ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 19, 2018 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

અવારનવાર જે મુદ્દાઓ પર પ્રશ્ન આવે છે તેવો મુદ્દો બક્ષીશની વાત કરીએ તો રોકડ સ્વરૂપે મળતી બક્ષીશ મળે છે તેની કરપાત્રતા શું છે?


વસ્તુ કે રોકડ સ્વરૂપે મળતી બક્ષિશ પર જોગવાઈ છે. કલમ 56 હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે નાણાંકિય વર્ષ દરમિયાન રૂપિયા 50,000 કરતા વધારે મુલ્યની બક્ષિશ મળે તો તેને કરદાતાની કરપાત્ર આવક ગણવામાં આવશે. ગીફ્ટ ટેક્સ કલમ 1958માં આવી છે. 2009ની વસ્તુ સંબંધી બક્ષિશની વિષેશ જોગવાઈ અમલમાં આવી છે.


આ બક્ષિશમાં કોઈ અપવાદ ખરા કે કેમ?


બક્ષિશ કોની પાસેથી મળે છે તે આધાર રાખે છે. જો તમે અપવાદમાં આવતા હોવ તો તમને સંપૂર્ણપણે કરમુક્ત રાહત મળે છે. લગ્નપ્રસંગે મળતી રકમમાં કોઈ કરવેરો લાગતો નથી. વસિયતમાં મળતી રકમમાં કોઈ કરવેરો લાગતો નથી. નિયત સગાઓ પાસેથી જે બક્ષિશ મળે તે કરમુક્ત રહે છે. સ્કોલરશિપની રકમ પણ કરમુક્ત રહે છે.


નિયત સગા કોણ કહેવાય અને કોની પાસેથી મળેલી બક્ષિશ કરપાત્ર ગણાય અને કોની પાસેથી મળેલી બક્ષીશ કરમુક્ત ગણાય?


કાકા ભત્રીજાને આપે તો તે કરમુક્ત છે પણ ભત્રીજો કાકાને આપે તો કરપાત્ર રહે છે. પિતરાઈ ભાઈ-બહેનને ભેટ આપીએ તો તે કરપાત્ર રહે છે. કલમ 56 પ્રમાણે નિયત સગામાં સામાન્ય યાદીમાં કોઈપણ વ્યક્તિના માતા-પિતા, દાદા-દાદી, પૌત્ર-પૌત્રી, લગ્નસાથી તેમજ તેના ભાઈ-બહેન કે માતા-પિતા તરફથી મળેલી બક્ષિશ કરમુક્ત રહે છે.


સવાલ-


મારો પ્રશ્ન હોમલોન ડિડક્શન પર છે, હું અને મારા પત્ની પ્રોપર્ટીમાં કો-ઓનર છીએ, તે પ્રથમ બોરોઅર છે અને હું બીજા નંબર પર છું. તો મને જાણવું છે કે કલમ 80Cમાં કેટલું ડિડક્શન મળે અને કલમ 80EEમાં કેટલું ડિડક્શન મળે?


જવાબ-


કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખ સુધીના હફ્તાની ચૂકવણી તમે બન્ને કરી શકો છો. વ્યાજના સંદર્ભમાં તમે બન્ને રૂપિયા 2 લાખ સુધી કલમ 24 હેઠળ તમે બાદ મેળવી શકો છો. રૂપિયા 3 લાખ સુધીના કપાતનો લાભ લઈ શકાશે.


સવાલ-


મારા દિકરો હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ 55,000 ભરે છે, તે બેઝીક 80D હેઠળ બાદ મેળવી શકે છે પરંતુ શું સિનિયર સિટીઝન ડિપેન્ડેન્ટ તરીકે તેને અન્ય 25,000 બાદ મેળવી શકે?


જવાબ-


ગત નાણાંકિય વર્ષ પ્રમાણે આપનો પુત્ર રૂપિયા 25,000 સુધીનું પ્રિમીયમ બાદ મેળવી શકે છે. તમારા માટે રૂપિયા 30,000ની લિમિટ રૂપિયા 50,000 કરવામાં આવી છે.


