બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

બચત કરવાના બહેતર ઉપાય

બચત એટલે કરકસર કે કંજૂસાઈ નથી પણ રૂપિયાનો યોગ્ય જગ્યાએ યોગ્ય ઊપયોગ કરવો તે છે.
ના રોજ પ્રકાશિત Mon, 22, 2014 પર 08:15  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના આ મોંઘવારીના સમયમાં રૂપિયા કમાવવાની સાથે સાથે રૂપિયા બચાવવા પણ એટલા જ જરૂરી છે. બચત એટલે  કરકસર કે કંજૂસાઈ નથી પણ રૂપિયાનો યોગ્ય જગ્યાએ યોગ્ય ઊપયોગ કરવો તે છે.
બચત કરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી ફાયદો થઈ શકે છે.

•    શોપીંગ કરતી વખતે હંમેશા તેનું લીસ્ટ બનાવો અને બજેટ પણ નક્કી કરો.
•    જરૂરિયાતો પર ધ્યાન આપો લકઝરી પર નહી.
•    બની શકે તેટલુ નેગોશીયેટ કરો. T.V., છાપા અને Online Offers કે Sale પર હંમેશા ધ્યાન આપો.
•    You Tube પર ‘How To Save Money’ તેમજ ‘America’s Cheapest Family’ ના વીડિયો જુઓ.
•    Money Saving વિષે ની બુક વાંચો અને તે સૂચનાઓનો અમલ કરો.

મૉલ શૉપિંગ:-


•    દરેક મોલ અલગ અલગ રીતે Discount આપે છે. જેમકે, D Mart કે Metro માં ઓછા ભાવે વસ્તુઓ મળે છે. તેઓ Direct Cash Discount આપે છે. કોઈ મોલમાં Reward Card હોય છે જેમાં Points ભેગા કરીને ફાયદો મેળવી શકાય છે. Big Bazar જેવા મોલમાં દરેક મહિનાની ૧થી૧૦ તારીખ સુધી Discount હોય છે અને ૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી Special Discount હોય છે. ત્યારે જરૂરી વસ્તુઓ ઓછા ભાવે મેળવી શકાય છે.

•    મોલ શોંપીગ કરતી વખતે સવારનો ૧૧થી૧ નો ટાઈમ અને બને તો વીક-ડેમા જવુ જેથી ભીડ થી બચી શકાય. મોલમાં ઘણી વખત ઍક ખરીદો અને ઍક મફત મેળવો   (BOGO - Buy One, Get One) Offer હોય છે જેમકે, Biscuits Sauce, Deo વગેરે Offer થી ફાયદો મેળવી શકાય છે.


•    દરેક મોલમાં પોતાની Brandની વસ્તુઓ બીજી બ્રાન્ડ કરતા સસ્તી મળે છે. તેને ટ્રાય કરી શકાય છે જેમકે ચા, ઘી (Fresh & Pure) કપડા (DJ&C) ઈલેકટ્રોનિકસમાં (Croma, Reliance R Connect) વગેરે બ્રાન્ડ ના પ્રૉડક્ટ જોઇ શકાય છે

Credit Card નો ઊપયોગ કરીને બચત: -

•    ક્રેડિટ કાર્ડનું બિલ હંમેશા ટાઈમ પર ચૂકવતા હો તો તેને વાપરીને ફાયદા મેળવી શકો છો. અલગ અલગ ક્રેડિટ કાર્ડ અલગ અલગ ફાયદાઓ આપે છે. તમને ક્રેડિટ કાર્ડ વાપરવાથી પોઈન્ટ મળે છે. જે કાર્ડ વધારે પોઈન્ટ સાથે અને જેના પોઈન્ટસની વેલ્યુ વધારે હોય તે વાપરીને ફાયદો મેળવી શકાય છે.
•    ક્રેડિટ કાર્ડ જે  રીવૉર્ડ્ પોઈન્ટસ આપે છે તેનો ઉપયોગ કરીને ઘરની કે તમારી જરૂરી વસ્તુ ખરીદી શકાય અથવા તેનો કેશમાં ફાયદો લઈને ક્રેડિટ કાર્ડનું બિલ ઓછુ કરી શકાય.
•    અમુક ક્રેડિટ કાર્ડમાં Movie ની ટિકિટ માટે BOGO ઑફર મળે છે.
•    અમુક ક્રેડિટ કાર્ડમાં Air Mileage પણ આપે છે. જેનાથી Flight Ticket મેળવી શકાય છે. જેમ કે American Express Platinum Travel Card માં વરસે  ૧.૯ લાખ ખર્ચો તો Indigo Flight નું ૭,૭૦૦/- વાઉચર અને ૪ લાખ ખર્ચો તો ૧૧,૮૦૦/- ઈન્ડિગો વાઉચર + ૧૦,૦૦૦ નું તાજનું વાઉચર ભેટ મા મળી શકે છે.
•    કોઈ કોઈ ક્રેડિટ કાર્ડમાં સારી કેશ બેક ઓફર મળે છે.
•    અમુક ક્રેડિટ કાર્ડમાં વર્ષમાં એક વખત Discount Booklet પણ આપે છે.

