બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

તમારા વ્યક્તિગત નાણાકીય આયોજન માટે ૩૦:૧૦ નો નિયમ

આપણે વધુ ઊંડાણમાં ચર્ચા કરીએ એ પહેલાં, સ્પષ્ટ કરી દેવા જેવું છે કે દરેક વ્યક્તિતની, દરેક કુટુંબની, આર્થિક પરિસ્થિતિ અલગ હોય છે.
ના રોજ પ્રકાશિત Thu, 13, 2014 પર 14:57  |  સ્ત્રોત : Moneycontrol.com

કયારેય તમે તમારા આર્થિક સ્વાસ્થ્ય વિશે વિચાર કરી નવાઈ પામ્યા છો? જેમ કે શું હું ઘણા ખર્ચા કરું છું? શું મારું મૂડી રોકાણ ડહાપણભર્યું છે? આર્થિક કટોકટીનો સામનો કરવા જેટલો શું હું સક્ષમ છું? કોઈ કેવી રીતે પોતાની વ્યક્તિગત અર્થવ્યવસ્થા ને સંતુલિત રાખી શકે એમ છે?

એક રીત છે ૩૦:૧૦ ના નિયમથી મૂડીનું આકલન કરવું. અર્થાત, જે વ્યક્તિ સરેરાશ ૧૦૦રૂ. કમાતી હોય એણે પહેલાં ૩૦રૂ. જમા કરવા, ત્યાર બાદ ૩૦રૂ. પોતાની જવાબદારી-દેણદારીનાં, ત્યાર પછી ઘર ખર્ચ માટે ૩૦ રૂ. માત્ર ત્યાર પછી ના ૧૦રૂ. જોખમનાં નિર્ધારણ અર્થાત વિમા માટે.

આપણે વધુ ઊંડાણમાં ચર્ચા કરીએ એ પહેલાં, સ્પષ્ટ કરી દેવા જેવું છે કે દરેક વ્યક્તિતની, દરેક કુટુંબની, આર્થિક પરિસ્થિતિ અલગ હોય છે. અહીં માત્ર માર્ગદર્શન અપાયેલ છે જે વ્યક્તિને એમનાં પ્રત્યેકના આવક-જાવક પ્રમાણે લાગુ પડે છે.

કમ-સે-કમ ૩૦% બચાવો - આપણે સર્વસામાન્ય રીતે સર્વપ્રથમ ઘર ખર્ચ અને એ બધાં હિસાબ ચૂકતે કરીએ છીએ. ત્યારબાદ કોઈ બીજી જવાબદારીઓ કે ઉધારી  જેમ કે હોમલોન અને ત્યાર પછી જ જે કંઈ બચે એમાંથી જમા કરવાનો કે મૂડી રોકાણનો વિચાર કરીએ છીએ.

ત્રીસી વટાવેલ વિવાહિત, બે બાળકો વાળી વ્યક્તિ જેને ઘરનું પણ ઋણ (loan) ચૂકવાનું હોય એમણે આવકના ૩૦% જેટલી બચત તો કરવી જ જોઈએ. ઉદા. તરીકે : પરદેશ વસતાં ફૅમિલી ૭૦% જેટલી બચત એમની આવકમાંથી કરી શકે છે. કોઈ વ્યક્તિ જે યુવાન છે, અવિવાહિત છે અને જેણે કમાવવાની હજુ શરૂઆત જ કરી છે અને માતા-પિતા સાથે રહે છે, તો એ વ્યક્તિ આરામથી ૭૦% જેટલી બચત કરી શકે છે. કારણ એનાં ખર્ચા ઘણાં જ ઓછા હોય છે. જયારે એવી વ્યક્તિ જેમની વીસી પૂરી થવા આવી છે અથવા ત્રીસીની શરૂઆત છે, હાલમાં જ લગ્ન થયાં છે, ઘર ખરીધ્યું છે, એ વ્યક્તિ પોતાની આવકનાં માત્ર ૨૦% જ બચાવી શકે એવું પણ બને છતાંય, આ પરિસ્થિતિ દરેકની બાબતમાં અલગ હોઈ શકે છે.

બચતનું રોકાણ - મોંઘવારીનાં દર અંદાજે  ૭% દર વર્ષે વધતાં જ જાય છે, એવા સમયમાં આપણી મૂડી બચત ખાતામાં ૪% વ્યાજનાં દરે મૂકવાનો કોઈ મતલબ નથી. યોગ્ય તો ત્યારે કહેવાય જયારે તમે મૂડીનું રોકાણ, તમારી સંપતિનું નિયોજન લક્ષ્યમાં રાખીને કરો. આદર્શ રીતે, તમે જે બચાવો એનો ૧૦૦% નું તમારે નિયોજન કરી લેવું જોઈએ. તમે બચત કરવાની હજી શરૂઆત જ કરી હોય અને હાથમાં આવતી રોકડ રકમ વિશે અસમંજસમાં આવતા હોવ તો, તમે જે નિધાર્યા હોય એના ૮૦% જ રોકાણ કરવા, થોડા મહિનાં નિરિક્ષણ કરી પછી નિર્ણય લેવો. પોતાની મૂડીનો સકારાત્મક અભિગમથી સદુપયોગ કરીને ખર્ચ પર અંકુશ લાવવાનો આ એક સરસ પ્રત્યન છે.

