બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

બજેટ સ્પેશલ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Fri, 01, 2019 પર 18:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ સ્પેશલ મની મેનેજરમાં તમારૂ સ્વાગત છે. આજે નાણાંમંત્રી પિયુષ ગોયલે બજેટ રજુ કર્યું, જેમા ખેડૂતો ઉપરાંત મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ પર ધ્યાન અપાયું છે. પર્સનલ ફાયનાન્સને લગતા મુદ્દાઓની વાત કરીએ તો ટેક્સમાં અમુક રાહતો અપાઇ છે.તો આ કઇ રાહતો છે અને તેનાથી તમારા નાણાંકિય આયોજન પર શું અસર પડશે તેની ચર્ચા આજે આપણે કરીશુ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ધ્રુવા એડવાઇઝર્સનાં પાર્ટનર પુનિત શાહ, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં કાર્તિક ઝવેરી અને ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

કલ્પેશ આશરનાં મતે રૂપિયા 6.5 લાખની વાર્ષિક આવક, 1.5 લાખનું રોકાણ કર્યા બાદ ટેક્સ ફ્રી બની શકશે. રૂપિયા 9.5 સુધીની આવકવાળા વ્યક્તિઓને ટેક્સમાં રોકાણ બાદ રાહત મળી શકશે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે સ્કીમની જાહેરાત થઇ છે. પાછલા બજેટમાં સિનિયર સિટીઝનને લાભ અપાયો હતો. આ બજેટમાં મિડલક્લાસ અને પગારદાર વર્ગ પર ધ્યાન અપાયુ. રિયલ એસ્ટેટને રિવાઇવ કરવાનાં પ્રયાસ બજેટમાં થયા છે. પેન્શન સ્કીમનો લાભ 42 કરોડ લોકોને મળી શકશે.

કાર્તિક ઝવેરીનાં મતે કેપિટલ ગેઇનની રૂપિયા 2 કરોડ સુધીની રકમ તમે 2 પ્રોપર્ટીમાં ઇનવેસ્ટ કરી શકશો. વ્યાજની આવક પર ટેક્સ રાહત અપાઇ છે તેનો લાભ સિનિયર સિટિઝનને મળી શકશે.

પુનિત શાહનાં મતે 80cની લિમિટમાં વધારો કરવાની જરૂર હતી. બજેટમાં થયેલા ટેક્સનાં ફેરફાર નવા નાણાંકિય વર્ષથી લાગુ થશે.


ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે આ ફાયદો જે પણ મધ્ય ગાળાની આવક હોય એને આપવામા આવી છે. જેની પણ આવક 5 લાખ સુધી હોય એને જ આ મળી શકે છે. જે તમારી ટેક્સએબલ આવક 5 લાખની હયો તેજ લોકોને આ સ્કીમનો ફાયદો મલી શકે છે. આજે જે ફાયદો આપ્યો છે એ Sce 80A માં આપવામાં આવ્યો છે. એને ટેક્સની રિબેટ કહેવામાં આવે છે.