બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કેવી રીતે કરશો નવા વર્ષનું નાણાકિય આયોજન

ના રોજ પ્રકાશિત Wed, 02, 2019 પર 10:33  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત કરું છું. આજના મની મેનેજરમાં જાણીશું 2019નાં નાણાંકિય આયોજનનો એક્શન પ્લાન, નવા વર્ષમાં કઇ રીતે કરવું નાણાંકિય આયોજન, કઇ બાબતોનું ધ્યાન રાખવું?.


મની મેનેજરનાં સૌ દર્શકોને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. નવા વર્ષમાં તમે તમારા તમામ ફાયાન્નશિયલ ગોલને અચીવ કરવા તરફ વધુ આગળ વધો એજ મારા અને મની મેનેજર ટીમ તરફથી શુભકામના. અને આ શુભકામમાં તમને સાથ આપવા હુ, અને અમારા ફાયનાન્શિયલ એક્સપર્ટ સતત તમારી સાથે જોડાયેલા રહેશુ.


અને આજે આપણે વાત કરવાનાં છે 2019માં ફાઇનાન્શિયલ પ્લાનિંગનાં એક્શન પ્લાનની અને આ બાબતે આપણા સૌનું માર્ગદર્શન કરવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયાનન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશર.


તમારા માસિક કૅશ ફ્લો અને ફેમલિનુ વાર્ષિક બજેટ યોગ્ય રીતે તૈયાર કરી લો. ધ્યાન રાખો કે તમારા ખર્ચ ઉપર તમારો કાબુ રહે છે. તમારૂ ટેક્સ પ્લાનિંગ યોગ્ય રીતે કરી લો. માર્ચ-2019 સુધી ટેક્સ પ્લાનિંગ થઇ જવુ જોઇએ. એપ્રિલ 2019થી તેનો તમારા નાણાંકિય આયોજન મુજબ અમલ શરૂ કરવો છે. તમારી એસઆઈપી સતત કરતા રહો-રોકાણમાં બની રહો છે.


માર્કેટની ઉતર-ચઢ સાથે SIPનાં રોકાણ અટકાવવા નહી. તમારા ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોને રિવ્યુ કરી લો. લાઇફ અને હેલ્થ કવર પુરતુ હોવુ ખૂબ જરૂરી છે. જો કોઇ ખોટી પોલિસી લેવાઇ હોય તો તે કાઢી શકાય છે. તમારૂ ઇમરજન્સી ફંડ યોગ્ય છે કે નહી ચકાસી લો છે. 3-6 મહિનાનાં ખર્ચ જેટલી રકમ એફડી પ્રતિ લિક્વિડ ફંડમાં રાખો છે. તમારા નાણાંકિય ધ્યેયનો રિવ્યુ કરી લો. ધ્યેય નક્કી કરતી વખતે ફેમલિને સાથે રાખો છે. વેકેશનનું પ્લાનિંગ પહેલાથી કરો છે.


પહેલીથે બચત કરી, ટેન્સન ઓછુ કરો છો. સિનિયર સિટિઝનનાં રોકાણનું રિવ્યુ કરો છે. સરકારી યોજનાનાં વ્યાજદર ચકાસી લો. ગો ડિજીટલ-રોકડનો ઉપયોગ ઘટાડો છે. રોકાણ કરવા માટે જુદા જુદા એપલિકેશન હોય છે, જો કે યુપીઆઈ / ભીમ / પાટીએમનો ઉપયોગ કરી શકો છો. તમારૂ નાણાંકિય આયોજન સરળ રાખો છે. રોકાણ સતત કરો અને સમજીને કરો છો. સરળતા થી સફળતા મેળવો છે.