બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 27, 2018 પર 12:51  |  સ્ત્રોત : CNBC-Bajar

શા માટે થઇ રહ્યાં છે વિદેશમાં રોકાણ?


વિદેશમાં ઘરની વેલ્યુ વધારે લાગે છે. ભારતમાં પ્રોપર્ટીની કિંમત ઘણી વધારે છે. ભણતર કે બિઝનેસ માટે વિદેશમાં ઘર છે. અમુક રોકાણકાર પણ વિદેશમાં રોકાણ કરે છે. રૂપિયાની કિંમત ફેરવાતા લાભ વધી જાય છે.


ભારતીયો દુબઇમાં ઘર ખરીદે છે. દુબઇમાં ઘર લેવાથી નાગરિકતા મળે છે. અમેરિકામાં રૂપિયા 3 થી 3.5 કરોડનાં રોકાણથી નાગરિકતા મળી શકે છે. સાયપ્રસમાં પ્રોપર્ટીનાં રોકાણથી નાગરિકતા છે. મલેશિયામાં પણ ઘર ખરીદવાથી 10 વર્ષ માટે નાગરિકતા છે.


લંડન, દુબઇ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની પ્રોપર્ટીમાં રોકાણ છે. દુબઇમાં રૂપિયા 1.5 કરોડમાં 1500 SqFtનું ઘર મળી શકે છે. આ ઘરને ભાડે આપતા 8 ટકા રિટર્ન મળી શકે છે.દુબઇમાં લોન 4 ટકા વ્યાજદર પર મળશે.


દુબઇમાં લોન પ્રોપર્ટીની સામે મળે છે. બિઝનેસમેન માટે વિદેશમાં રોકાણ કરવું સરળ છે. પગારદાર વ્યક્તિ માટે વિદેશમાં ઘર લેવુ મુશ્કેલ છે.


RBIની LRS સ્કીમ મુજબ રોકાણ કરી શકાય છે. LRSની હાલમાં $2.5 લાખ વ્યક્તિ લાખનું રોકાણ કરી શકાય છે. આ રોકાણ માટે RBIની મંજૂરી જરૂરી નથી. એક ફેમલિ પ્લાનિંગ સાથે 2 મિલિયન$ નું ઘર લઇ શકે છે. મોંઘી રકમનું મકાન લેવા માટે RBIની મંજૂરી લેવી પડશે.


વિદેશની પ્રોપર્ટીમાં રોકાણનું આકર્ષણ વધ્યું છે. પ્રેસટિજ માટે પણ વિદેશમાં ઘર ખરીદતા હોય છે. ભવિષ્યમાં બાળક વિદેશ સેટ થવાનાં હોય માટે રોકાણ થાય છે. દુબઇનું પ્રોપર્ટી માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. લંડનનું પ્રોપર્ટી માર્કેટ મજબૂત છે. લંડનમાં દરેક દેશનાં લોકો રોકાણ કરે છે. લંડનમાં પ્રોપર્ટી લેવી સરળ છે. લંડનમાં પણ રેડી પ્રોપર્ટી લેવી વધુ હિતાવહ છે.


વિદેશની પ્રોપર્ટીમાં કઇ રીતે કરશો રોકાણ?


ભારતમાં પ્રોપર્ટી વેચી, નવી પ્રોપર્ટી ખરીદવાથી LTCG નથી લાગતો છે. ભારતની પ્રોપર્ટી વેચી,વિદેશમાં પ્રોપર્ટી લેવા પર LTCGમાં લાભ નહી. જે દેશમાં રોકાણ કરો ત્યાના ટેક્સ જાણી લો છે. દુબઇમાં કેપિટલ ગેઇન પર ટેક્સ નથી. લંડન, અમેરિકામાં ઘણો મોટો ટેક્સ છે. ભારતનું DTAA ક્યા દેશ સાથે છે જાણી લેવુ છે.


સવાલ-


રૂપિયા 1 કરોડમાં ક્યાં દેશમાં ઘર મળી શકે? અને કેટલુ મોટુ?


જવાબ-


દુબઇમાં તમને લાર્જ 1 BHK મળી શકે છે. મલેશિયામાં તમરા બજેટમાં ઘર મળી શકે છે. ઘર ખરીદતા પહેલા ત્યાનાં કાયદા જાણી લેવા છે.


સવાલ-


ભણતર પછી કાયમી વસવાટ માટે ક્યો દેશ સારો?


જવાબ-


ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન, USA વગેરે દેશમાં ભણતર માટે લોકો જાય છે. દુબઇમાં પણ ભારતથી નજીક છે. અભ્યાસ માટે લંડન વધુ લોકો જાય છે. લંડનમાં નાના ઘર રૂપિયા 3, 3.5 કરોડમાં મળી શકે છે. કંટ્રી સાઇડમાં સારૂ ઘર મળી શકે છે.


સવાલ-


રોકાણ માટે બીજા દેશોમાં ઘર ખરીદી શકાય?


જવાબ-


ભારતનું પ્રોપર્ટી માર્કેટ સ્થિર છે. ભારતમાં પ્રોપર્ટીની લે-વેચ મુશ્કેલ છે. ભારતમાં વિદેશની સરખામણીમાં રેન્ટલ ઇનકમ ઓછી. વિદેશમાં રોકાણ કરવું હોય તો 10 વર્ષથી વધુ સમય માટે કરવું છે. ઘર ભાડે આપવા માટે વિદેશ જવાની જરૂર નથી. તમારા બ્રોકર તમારૂ ઘર ભાડે આપી શકે છે. વિદેશમાં સર્ટિફાઇડ બ્રોકરની સેવા લઇ શકાય છે. વિદેશમાં પ્રોપર્ટી ઇન્શયોરન્સની સેવા સારી છે. વિદેશમાં યુઝેબલ એરિયા પ્રમાણે ડીલ થાય છે. ભારતીયો વિદેશમાં નાના પણ શહેરનાં હાર્દમાં ઘર પસંદ કરે છે.