જાવક-ખર્ચને ૩૦% સુધી મર્યાદિત રાખો – આપણી રહેણી-કરણી અને વય મર્યાદાનુસાર, આપણી આવકના ૩૦% થી વધુ ખર્ચ ના થાય એની કાળજી લેવી જરૂરી છે. સાધારણ રીતે જોવામાં આવ્યું છે કે રહેણી-કરણી, આપણી જીવન શૈલીનો ખર્ચ, ઘરખર્ચના ૨૫% થી ૪૦% જેટલો હોય છે. જો તમને ખ્યાલમાં આવી જાય કે ખર્ચા વધારે પડતાં છે, તો તમે શું કરશો? આપણે ફરજિયાત અને મરજિયાત ના બે વર્ગ પ્રમાણે ખર્ચનું આકલન કરવાની પદ્ધતિ અપનાવીએ. પોતાને પ્રશ્નો પૂછી પૂછીને, વારંવાર અમુક વસ્તુ કે ખર્ચ વગર ચાલી શકે કે? કંઈ ઓછું કરી શકાય કે એવું આપણે મરજિયાત વર્ગમાં આવતા ખર્ચ માટે કરી શકીએ છીએ. શરૂ શરૂમાં ખર્ચાઓ પર ૧૦% કપાત મૂકીને પ્રત્યન કરી શકાય છે. આપણા વિશાળ ખર્ચ પર ૧૦% ની છૂટ માંગી શકાય છે અથવા એ જ પૈસામાં ૧૦% વધુ મેળવવાનો પ્રત્યન કરી શકાય છે. પોતાની જાતને સવાલ કરો, જો ૧૦% ઓછાં પૈસા હાથમાં હોત તો એ પરિસ્થિતિમાં તમે શું કરત? કયા ખર્ચા ટાળી શકત?

તમારી EMI ને ૩૦% સુધી લાવો – તમારી આવકના ૪૦% ના આસપાસ EMI હોય છે. EMI એટલે સમાન માસિક હપ્તા. અમે ૩૦%નું ઉદ્દેશ્ય રાખવાની સલાહ આપીએ છીએ જેથી બચત કરવું સરળ રહે, આ ૩૦% ની EMIમાં તમારા ઘરનું, વ્યક્તિગત કાર, સોનાનું એ બધુ કર્જ આવી જાય. જો ઋણની જવાબદારી ૪૦%થી પણ વધુ હોય, તો આવક-જાવક ખાતું ફરી એકવાર જોઈને, કોઈ મોઘું પડતું કર્જ અગાઉ ભરપાઈ કરીને પણ બદલાવ લાવી શકાય છે. એવી કોઈ સંપતિ હોય જેની આવક કરતા ખર્ચ વધુ હોય, જેનું કર્જ પણ મોઘું પડતું હોય તો આપણે નુકસાની માં જ કહેવાઈએ. જો ઉધારી ઘણી બધી હોય તો એ ઓછી કરવા તરફ પણ વધુ ધ્યાન આપવું જોઈએ. આને એક મહત્વની યોજના સમજીને કામમાંથી સમય કાઢીને પણ લક્ષ્ય કેન્દ્રિત કરવું જરૂરી છે.

આપાતકાલીન પરિસ્થિતિ માટે ૧૦% સુધીનું મૂડી રોકાણ – મૂડીમાં સતત વૃદ્ધિ થતી રહે એ માટે આપણે જાતે સુરક્ષિત રહેવું પણ જરૂરી છે. જે તરફ વધુ પડતાં ખર્ચ થતાં હોય એ જગ્યાએ ધ્યાન આપી, ખર્ચ અંકુશમાં લાવવાનાં પ્રત્યન કરતાં રહેવું જોઈએ. આપણું સ્વાસ્થ્ય જીવન, અકસ્માત, ભયંકર માંદગી, દવાખાના આ બધી વાસ્તવિકતા અને આપણી હાથમાં આવતી વાર્ષિક આવકનાં ૧૦% જેટલો જ વિમાનો (પ્રિમિયમ) હપ્તો હોવો જોઈએ. આમાં ઘરની બધી વ્યક્તિનાં વિમાનાં હપ્તા, જે તમારા પર અવલંબિત છે એમના  પણ વિમાના હપ્તા ની ગણતરી આનામાં જ આવી જવી જોઈએ. અમે ટર્મ પ્લાન એટલે કે નિશ્ચિત કાળના વિમાને આનામાં સમાવીએ છીએ. બીજી કોઈ વિમા કે યુલીપ પ્લાન ની મૂડી રોકાણ પદ્ધતિમાં વધુ ખર્ચ થવાની શકયતા છે. અમે ઘણાં અલગ વ્યક્તિગત કિસ્સા પણ જોયા છે, જયાં ૦% થી ૨૨% સુધીનું વિમા પાછળ રોકાણ કરતી વ્યક્તિઓ છે. કાં તો એ વિમા પાછળ અત્યાધિક ખર્ચ કરે છે અથવા તો વીમા નુ રક્ષણ જરૂરત કરતા વધારે હોય છે.


લેખકઃ- રોહિત શાહ
રોહિત શાહ CFP CM અને ફાઉન્ડર અને CEO Getting YouRich.com ના છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે. સંપર્ક માટેનો ઈ-મેઇલઃ rohit@gettingyourich.com