બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 06, 2017 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું પ્લુટ્સ કેપિટલના ફાઉન્ડર નિપુણ ભટ્ટ અને આનંદ રાઠી સિકયોરીટીઝના જય ઠક્કર પાસેથી.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરો: નિપુણ ભટ્ટ
પ્લુટ્સ કેપિટલના ફાઉન્ડર નિપુણ ભટ્ટનું કહેવુ છે કે નાના ગાળા માટે 2-3 મહિના માટે વોલેટિલિટી ક્રૉસ દેખાય રહી છે. એના કારણે કદાચ આ કાઉન્ટરમાં એટલો બધો બેનિફ્ટ નહિં જોવા મળી શકે. જો નાના ગાળા માટે લીધો હોય તો વધારે રિટર્ન મળી શકવાની શક્યતા નથી. પરંતુ જો લાંબા ગાળા માટે એટલે કે 6-9 મહિનામાં સારી અસર જોવા મળશે. જો લાંબા ગાળા માટે રાખો તો તેની ટાર્ગેટ પ્રાઇઝ 1050 ના લેવલ જોઈ શકે છે.

રિલાયન્સમાં રોકાણ જાળવી રાખો: જય ઠક્કર
આનંદ રાઠી સિકયોરીટીઝના જય ઠક્કરનું કહેવુ છે કે 545 ની આસપાસનો રિલાયન્સ છે તો હું કહીશ કે આ શેરને હોલ્ડ કરવો જોઈએ. આ શેરના ટાર્ગેટ 1210-1220 ના આવી રહ્યા છે. હજુ પણ અહિંયાથી 50 ટકાનું રિર્ટન મળવાની શક્યતા છે. નીચેની તરફ 690 નો સ્ટૉપલોસ રાખો અને 1220 નો ટાર્ગેટ રાખી હોલ્ડ કરવું જોઈએ.

ઈક્વિટાસમાં લાંબાગાળા માટે ખરીદી કરી શકો છો: નિપુણ ભટ્ટ
પ્લુટ્સ કેપિટલના ફાઉન્ડર નિપુણ ભટ્ટનું કહેવુ છે કે આ શેર લોવર લેવલ પર ચાલી રહ્યા છે. જે રીતે આપણે આ શેરનો ગ્રોથ કાઉન્ટ કરી રહ્યા છે તેના રિઝલ્ટ આપણે ઘણા ક્વાર્ટર દર ક્વાર્ટર સારા જોતા તેના વેલ્યુએશન ઘણા એક્ટિવ દેખાય રહ્યા છે. જો 140-160 ની આસપાસ જો આ કાઉન્ટર ટ્રેડ થતું હોય તો અને લાંબાગાળા નો વ્યૂહ હોય તો ખરેખર આ શેરમાં એન્ટ્રી લેવી જોઈએ. જો તમારૂ રોકાણ આ શેરમાં હોય તો જાળવી રાખવું જોઈએ.


ડિસ્ક્લોઝર: મનીકંટ્રોલ ડૉટ કૉમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાસે જ છે.