બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અલકેમ લૅબ્સ -
હિમાચલ પ્રદેશના બડ્ડી પ્લાન્ટને યુએસએફડીએ તરફથી 3 અવલોકન. યુએસએફડીએ દ્વારા પ્લાન્ટની 2થી 10 માર્ચ વચ્ચે તપાસ થઈ. ફેરફારના સૂચન સાથે કંપની આપશે જવાબ. હૅરલોસ માટેની દવાને યુએસએફડીએ દ્વારા મંજૂરી પણ મળી.

યસ બેન્ક -
સીએલએસએ દ્વારા ખરીદીની સલાહ સાથે લક્ષ્યાંક વધારવામાં આવ્યો. સીએલએસએ દ્વારા લક્ષ્યાંક ₹1620 થી વધારી ₹1780 પર છે.

આરે ડ્રગ્સ -
ફોરેલ લૅબ્સ ખરીદવા બોર્ડની મંજૂરી. ઇક્વિટી સ્વૉપ મારફત ખરીદી કરાશે. વિશાખાપટ્ટનમમાં ફોરેલ લૅબ્સનો પ્લાન્ટ છે.  ફોરેલ લૅબ્સ એપીઆઈ ઉત્પાદક કંપની છે.

ઓઇલ ઇન્ડિયા -
બોર્ડ 20મી માર્ચે બાયબૅક પ્રસ્તાવ પર નિર્ણય લેશે. સપ્ટેમ્બર 2016 સુધીમાં કંપનીની બુકમાં કુલ ઇક્વિટી ₹27747.6 કરોડની છે. 10% બાયબૅકની મંજૂરીથી સાઇઝ ₹2774 કરોડની રહેશે. 25% બાયબૅકથી ₹6940 કરોડની સાઇઝ સંભવ છે.

કેનેરા બેન્ક/કેન ફિન હોમ્સ -
કેનેરા બેન્કે કેન ફિન હોમ્સના 35.8 લાખ શૅર્સ વેચ્યા છે. 2105 રૂપિયા પ્રતિશૅરના ભાવે જીઆઈસીની સબ્સિડિયરી સાથે ડીલ કરવામાં આવી છે. ઑફ માર્કેટ ડીલ મારફત આ શૅર્સ વેચવામાં આવ્યા છે. નૉન કોર એસેટ્સના મોનેટાઇઝેશન માટે કેનેરા બેન્ક દ્વારા આ ડીલ કરવામાં આવી છે.

ગિતાજંલી જેમ્સ -
ગિતાંજલી જેમ્સ આજે ફોકસમાં રહેશે. કંપનીની સબ્સિડિયરી નક્ષત્ર વર્લ્ડ દ્વારા સેબીમાં આઈપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કરવામાં આવી છે.

ટિટાગઢ વેગન્સ -
ટિટાગઢ વેગન્સ પણ ફોકસમાં રહેશે. કંપની મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે પણ હવે બોલી લગાવશે. આ કારણે ઓર્ડરબુકમાં મોટો ઉછાળો થાય એની ઘણી સંભાવના છે.

એમફેસિસ -
શૅરધારકો પાસેથી બોર્ડને 1.73 કરોડ શૅર્સના બાયબૅક માટે મંજૂરી મળી. આ પહેલાં પ્રાઇવેટ ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન દ્વારા એચપીઈ પાસેથી એમ્ફેસિસનો મેજોરિટી હિસ્સો 1.1 બિલ્યન ડૉલર્સમાં ખરીદવામાં આવ્યો હતો.

ઈરોઝ આઈએનટીએલ -
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા રેટિંગ ડાઉનગ્રેડ. બી નેગેટિવ પર રેટિંગ. ક્રેડિટ વૉચ પણ નેગેટિવ પર મૂકવામાં આવી.

રિલાયન્સ પાવર -
રિલાયન્સ પાવર પણ ફોકસમાં રહેશે. રિલાયન્સ વિંડ રિલાયન્સ ઇન્ફ્રા ડેવલપમેન્ટ પાસેથી 12.39 ટકા હિસ્સો ખરીદશે. ઇન્ટર પ્રમોટર ટ્રાન્સફર 20મી માર્ચે થશે. 44.54 રૂપિયા પ્રતિશૅરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.