બજાર » સમાચાર » કંપની સમાચાર

હલચલ વાળા શેર, જાણો શું હતું કારણ

ના રોજ પ્રકાશિત Tue, 03, 2017 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા મોટર્સ
તહેવારોની સિઝનમાં ઑટો સેલ્સના આંકડા જાહેર થયા અને ઑટો વેચાણના આંકડા પોઝિટીવ જાહેર થતા જોવા મળ્યા. ટાટા મોટર્સના સપ્ટેમ્બર મહિનાના ઑટો વેચાણના આંકડા જાહેર થયા અને કંપનીનું કુલ વેચાણ 25% વધી 53965 યૂનિટ પર રહ્યું છે. જ્યારે ટાટા મોટર્સનું સ્થાનિક પીવી વેચાણ 18% વધી 17286 યૂનિટ પર પોસ્ટ થયું. જ્યારે સ્થાનિક સીવી વેચાણ 29% વધી 36679 યૂનિટ રહ્યું. કંપનીના એમએન્ડએચસીવી વેચાણ 25% વધી 12259 યૂનિટ અને આઈએન્ડએલસીવી વેચાણ 34% વધી 44499 યૂનિટ પર રહ્યું. જેને પગલે આજે સ્ટોકમાં 4 ટકાની આસપાસનો ઉછાળો જોવા મળ્યો.


મારૂતિ સુઝુકી
મારૂતિ સુઝુકીના સપ્ટેમ્બર મહિનાના ઓટો વેચાણના આંકડા જાહેર થયા અને કંપનીનું કુલ વેચાણ 1.49 લાખ યૂનિટથી 9.3% વધી 1.63 લાખ યૂનિટ પર રહ્યું. જ્યારે કંપનીનું સ્થાનિક વેચાણ 1.37 લાખ યૂનિટથી 10.3% વધી 1.51 લાખ યૂનિટ અને કંપનીનો એક્સપોર્ટ 11822 યૂનિટથી 1.3% ઘટી 11671 યૂનિટ પર રહ્યો. તે છતા આજે સ્ટોકમાં લાલ નિશાન સાથે કારોબાર થતો જોવા મળ્યો.


અશોક લેલન્ડ
અશોક લેલન્ડમાં આજે ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો. અશોક લેલન્ડનું સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ 12,052 યૂનિટથી 28% વધી 15,370 યૂનિટ પર રહ્યું. જ્યારે એમએન્ડએચસીવી વેચાણ 8,958 યૂનિટથી 32% વધી 11,804 યૂનિટ પર અને એલસીવી વેચાણ 3,094 યૂનિટથી 15% વધી 3,566 યૂનિટ પર પોસ્ટ થતું જોવા મળ્યું.


બજાજ ઑટો
બજાજ ઑટોનું કુલ વેચાણ 3.77 લાખથી 14 ટકા વધીને 4.29 લાખ પર પોસ્ટ થતા જોવા મળ્યું. જ્યારે કંપનીના મોટરસાઇકલનું વેચાણ 11 ટકા વધીને 3.69 લાખ પર અને કમર્શિયલ વ્હીકલનું વેચાણ 32 ટકા વધીને 59074 પર રહ્યું. બજાજ ઑટોનું સપ્ટેમ્બર વેચાણ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ રહ્યું છે.


એસ્કોર્ટ્સ
એસ્કોર્ટ્સમાં આજે સામાન્ય ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો. કંપનીએ સપ્ટેમ્બર માસના ઓટો વેચાણના આંકડા જાહેર થયા. અને કંપનીનુ કુલ વેચાણ 34% વધી 10353 યૂનિટ પર રહ્યું.


ટીવીએસ મોટર્સ
ટીવીએસ મોટર્સના સપ્ટેમ્બર ઓટો વેચાણના આંકડા જાહેર થયા અને કંપનીનું કુલ વેચાણ 2.93 લાખ યૂનિટથી 23% વધી 3.59 લાખ યૂનિટ પર રહ્યું. કંપનીનું 2-વ્હિલર વેચાણ 2.87 લાખ યૂનિટથી 22.1% વધી 3.51 લાખ યૂનિટ પર રહ્યું સાથે જ 2-વ્હિલરની નિકાસ 38,164 યૂનિટથી 33.6% વધી 50,971 યૂનિટ પર રહી. ટીવીએસ મોટર્સનું 3-વ્હિલર વેચાણ 5, 808 યૂનિટથી 54.9% વધી 8, 996 યૂનિટ રહ્યું અને સ્કુટર વેચાણ 84, 850 યૂનિટથી 43.3% વધી 1.21 લાખ યૂનિટ પર પોસ્ટ થતું જોવા મળ્યું.


