબીઆઈની ગાઇડલાઇન હોવાથી દરેક બેન્કને લાગુ થશે.

સવાલ: જતિન પરમારનો અમદાવાદથી પ્રશ્ન છે કે મારે દર મહિને રૂપિયા 40 હજારનું રોકાણ કરવું છે,તો ક્યાં કરવુ અને કમનસીબે મે વધારે જાણ્યા વગર બજાજ એલાઇન્સ ફ્યુચર ગેઇન પ્લાનમાં રોકાણ કરી દીધુ છે, મારે જાણવુ છે કે આ રોકાણ યોગ્ય છે કે નહિ?

જવાબ: જતિનભાઇને સલાહ છે કે રોકાણ અને વિમાને અલગ રાખવા જરૂરી છે. ઇન્શ્યોરન્સ સુરક્ષા માટે જ લેવો જોઇએ રોકાણ માટે નહિ. તમારા નાણાંકિય હેતુ મુજબ તમે રોકાણ કરી શકો છો. લાંબા ગાળાના રોકાણ ઇક્વિટીમાં કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે.

સવાલ: હાર્દિકભાઈ પટેલનો પ્રશ્ન એ છે કે મારી પાસે 28ના ટાર્ગેટ ટેક્સ છે. લાઈફ ઈન્શ્યોરન્સ, કેસ ફ્લો અને હવે આ ત્રણેય માંથી શું કરવું એ ખબર પડતી નથી તો મને સલાહ આપશો.

જવાબ: હાર્દિકભાઇને સલાહ છે કે દરેક ધ્યેય એક સાથે મેળવી ન શકાય. સૌ પ્રથમ ઇન્શ્યોરન્સને મહત્વ આપવુ જોઇએ. ઇમરજન્સી ફંડનુ આયોજન પણ મહત્વનુ છે. ત્યારબાદ તમારા હેતુ મુજબ રોકાણ કરી શકાય.