આઈટી રિટર્ન ફાઈલ કરવાનો આજે અંતિમ દિવસ

ના રોજ પ્રકાશિત Thu, 31, 2014 પર 16:08  |  સ્ત્રોત : Moneycontrol.com

આઇટી રિટર્ન ભરવા માટે આજે છેલ્લી તારીખ છે. જો હજુ સુધી તમે આઇટી રિટર્ન ફાઇલ નથી કર્યું તો આજે સાંજે 8 વાગ્યા સુધી તમે આઇટી રિટર્ન ફાઇલ કરી શકો છો. સાંજે 8 વાગ્યા સુધી ઇન્કમટેક્સના કાઉન્ટર ખુલ્લા રહેશે. દરેક શહેરોમાં આઇટી વિભાગ તરફથી ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.

આઇટી વિભાગને આ વર્ષે 28 ટકા લોકો વધારે ઇ-રિટર્ન ફાઇલ કરે તેવી આશા છે. આ વર્ષે રૂપિયા 5 લાખ કરતાં ઓછી આવક વાળાનું ઇ-રિર્ટન ફાઇલ કરવાં પર વધારે જોર છે. આ વર્ષે ટીઆરપીએસને પણ સાકો રિસ્પોનસ મળ્યો છે.