બજાર » સમાચાર » પ્રોપર્ટી

બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટરની અપેક્ષા

ના રોજ પ્રકાશિત Mon, 28, 2019 પર 11:10  |  સ્ત્રોત : CNBC-Bajar

પાચ વર્ષના લેખા જોખો અને એની સામે બજેટ. બધી વસ્તુ જોઇને હાઉસિંગ ફોર ઓલ આ એક મોટો રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ઘણી બધી ઘોષણા અને સપશિડી પણ આપી છે. પ્રધાનમંત્રીની ઘોષણા બાદ આ બેજટ થી હાઇસિંગ પાસે શું એપેક્ષા છે. આગળ જાણકારી લઇએ પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલ અને બોમન ઇરાનીના સીએમડી, બોમન ઇરાની પાસેથી.


પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલનું કહેવુ છે કે સરકારે 5 વર્ષનાં કાર્યકાળમાં ઘણા કામ કર્યાં છે. હાઉસિંગ ફોર ઓલ સરકારનો ખૂબ સારો પ્રયાસ છે. શહેરો માટે 2 કરોડ ઘરો બનાવવા પ્રોત્સાહન અપાયા છે. અફોર્ડેબલ હોમ લોન પર 6.5 ટકાની સબસિડી અપાઇ છે. 10 થી 15 લાખની લોન લેનારને ઘણો લાભ છે. અમૃત નામથી એક યોજના શરૂ કરાઇ છે. 500 જેટલા નાના શહેરોનો વિકાસ અમૃત યોજના છે. 20 લાખ જેટલા રોજગાર કંશટ્રકશન દ્વારા ઉભી થઇ શકે છે.


અફોર્ડેબલ હાઉસિંગ યોજનાને પ્રોત્સાહન અપાયા છે. અફોર્ડેબલની વ્યાખ્યા કિંમત પરથી નહી વિસ્તારથી કરાઇ છે. અફોર્ડેબલ ડેવલપમેન્ટ પરનાં નફો પર ડેવલપરને ટેક્સ નહી લાગે. અફોર્ડેબલમાં ઘણી બીજી રાહત પણ અપાઇ છે. મુંબઇમાં નો ડેવલપમેન્ટ ઝોનમાં રાહત અપાઇ છે. અરબનાઇઝેશનને ધ્યાને રાખી સરકારે કામ કર્યાં છે. મુંબઇમાં FSI વધારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ ઘર લેનારને સ્કીયોર ક્રેડિટર્સ તરીકે ગણાના કરી છે.


RERAથી સેક્ટરમાં પારદર્શકતા આવી છે. પાછલા બજેટની યોજનાઓ અટકે નહી તે ખૂબ જરૂરી છે. ડીમ રેન્ટલ સેકશનમાં ડેવલપર્સને રાહત અપાવી જોઇએ. રેડી રેકનર રેટ ઘણી મોટી સમસ્યા છે. રેડી રેકનર રેટ માર્કેટ કરતા ઘણા વધારે છે. રેડી રેકનર પર કેપિટલ ગેઇન ગણાય છે. બાયર્સને ઘણા મોટા ટેક્સ લાગી રહ્યાં છે. સરકારે રેડી રેકનરની કિંમત ઘટાડવી ખૂબ જરૂરી છે. રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અપાવું જોઇએ. 50 ટકા લોકો ભાડેનાં ઘરમા રહે છે.


પ્રોપર્ટીની માંગ કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન આપવું જોઇએ. જે સપ્લાઇ છે તેને કઇ રીતે વેચી શકાય તેના પર ધ્યાન અપાવું જોઇએ. સાઇસિંગ અને પ્રાઇસિંગએ બે મહત્વનાં મુદ્દા છે. અફોર્ડેબલ હાઉસિંગમાં સારી માંગ વધી છે. ઘરની સાઇઝ યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે. રોકાણકાર હવે માર્કેટમાં રહ્યા નથી. હવે ડેવલપરે માત્ર રિયલ યુઝર પર જ નિર્ભર થવુ પડશે.


એનબીએફસીની સમસ્યાને કારણે ડેવલપરની સમસ્યા વધી છે. લિક્વિડીની ઘણી સમસ્યા ડેવલપરને થઇ રહી છે. ટાઇટલ ઇન્શ્યોરન્સ પર કામ થવુ જોઇએ. જીએસટી 5 ટકા સુધી ઘટાડવાની વાત થઇ રહી છે. ઓસી હોય તે પ્રોજેક્ટ પર જીએસટી નથી લાગતું. 5 ટકા જીએસટી લાભકારક છે કે નહી તે કહેવું મુશ્કેલ છે.


બોમન ઇરાનીના સીએમડી, બોમન ઇરાનીનું કહેવુ છે કે સરકારે હોમ્સ ફોર ઓલ માટે ઘણા પ્રયાસ કર્યાં છે. ગ્રાહકોને રાહત મળે એજ ડેવલપર્સની માંગ છે. મુંબઇમાં ડીપી 2034 જાહેર થઇ ગયો છે. મુંબઇ માટે ઘણો સારો ડીપી આવી રહ્યો છે. નવા ડીપી થી ઘણી ક્લેરિફિકેશન આવ્યા છે. નવા ડીપી થી ઘણા લાભ મળી શકે છે. રિડેવલપમેન્ટ માટે નવા DPમાં ઘણી સારી બાબતો છે. સ્લમ ડેવલપમેન્ટનાં ઘણા કામ થયા છે.