નાણાકીય મંત્રીની સામાન્ય માણસ માટે ભેટ, આવકવેરામાં રાહત

ના રોજ પ્રકાશિત Thu, 10, 2014 પર 13:33  |  સ્ત્રોત : Moneycontrol.com

બજેટમાં નાણાકીય મંત્રી અરૂણ જેટલીએ લાંબા સમયથી કરવામાં આવેલી માંગ પૂરી કરી દીધી છે. અરૂણ જેટલીએ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ આપી દીધી છે. પહેલા આ ટેક્સ છૂટ 2 લાખ રૂપિયા સુધીની આવક પર હતી. તેના સિવાય વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન) ની 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ મુક્ત કરી દેવામાં આવી છે.

તેના સિવાય નાણાકીય મંત્રી અરૂણ જેટલીના સેક્શન 80સી ની હેઠળ રોકાણ પર ટેક્સ છૂટ સીમા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી દીધી છે. સાથે જ હોમલોનના વ્યાજ પર મોટી છૂટ પણ આપી દીધી છે. હવે 1.5 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયા સુધી ના હોમલોનના વ્યાજ પર ટેક્સ છૂટ મળશે.