બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરનાં 500 એપિસોડની ઉજવણી - 2

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 09:42  |  સ્ત્રોત : CNBC-Bajar

સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે 2019માં થનારી ઘટનાઓ અને તેની અસર જોઈએ તો ચાઇનાના સ્લો ડાઉનની અસર થઇ શકે છે. બ્રેકસિટને કારણે વોલેટિલિટી આવી શકે. લોકસભાની ચુંટણીથી પણ માર્કેટને અસર થશે. ગ્લોબલ ટ્રેડ વોરની પણ અસર દેખાઇ શકે. ભારતીય અર્થતંત્ર પર આ તમામ ઘટનાની અસર દેખાશે.


આ ઘટનાની જાણકારી મેળવી પોતાના રોકાણ કરવા. જાણકારી મેળવવાથી ખોટા નિર્ણયથી બચી શકાય. નવા રોકાણકારે રોકાણની શરૂઆત કરી દેવી જોઇએ. નવા રોકાણકાર પાસે લાંબા સમયગાળા છે. લાભ કે નુકસાનથી વધુ પ્રભાવિત ન થવું જોઇએ. રોકાણ રેગ્યુલરલી કરવું ખૂબ જરૂરી.

ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરીના મતે શૅર માર્કેટ સૌથી વધુ રિટર્ન આપી શકે છે. આવનારા સમયમાં ઘણી ઘટનાઓ બનવાની છે. બજારમાં આ વર્ષે ઘણી વોલેટિલિટી રહી શકે છે. આ વર્ષે લિક્વિડિટી જાળવવી મહત્વની રહેશે. બોન્ડમાં રોકાણ કરી શકો છો. એસટીપી દ્વારા રોકાણ કરવું હિતાવહ છે. અમુક નાણાં લિક્વિડ ફંડમાં રાખવા. રોકાણની સારી તક આવે તો રોકાણ કરી શકાશે. આ વર્ષમાં સારી કંપનીમાં રોકાણ કરવાની તક. ઘટનાઓથી ડરી રોકાણ રોકવા નહી.

ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયાનન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશરના મુજબ આપણા નાણાંકિય ધ્યેય ક્યારે છે તે મહત્વનું છે. 2 વર્ષમાં ધ્યેય હોય તો ઇક્વિટીમાંથી રોકાણ કાઠી લેવુ. ગોલ નજીકનાં ભવિષ્યમાં હોયતો ફિક્સમાં રોકાણ લાવી દેવુ. ધ્યેય માટે લાંબોગાળો હોયતો ઇક્વિટીનાં રોકાણ ચાલુ રાખવા. વોલેટિલિટી સમયે ઇન્શ્યોરન્સની સુરક્ષા હોવી ખૂબ જરૂરી.


અસેટ અલોકેશન કરી રિબેલેન્સિંગ કરી શકાય. વધુ પડતા ફંડમાં રોકાણ ન કરવું. લાર્જકેપમાં ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાય. આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય. આઈસીઆઈસીઆઈ પ્રુડે.નું નિફ્ટી NEXT50 ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાય. રિલાયન્સ સ્મોલ કેપમાં રોકાણ કરી શકાય. ડીએસપીનાં મિડકેપમાં રોકાણ કરી શકાય. તમારા જોખમ સમજી કોઇ પણ રોકાણ કરવા.

યોગિક વેલ્થ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને લેખક ગૌરવ મશરૂવાલાનું માનવુ છે કે નવા વર્ષનાં ધ્યેય નક્કી કરી લેવા. માર્કેટમાં અનેક કારણોથી ચઢાવ-ઉતાર થતા રહે છે. બાહ્ય પરિબળોથી આપણા ધ્યેય બદલાતા નથી. ધ્યેય નક્કી કરી લીધા બાદ તેને મેળવવાનું આયોજન થઇ શકે. ઇન્શ્યોરન્સ પ્રિમિયમ ભરવાની તારિખો જોઇ લેવી. ફેમલિએ એન્યુઅલ ગોલ પ્લાન કરી લેવા. પોતાનાં ધ્યેય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આપણા ધ્યેય બહારી પરિસ્થિતી પ્રમાણે બદલાતા નથી. બજારની ચંચળતા સમયે રોકાણ ચાલુ રાખવા. દરેક ઇવેન્ટ પર રોકાણ બદલવા જરૂરી નથી.