એમએન્ડએમ
એમએન્ડએમના સપ્ટેમ્બર મહિનાના વેચાણના આંકડા ઘણા સારા પોસ્ટ થતા જોવા મળ્યા. કંપનીનું કુલ ટ્રેક્ટર વેચાણ 30,562 યૂનિટથી 49% વધી 45,563 યૂનિટ પર રહ્યું. જ્યારે સ્થાનિક ટ્રેક્ટર વેચાણ 29,035 યૂનિટથી 52% વધી 44,000 યૂનિટ પર રહ્યું. જ્યારે કંપનીનું કુલ ઓટો વેચાણ 46,130 યૂનિટથી 16% વધી 53,663 યૂનિટ અને સ્થાનિક ઓટો વેચાણ 42,545 યૂનિટથી 19% વધી 50,456 યૂનિટ પર રહ્યું. સાથે જ કંપનીની નિકાસ ઘટતી જોવા મળી. કંપનીની નિકાસ 3,585 યૂનિટથી ઘટી 3,207 યૂનિટ પર રહી. સાથે જ કંપનીએ મોટર ગ્રેડર રોડમાસ્ટર G75 લોન્ચ કર્યુ છે.


ડૉ રેડ્ડીઝ
ડૉ રેડ્ડીઝે યૂએસમાં રેન્વેલા જેનરિક દવા લૉન્ચ કરી છે. આ દવાની માર્કેટ સાઇઝ ખૂબ જ મોટી છે ત્યારે કંપનીને એનો લાભ આવનારા ત્રિમાસિક પરિણામોમાં જોવા મળશે. ત્યારે અલગ-અલગ બ્રોકરેજ હાઉસ શું અનુમાન રાખી રહ્યા છે. તો મોર્ગન સ્ટેનલી માને છે કે કંપનીને 70થી 80 મિલ્યન ડૉલરની આવક થશે અને માર્જિન પણ ઘણા ઊંચા રહેશે. નોમુરાએ ખરીદીની સલાહ સાથે 3100ને પારના લક્ષ્યાંક આપ્યા છે. તેઓ નાણકીય વર્ષ 2018માં 30 મિલ્યન ડૉલર અને નાણકીય વર્ષ 2019માં 40 મિલ્યન ડૉલરનું વેચાણ વધે એવી શક્યતા જોઈ રહ્યા છે. ગોલ્ડમૅને પણ રેન્વેલાથી આવકમાં 5 ટકાનો વધારો થશે એવું અનુમાન લગાવ્યું છે. સ્ટૉકમાં આજે તેજી સાથે કારોબાર હતો.


રિલાયન્સ કમ્યુનિકેશન
રિલાયન્સ કમ્યુનિકેશનમાં આજે દસ ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો અને તે ઘટાડાની પાછળનું કારણ એરસેલ સાથેના મર્જરને રદ કરવામાં આવ્યું. આ મર્જરથી મળનારી રકમ જોતાં રાહત મળી હતી. સાથે જ લેણદારોએ સાત મહિના સુધીનો વધુ સમય આપ્યો હતો. પરંતુ કાયદાકીય અને રેગ્યુલેટરી અડચણોને જોતાં મર્જર રદ કર્યું છે.


ઓએનજીસી
સરકાર દ્વારા નૅચરલ ગેસના ભાવ વધારા બાદ રિલાયન્સ અને ઓએનજીસીમાં સારી ખરીદદારી જોવા મળી. સરકારે ગેસના ભાવ વધારી$2.89/mmbtu કર્યા અને આ ભાવ વધારો ઓક્ટોબર 2017થી માર્ચ 2018 સુધી કરવામાં આવ્યો છે.


અદાણી એન્ટરપ્રાઈઝ
અદાણી એન્ટરપ્રાઈઝ આજે ફોકસમાં રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રુપનું એબોટ પોઈન્ટ કોલ ટર્મિનલ સાથે જોડાયેલું 350 કરોડ ડૉલરનું રોકાણ ભયમાં છે. અમેરિકન સંસ્થા આઈઈઈએફએ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયન સરકાર પાસેથી 100 કરોડ ડૉલરની સબસીડી ના મળવાના કારણે જોખમ વધવાની આ શંકા છે.


શ્રીરામ ટ્રાન્સપોર્ટ
શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને આઈડીએફસીની ડીલ પર કાયદાકીય અડચણો દુર કરવા માટે નવેસરથી વિચારણા કરવામાં આવશે. આઈડીએફસી અને શ્રીરામ ટ્રાન્સપોર્ટની ડીલને ફાઈનલ કરવા માટે 6 થી 8 સપ્તાહનું એક્ટેનશન મળી શકે છે. ડીલને ફાઈનલ કરવા માટે 90 દિવસની ડેડલાઈન પૂર્ણ થવાની છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સટેનશનને લઈને 8 ઓકટોબર પહેલાં નિર્ણય લેવામાં આવી શકે છે. ડીલ બાદ શ્રીરામ ટ્રાન્સપોર્ટ એક સ્વતંત્ર કંપની બની જશે. તો આઈડીએફસીમાં અજય પિરામલની 5 ટકા કરતાં વધારે ભાગીદારી નહિ રહે.