બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2017 પર 08:49  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આઈડીએફસી/શ્રીરામ ટ્રાન્સપોર્ટ/આઈડીએફસી બેન્ક -
શ્રી રામ ગ્રુપ અને આઈડીએફસી ગ્રુપ વચ્ચેના કરારની વાતચીતને 1 મહિના માટે લંબાવી. આઈડીએફસી-શ્રીરામ ટ્રાન્સપોર્ટના મર્જર માટે હાલ વાતચીત ચાલી રહી છે. મર્જર બાદ આઈડીએફસી દેશના સૌથી મોટી ખાનગી કંપની હશે.

શૉપર્સ સ્ટૉપ/ફ્યુચર રિટેલ -
હાઇપર સિટી માટે ફ્યુચર રિટેલ અને શૉપર્સ સ્ટૉપ વચ્ચે રૂપિયા 655 કરોડમાં ડીલ. શૉપર્સ સ્ટોપનો સમગ્ર 51% હિસ્સો ફ્યુચર રિટેલ ખરીદશે. રૂપિયા 500 કરોડ સ્ટૉક્સ મારફત ખરીદશે, રૂપિયા 537 પ્રતિ શેરના ભાવે. રૂપિયા 155 કરોડ કૅશ ડીલ સંભવ, શૉપર્સ સ્ટૉપનું ઋણ મોટા પ્રમાણમાં ઘટી શકે. શૉપર્સ સ્ટૉપ હાલ આ કારોબારમાં ખોટનો સામનો કરતી હતી, વેચવાથી લાભ. લાઇફસ્ટાઇલ રિટેલ પર શૉપર્સ સ્ટૉપનું સંપૂર્ણ ફોકસ થઈ જશે. આઈડીએફસીએ શૉપર્સ સ્ટૉપ પર આઉટપરફોર્મર રેટિંગ સાથે રૂપિયા 590ના લક્ષ્યાંક આપ્યા.

લવેબલ લૉન્જરે -
આજે કંપનીની બોર્ડ બેઠક. બાયબૅક પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ટાટા મોટર્સ -
જેએલઆર યુકેના આંકડા ખરાબ, 3.2% ગ્રોથ ઘટી છે. જેગુઆર વેચાણમાં સૌથી વધુ નેગેટિવ અસર.

જેએસડબ્લ્યૂ એનર્જી/અદાણી પાવર/ટાટા પાવર -
વિજળીની સ્પોટ કિંમતો વધી રૂપિયા 5.62/KwH થઇ. એનર્જી સેક્ટર ફોકસમાં રહેશે.

ટાટા સ્ટીલ -
કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 3.13 મિલ્યન ટન વેચાણ કર્યું. ત્રિમાસિક ધોરણે વેચાણમાં 19%ની ગ્રોથ જોવા મળી. યુરોપમાં વાર્ષિક ધોરણે 15% અને ત્રિમાસિક ધોરણે 8% ગ્રોથ. ઑટો સેગ્મેન્ટની હાઇ-એન્ડ પ્રોડક્ટ્સના વેચાણમાં 20%ની ગ્રોથ.

ક્રૉમ્પટન કંઝ્યુમર/વીડિયોકૉન -
વીડિયોકૉનની માલિકીનો કેનસ્ટાર કારોબાર ક્રૉમ્પટન કંઝ્યુમર ખરીદી શકે. બન્ને કંપનીઓ વચ્ચે રૂપિયા 1400 કરોડમાં ડીલ થઈ શકે છે. જોકે પીઈ ફંડ એવરસ્ટૉન કેપિટલ તરપથી પણ હરિફાઈ. વીડિયોકૉન પર કુલ રૂપિયા 43,000 કરોડનું ઋણ, આ ડીલથી ઋણમાં થોડો ઘટાડો આવી શકે.

વર્થ પેરિફેરલ્સ -
એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે રૂપિયા 74.3 પ્રતિશેર પર 99 હજાર શૅર્સ ખરીદ્યા.