બજાર » સમાચાર » ટેકનિકલ્સ - ક્લાસરૂમ

ટેક્નિકલવિશ્લેષણશુંછે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 16:42  |  સ્ત્રોત : Moneycontrol.com

ટેક્નિકલવિશ્લેષણનો અર્થ હોય છે શેર્સના ભાવના ચાર્ટની સમીક્ષા કરીને ભવિષ્યના ઉતાર-ચઢાવની જાણકારી જાણવી. આ સમજવું જરૂરી છે કે ટેક્નિકલવિશ્લેષણ સંપૂર્ણ રીતે શેર્સની કિંમત પર આધારિત હોય છે. કંપનીની મૂળભૂત જાણકારી, જેમ કે નફો, વેચાણ, ઋણનો ઉપયોગ ટેક્નિકલવિશ્લેષણમાં નથી હતો. સાથે જવિશ્લેષણ કરતી વખતે માનવામાં આવે છે કે બજારથી સંકળાયેલી બીજી બધી માહિતી ઉપલબ્ધ છે અને એનો વપરાશ શેરના ચાર્ટ બનાવતા વખતે કરવામાં આવ્યો છે.


ટેક્નિકલવિશ્લેષણનો મુખ્ય સિદ્ધાંત છે કે શેર બજાર સંપૂર્ણ રીતે પારદર્શક છે અને બજારના બધા પ્રતિભાગી કુશળ છે. કોઈ નક્કર કારણ વગર શેર્સની ખરીદી-વેચાણ ટેકનિક વિશ્લેષણ સિંદ્ધાતોની વિરુદ્ધ છે. ફન્ડામેન્ટલ વિશ્લેષણની સરખામણીએ ટેકનિકલ વિશ્લેષણમાં વધુ સુગમતા છે. ફન્ડામેન્ટલ વિશ્લેષણ શેર્સની વધ-ઘટને જાણવા માટે ત્રિમાસિક પરિણામ, આવક પર ગાઈડન્સ અને કંપની નીતિઓમાં ફેરફાર પર નિર્ભર થાય છે. 


જો એ માનવામાં આવે કે ફન્ડામેન્ટલ વિશ્લેષણ જ શેર્સની ચઢ-ઉતરને સચોટ પણે બતાવી શકે છે, તો એવામાં શેર્સની કિંમતોમાં વર્ષમાં 4-5 વાર જ ફેરફાર જોવા મળવો જોઈએ. પણ આવું નથી થતું. શેર્સના ભાવ રોજ વધે ઘટે છે. આ ઉતાર-ચઢાવ અંગે ટેકનિકલ વિશ્લેષણથી જ જાણી શકાય છે.