બજાર » સમાચાર » ટેકનિકલ્સ - ક્લાસરૂમ

રિલેટિવ સ્ટ્રેંથ કમ્પેરેટિવ શું છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 16:44  |  સ્ત્રોત : Moneycontrol.com

 


ટેકનિકલવિશ્લેષણ મારફતે આપણે કોઈ પણ શેરની રિલેટિવ સ્ટ્રેંથ કમ્પેરેટિવ (આરએસસી) જાણી શકીએ છીએ. રિલેટિવ સ્ટ્રેંથ કમ્પેરેટિવનો મતલબ છે શેર્સની વધ-ઘટનો ઈન્ડેક્સ, બીજી કંપનીના શેર્સ અથવા સેક્ટર સાથે તુલના કરી શકીએ છીએ.


કોઈ શેર્સના પાછલા પ્રદર્શનને જાણવા માટે આરએસસીનો ઉપયોગ કરી શકાય છે. આરએસસીના પરિણામ મારફતે તમે જાણી શકશો કે શેર્સમાં રોકાણ કરવું નફાકારક રહેશે કે નહી.


જે શેર્સમાં ઈન્ડેક્સથી વધુ ઉતાર-ચઢાવ જોવા મળે છે, તો જરૂરી નથી કે શેર કોઈ એક દિશામાં કામકાજ કરે. જે શેર્સમાં આરએસસી કોઅફિશયન્ટ વધુ હોય છે, તે શેર ઈન્ડેક્સ અધિક વધે છે. પણ ઈન્ડેક્સની સરખામણીએ આ શેર્સમાં ધીમો ઘટાડો જોવા મળે છે.


આ શેર્સમાં રોકાણ કરવાથી વધુમાં વધુ નફો કમાઈ શકાય છે.