સવાલ-


જો ભારતીય નાગરિકત્વ ધરાવતો ૨૪ વર્ષનો યુવક UNO અને WORLD BANKમાં કોટ્રાક્ટ થી વિદેશમાં નોકરી કરતો હોય તો શું તેની વિદેશમાં થયેલ આવક ભારતમાં કરપાત્ર બને કે નહીં ?


જવાબ-


UNPI એક્ટ અંતર્ગત કોઈપણ કર્મચારીને પગાર, ભથ્થા કે પેન્શનની ચૂકવણી કરાતી હોય તો તેને કરમુક્ત ગણવામાં આવશે. કોન્ટ્રાક્ટના ધોરણે જો આવક હોય તો તમને રાહત ન મળે છે.


સવાલ-


લોંગટર્મ કેપિટલ ગેઈન અંગે સવાલ છે, રૂપિયા 94 - 95 આસપાસ મકાન ખરીદ્યું હતું જેને હાલ વેંચવુ હોય તો કેવી રીતે કેપિટલ ગેઈન લાગુ પડે?


જવાબ-


આપના મકાન માટે 1 એપ્રિલ 2001ના રોજ જે વ્યાજબી બજાર કિંમતને બેઝ પ્રાઈઝ ગણી તેના આધારે આયોજન કરવાનું રહેશે. કલમ 54EC હેઠળ કેપિટલ ગેઈનના બોન્ડ લઈ શકાય અથવા કલમ 54 હેઠળ અન્ય મકાનમાં રોકાણ કરી તેને લાભ લઈ શકો છો.


સવાલ-


મારા બહેન UK રહે છે, તેમના પાસે NRI અને NRO બન્ને એકાઉન્ટ છે, તેમને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવી છે, તો તેઓ ક્યા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે?


જવાબ-


તમે NRO એકાઉન્ટથી રોકાણ કરી શકો છો. NRO એકાન્ટના નાણાં થકી તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. NRE એકાઉન્ટમાંથી મળતી વ્યાજની કરમુક્તિનો લાભ લો છો.


સવાલ-


કલમ 80GGમાં કેટલા ફાયદા મળી શકે, અને તેના માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડી શકે?


જવાબ-


80GGમાં ભાડાની ચુકવણી કરી હોય અને હાઉસ રેન્ટ અલાઊન્સનો લાભ ન મળેવતા હોવ, તો લાભ મળે છે. મહત્તમ મહિને રૂપિયા 5000 લેખે વાર્ષિક રૂપિયા 60,000નો લાભ મળે છે. કુલ આવકના 10% થી જેટલી વધારાની રકમનું ભાડું ભરતા હોવ તો તમને આ કપાતનો લાભ મળશે. ભાડાની ચૂકવણી અંગે રેન્ટ રિસિટ ભરી શકો છો.


સવાલ-


હું નિવૃત્ત અધિકારી છું અને મને મેડિકલના રિએમ્બર્સમેન્ટ મળે છે રૂપિયા 1 લાખ સુધીનો, તો શું મને કલમ 80Dમાં કોઈ લાભ મળી શકે?


જવાબ-


ચાલુ નાણાંકિય વર્ષમાં રૂપિયા 15,000ની મુક્તિનો લાભ નહિં મળે છે. તમે સિનિયર સિટીઝન છો માટે રૂપિયા 50,000 સુધીની ચૂકવણીનો લાભ મળે છે. તમે રૂપિયા 50,000 સુધીનો થતો તબીબી ખર્ચ બાદ મળી શકે છે.


સવાલ-


STT ન ભરહતા કરમુક્તિનો લાભ મળી શકે?


જવાબ-


ગતવર્ષ સુધી આ મુદ્દે વાદ-વિવાદ હતો. STG ન ભર્યો હોય તો તમને લાભ મળી શકતો ન હતો. કલમ 112ની જોગવાઈમાં વ્યાપમાં આવતા હતા. ચાલુ નાણાંકિય વર્ષથી કલમ 112Aમાં 10% નો કર ભરવો રહે છે. STT ભર્યા સિવાય પણ ટેક્સ ભરવો રહે છે. ઘણી કંપનીઓ બ્રોકરને ઈન્વોલ્વ કરી બાયબેક કરાવતા હોય છે. તમને ગ્રેન્ડફાધરિંગનો લાભ લઈ શકો છો.