બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટમાં SMES માટે થયેલી જાહેરાતો

ના રોજ પ્રકાશિત Wed, 08, 2017 પર 06:41  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશનાં બજેટની આપણા પર્સનલ બજેટ પર પણ ઘણી મોટી અસર થતી હોય છે. આથી જ બજેટને માત્ર સાંભળી લેવાથી વાત બનતી નથી. એને સમજવુ જરૂરી છે. નવા બજેટમાં શુ બદવાલ આવ્યા છે કે કઇ નવી જાહારાતો થઇ છે જેના આપણે લાભ લઇ શકીએ છીએ, એની પુરતી માહિતી મેળવવી જોઇએ.

મની મેનેજરમાં આજે બજેટની SMES પર અસર. બજેટમાં SMES માટે થયેલી જાહેરાતો. આ જાહેરાત કઇ રીતે થઇ શકશે ઉપયોગી?

આ વર્ષનું બજેટ ડિમોનેટાઇઝેશન પછીનુ પહેલુ હોવાથી બજેટ 2017 પાસે ઘણી બધી અપેક્ષા રખાઇ હતી. આ બધી અપેક્ષાઓ માટે બજેટ કેટલું સાર્થક પુરવાર થવુ એત કહવું મુશ્કેલ છે  છતા આ બજેટને હેતુલક્ષી બજેટ ચૌક્કસ કહેવું રહ્યું.


જેમકે  ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં MSME સેકટર પર ખાસ ધ્યાન અપાયું છે. તો આ બજેટ MSME સેક્ટર માટે કઇ રીતે લાભદાયક થઇ શકે છે તેની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે  ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર,કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે MSMEને ટેક્સ,ફાયનાનન્સ અને ટેકનોલોજી બાબતે લાભ મળી શકે છે. MSME માટે બજેટથી થોડા લાભ છે તો થોડા ગેરલાભ પણ છે. MSME માટે ભાગીદારી પેઢીઓએએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. લેબર રિલેશન સારા થશે તો પ્રોડક્ટ્વિટી વધશે. મહિલાઓને સમકક્ષ ગણી બધી જ જોબનાં લાભ અપાશે.

કાર્તિક ઝવેરીના મતે ભારતને ઇલેકટ્રોનિક પ્રોડક્શન હબ બનાવવાનાં પ્રયાસ છે. સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે મુદ્રા યોજના લવાઇ છે. 50 કરોડથી ઓછા ટર્ન ઓવરવાળી કંપની માટે ઘણી યોજનાઓ. MSME માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી દેવાયો છે. MAT પ્રોવિઝન કેરી ફોરવર્ડ કરવા માટે 15 વર્ષનો સમય મળશે. 80% રોજગારી નાના ઉદ્યોગો દ્વારા ઉભી થતી હોય છે.

કાર્તિક ઝવેરીના મુજબ DDTનાં કાયદાઓમાં ફેરફાર થયા છે, જેનાથી ટેક્સ વધી રહ્યો છે. શેર ટ્રાન્સફર કરવા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. રૂપિયા 3 લાખથી વધુનો રોકડ વ્યવહાર હવે નહી થઇ શકશે. એસેટ ટ્રાન્સફરમાં ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે GSTનાં અમલીકરણની તમામ તૈયારી કરી લેવી જોઇએ. લેબર રિફોર્મસ પર ઘણા વર્ષોથી ધ્યાન અપાયુ નથી, આ વખતે ધ્યાન અપાયું. કોલ સેન્ટર માટે સેક્શન 194J અંતર્ગત 10% થી 2% કરવામાં આવ્યો છે. નવા એક્ટ મુજબ અમુક બિઝનેસ 365 દિવસ ચાલુ રાખી શકાશે.