બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

મિસ્ટર અને મિસીસ નિવૃત માટે એસઆઈપી ફોર્મુલા

ના રોજ પ્રકાશિત Tue, 16, 2014 પર 11:56  |  સ્ત્રોત : Moneycontrol.com

નિવૃત્તિ પછીનો સમય દેખીતી રીતે  ખૂબજ સાવધાની પૂર્વક અને રૂઢિચુસ્તરીતે રોકાણ  કરવાનો હોય છે.  નિવૃત્તિ કોર્પસમાં ભાગ્યે જ ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ  કરાતુ હોય છે. ફુગાવો અને જીવનનો બાકીનો લાંબો સમયગાળો એ બંને વાસ્તવિક પડકારોને જોતા,  નિવૃત્તિ પછીના સમયમાં ઇક્વિટી એસેટ કલાસના લાભ માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી ફાયદા થશે:   

1. મૂળભૂત રકમ સુરક્ષિત રહે
2. ફુગાવા પર કાબૂ
3. ટેકસ પર બચત
4. ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો

ઘણી વખત આ ઉંમરે  ખોટા રોકાણ દ્વારા છેતરવામાં આવ્યા હોય, અથવા શેરોમાં નાણાં ગુમાવી બેસવાના અનુભવથી લોકોનું કુદરતી રીતે ઈક્વિટીમાં રોકાણ કરવાનું વલણ હોતું નથી. આ પરિસ્થિતિમાં  આપણે શું કરી શકીએ તે જોઈએ.

એફડી વ્યાજ = ઈક્વિટી એમએફ એસઆઈપી

માની લો કે શ્રી અને શ્રીમતી નિવૃત્ત છે. અને તેમને પેન્શન મળે છે. તેમાથી તેઓ તેમના ખર્ચની કાળજી લે છે અને થોડું સિલક બાકી રહે છે. તેઓને તેમના બાળકો તરફથી નાણાંકીય સહાય મળે છે  અને વધારાના ફ્લેટનું  ભાડુ પણ મળે છે. તેઓ આ બધી બચતને એફડીમાં ઈન્વેસ્ટ કરીને નીચે બતાવેલા ઊપાય દ્વારા  ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ કરવાનો લાભ મેળવે છે.

1. તેઓ એફ.ડીમાં રોકાણ કરીને વ્યાજને માસિક પે આઉટમાં મેળવે છે. એફ.ડી દ્વારા મળેલા વ્યાજને ડાઇવર્સિફાઇડ ઇક્વિટીમાં  એસઆઈપી દ્વારા રોકાણ કરે છે. આ રીતે કરવાથી મૂળભૂત રકમ સુરક્ષિત રહે છે અને તેમાથી મળેલો લાભ (વ્યાજ) ઈક્વિટી મ્યુચલ ફંડ એફ.ડીમાં રોકવાથી પોતાના કરેલા રોકાણમાં વૃદ્ધિ થવાનો લાભ મેળવી શકે છે.     


2. આપ રૂપિયા ૫૦૦૦/-ની  એફડી  દર મહિને એક વર્ષ માટે ૯ ટકાના વ્યાજ દર સાથે  ક્યુમેલિટીવ વ્યાજમાં રોકાણ કરો છો. તેરમા મહિનાથી, આપની એફડી રૂપિયા ૫૪૫૦/-થી દર મહિને પાકતી જશે.  આપ પાસે એફડીનું મૂળ બજેટ રૂપિયા ૫૦૦૦/- હશે.  હવે આપ દર મહિને 10,૦૦૦/-ની  એફડી  એક વર્ષ માટે કરી શકો છો. આ સાથેજ આપ 450/- ની ઈક્વિટી એસઆઈપી દર મહિને (૧૩ થી ૨૪ મા મહિના દરમિયાન) શરૂ કરી શકો છો. ૨૫ થી ૩૬ મહિનામાં રૂપિયા ૯૦૦/- ઈક્વિટી એસઆઈપી દર મહિને કરી શકો છો.  અહીં,  રૂપિયા ૫૦૦૦/- દર મહિને એફડીના રોકાણ સાથે મ્યુચલફંડ એસઆઈપીમાં પણ રોકાણથઈ શકે છે અને સાથેસાથે એફડી અને ઈક્વિટી એમએફની કિટ્ટી વધી શકે છે.

3. રિયલ એસ્ટેટ માં ભાડાનું વળતર ઘણીવાર ૩ટકાથી પણ ઓછું હોય છે. આ ઉંમરમાં પણ મિલકતની કિંમત વધશે એવું વિચારીને નિવૃત માણસો મિલકતને ભાડા પર રાખે છે. અગર તમે ભાડાની આવક પર નિર્ભર નથી તો પછી તમે તમારી ભાડાની પૂરી આવક અથવા તેમાનો થોડો ભાગ ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકી શકો છો.

