બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટમાં રોકાણ વખતે શું ધ્યાન રાખવું?

ના રોજ પ્રકાશિત Tue, 27, 2018 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું.

મની મેનેજરમાં આજે માર્કેટમાં રોકાણ વખતે શું ધ્યાન રાખવું?, વોલેટિલીટી vs ઈન્ફ્લેશન- ક્યા પ્રકારનું જોખમ છે? અને દર્શકોનાં સવાલ.

મની મૅનેજરમાં આપણે રોકાણ બાબતે ઘણીવાર ચર્ચા કરીએ છીએ, અમે તમને ઘમી વાર કહીએ છીએ કે રોકાણનાં નિર્ણય સમજી વિચારીને લેવા અને સમયે સમયે તમારા રોકાણનું રિવ્યુ કરતા રહેવું કારણ કે સમયની સાથે માર્કેટની પરિસ્થીતી કે આપણા ફાયનાન્શિયલ ગોલ પણ બદલાઇ શકે છે, તો આજે આપણે નાણાંકિય આયોજનને લગતી આવી જ બધી બાબતોની ચર્ચા કરીશુ, આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થનાં લેખક ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે રોકાણકાર માટે મુખ્ત્વે 2 પ્રકારનાં જોખમ હોય છે. અમુક જોખમ પારદર્શક તો અમુક જોખમ અપારદર્શક હોય છે. શેર માર્કેટનાં જોખમને પારદર્શક ગણી શકાય. એફડી વગેરેમાં ફુગાવાનાં દર સામેનું રિસ્ક છે, આ અપારદર્શક જોખમ છે. વગર જોખમે વળતર મળવું શક્ય નથી. બજારની ચઢ ઉતરની અસર કરતા મનની ચંચળતાની અસર રોકાણકાર પર વધુ છે.


અમુક વખત બજાર તુટે ત્યારે લોકો ડરીને રોકાણથી બહાર નીકળે છે. અમુક લોકો એસઆઈપી રોકી દેતા હોય છે, રોકાણ સતત કરતા રહેવુ જરૂરી છે. ચઢતા-ઉતરતા બજારથી ડરી રોકાણ અટકાવવું નહી. તમારા નાણાંકિય ધ્યેય આપી રોકાણ કરવું. લાંબાગાળાનાં નાણાંકિય ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકો. ટુંકાગાળાનાં નાણાંકિય ધ્યેય માટે ડેટમાં રોકાણ કરી શકો.


સતત રોકાણથી લાંબાગાળે સંપત્તીનું સર્જન થઇ શકે. બીજા લોકોનું અનુકરણ કરી રોકાણનાં નિર્ણય ન લેવા. રોકાણ માટેનો ઉત્તમ વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણથી તમારો પોર્ટફોલિયો ડાવર્સિફાઇડ રહે છે. રોકાણ બજાર પ્રમાણે નહી પરંતુ તમારા ધ્યેય પ્રમાણે હોય તે મહત્વનું છે. રોકાણકારોમાં ધીરજ હોવી ખૂબ જરૂરી, લાંબાગાળાનાં રોકાણથી સારૂ વળતર મળશે. બજાર પડે ત્યારે રોકાણ અટકાવવું ન જોઇએ.

સવાલ: આ સવાલ આવ્યો છે દેવાંશી નાયકનો તેમણે જણાવ્યુ છે કે તેઓ 28 વર્ષનાં અનમેરીડ વર્કિંગ વુમન છે. માતા પિતા થોડા ઘણા અંશે તેમના પર નિર્ભર છે. તેમના પરિવારનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર 7 લાખ છે, અને એમનો સવાલ છે કે શું મને ટર્મ ઇન્શ્યોરન્સની જરૂર છે?

જવાબ: દેવાંશી નાયકને સલાહ છે કે તમારે ટર્મ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ.

સવાલ: નિમેશ જોષી 40 વર્ષનાં છે તેમની આવક ₹30,000 છે. મારો ખર્ચ 10000 છે. 5 લાખની FD છે.મારા કોઇ સપના કે જવાબદારી નથી. મારી બચત માથી ભંડોળ બનાવી અનાથ આશ્રમને દાન કરવું છે, તો હુ કઇ રીતે રોકાણ કરૂ તો 5 થી 10 વર્ષમાં હુ મારી આ ઇચ્છા પુરી કરી શકુ.

જવાબ: તમે તમારૂ એફડીમાં રોકાણ સતત રાખી શકો. તમે આ રકમ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો.

સવાલ: તેઓ સ્ટુડન્ટ છે તેમની પાસે ₹56000ની રકમ છે, તેમને બાઇક લેવી છે તો શુ તેમણે લોન લેવી જોઇએ કે આ રકમ વાપરવી જોઇએ આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે આ રકમનું રોકાણ કરવા અંગે પણ વિચારૂ છુ પણ રોકાણ માટે આ રકમ ઘણી ઓછી છે.

જવાબ: રૂષિલ ભાવસારનું કહેવુ છે કે તમે આ રકમનાં રોકાણથી લોન લેવા વગર બાઇક લઇ શકો. તમે એસઆઈપી દ્વારા રોકાણ ચાલુ કરી શકો.