4.ચાલો આપણે વિચારીએ કે તેઓ પોતાના પૌત્રને કે પૌત્રીને ૫ લાખ રૂપિયા ભેટ રૂપે આપવા માગે છે. આવા કિસ્સામાં તેઓ મૂળ રકમ પોતાના નામ પર એફ.ડીમાં ઈન્વેસ્ટ કરીને તેમાંથી મળતુ માસિક વ્યાજ તેમના પૌત્ર કે પૌત્રીના નામે ઈક્વિટી મ્યુચલ ફંડમાં ઈન્વેસ્ટ કરે છે આમ કરવાથી  તેઓ પોતાની મૂળ રકમ ઈમરજ્ન્સીમાં કે નાણાંની અછતમાં વાપરી શકે છે તેમજ પૌત્રને કે પૌત્રી માટે પણ પૈસા જમા કરી શકે છે.  

5. તેઓની પુત્રીને તેમના જીવનના અંતિમ તબક્કા માટે જરૂરી નાણાંની ચિંતા છે. તો તેણે નાની નાની રકમ એસઆઈપી દ્વારા ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકીને ૮થી૧૦ વર્ષ પછી વૃદ્ધિ થયેલું એક મોટુ નાણા ભંડોળ મેળવીને પોતાના માતા પિતાને આપી શકે છે. 


નિવૃત્તિ કોર્પસનો કેવી રીતે ઉપયોગ  કરવો?    


સામાન્ય રીતે જોતા નિવૃત્તિનો સમય ૨૫ વર્ષની આસપાસ હોઇ શકે છે. અત્યાર સુધીમાં નોંધપાત્ર થયું  છે કે પ્રારંભિક સમયગાળો આરામદાયક હોય છે અને કોર્પસ ખર્ચ કરતાં વધુ રીર્ટન આપે છે. અને વર્ષો પછી ફુગાવો  જોર પકડે ત્યારે તે કોર્પસનું વળતર પૂરતું હોતું નથી તેથી ધીરે ધીરે કોર્પસ ઘટવા લાગે છે, રેખાકૃતિ  નીચે આ સમજાવે છે. અગર આપ આગળના ૧૨ વર્ષમાં એક ઈક્વિટી મ્યુચલ ફંડ માટેનો પોર્ટફોલિયો  તૈયાર કરો તો પછીના વર્ષોમા  તમારા હાથમાં એક મોટા કોર્પસને મેળવી શકો છો.

ઈક્વિટી મ્યુચલ ફંડમાં કયા રોકાણ કરવું ?


આ ઉંમરમાં ઓછુ જોખમ લેવાનો ઈરાદો જોતા ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચલ ફંડ એ સૌથી પસંદગી પાત્ર રસ્તો  છે. લો વોલેટિલિટી અને ઓટો એસેટ સંતુલન સ્કીમને ધ્યાનમાં રાખવી. હાઇબ્રિડ મ્યુચલ ફંડ પણ એક સારો વિકલ્પ છે. જો આપને હાઇબ્રિડ મ્યુચલ ફંડમાં કર્મ્ફટ લાગે તો તમારા આ ભંડોળનો મોટાભાગ ઈક્વિટી કોપોન્ટમાં રોકી અને છેવટે ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડમાં રોકાણ કરી શકાય છે.  નિવૃત્તિના સ્ટેજ પર આધાર રાખીને, ઇન્ડેક્સ ફંડના રોકાણમાં પણ એક નજર નાખી શકો છો.

તકેદારી


ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ ઓછામાં ઓછા ૫ વર્ષના સમયગાળા માટે કરવું જોઈએ. પોર્ટફોલિયોને છ મહિનામાં ઓછામાં ઓછા એક વખત સમીક્ષા (રીવ્યુ) કરવો જોઈએ. કરવેરાના (ટેકસ) એંગલને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, તાજેતરના બજેટમાં ડેટ મ્યુચલ ફંડ માટે કર દર અને હોલ્ડિંગ સમયગાળા નો વધારો થયો છે.

એફડી ના બદલે, પોસ્ટલ બચત પણ આ જ રીતે વિલરેજ કરી શકાય છે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ શરૂ કરતાં પહેલા તમારા આવક-જાવક નજર પર નાખી દો અને ફક્ત બાકી બચેલા ભંડોળનો ઉપયોગ કરો.

રોહિત શાહ CFP CM અને ફાઉન્ડર અને CEO Getting YouRich.com ના છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે. સંપર્ક માટેનો ઈ-મેઇલઃ rohit@gettingyourich.com