ઑનલાઇન શૉપિંગ: -

•    આજનો જમાનો ઑનલાઇન શોંપીગનો છે. જેનાથી પૈસા, ટાઈમ અને એનર્જીની બચત થાય છે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ઑનલાઈન રેટ ચેક કરીને આગળ વધવું. ઑનલાઈન શોંપીગમાં ડિસ્કાઉન્ટ મેળવવા CouponDuniya, CouponzGuru, Groupon, CashKaro જેવી વેબસાઈટ નો ઉપયોગ કરીને Coupon Code વાપરીને ફાયદો મેળવી શકાય.


•    Free Sample માં રસ ધરાવતા હોય તો getfreedealz અને તેના જેવી બીજી વેબસાઇટ વાપરીને ફાયદો મેળવી શકાય છે.


•    મોબાઈલ રીર્ચાજ માટે પણ Freecharge વાપરીને Café Coffee Day, Barista કે McDonalds ની ઑફર મેળવી શકાય.


•    ઘણી વખત Online Festival Discount પણ સારા ફાયદાકારક હોય છે.


•    વર્કિંગ વુમન માટે ટાઇમ નો અભાવ હોય છે. તેઓ ઘરની નાની મોટી જરૂરિયાતો માટે bigbasket કે localbanya જેવી વેબસાઇટ નો ઉપયોગ કરીને એનર્જી બચાવી શકાય અને ઑફરોનો ફાયદો લઈ શકાય છે.

છાપા + ટી.વી + મોબાઇલ: -


•    આજકાલ દરેક ન્યુસ પેપર ઑનલાઇન વાંચી શકાય છે અને દરેક પાસે સ્માર્ટ ફોન અને અનલિમિટેડ ઈન્ટરનેટ તો હોય છે. જો ફિઝિકલ કોપી જોઈતી જ હોય તો વાર્ષિક લવાજમ ભરી દેવાથી ફાયદો થઈ શકે છે.


•    ટી.વી માટે વાર્ષિક પેમેંટ કરી દેવાથી ઍકાદ મહિનો ફ્રી મળી શકે છે. મોબાઈલમાં એક જ Service provider પાસેથી ઘરના નંબર લેવાથી ફાયદો થાય છે જેમેકે એક નંબર પર વાત કરવી ફ્રી બની શકે છે. ર્કોપોરેટમાં કામ કરતા લોકો ર્કોપોરેટ પ્લાન (CUG) લઈને ફાયદો મેળવી શકે છે.

બુકસ અને સ્ટેશનરી: -


•    જો બુકસ વાચવાનો શોખ હોય તો બધી જ બુકસ ખરીદવાને બદલે Library જોઈન કરી શકાય છે.


•    જો બુક ખરીદવી જ હોય તો ઑનલાઈન ખરીદવી સસ્તી પણ મળે અને ઑનલાઈન ફ્રી ઓડિયો બુક પણ ચેક કરી શકાય.


•    બુક માટે ઑનલાઈન સેલ પણ હોય છે. ક્રોસ વર્ડમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનાનું સેલ પણ જોઈ શકાય છે. ક્રોસવર્ડ નુ રીવોર્ડ કાર્ડ પણ વાપરી શકાય.


•    ઑનલાઈન બુક ખરીદવામાં e-book અને kindle edition, paperback કરતા સસ્તા પડે છે.


•    ઘર અને ઑફિસમાં ઘણા બધા પત્રવ્યવહારના કાગળો આવતા હોય છે જેની પાછળની સાઇડ કોરી હોય છે તેવા કાગળો એકઠા કરીને બાઇડિંગ કરીને રફ કામ માટે વાપરી શકાય છે.

ઘરમાં કઈ રીતે બચત કરવી:-


•    દિવસમાં એકવાર ફ્રિજ જરૂર ચેક કરવું જેથી કોઈ વસ્તુ ખરાબ થતી હોય તો તેનો નિકાલ અથવા વાપરવા લાયક હોય તો ઉપયોગ કરી શકાય.


•    ઘરમાં કિચન અપ્લાયન્સ કે ઈલેક્ટ્રોનિકમાં એક્સટેન્ડેડ વોરન્ટી લઈ લેવી જેથી મોટા નુકસાનથી બચી શકાય.


•    ઘણી વખત ઘરમાં અચાનક મહેમાન આવી જાય તો બજારમાંથી લવાયેલા ફરસાણ, મીઠાઈ મોંઘા પડી જાય છે ત્યારે ઘરમાં રહેલા રેડી ટુ કૂક ના પેકેટ સસ્તા અને ટાઈમ બચાવનારા સાબિત થાય છે.


•    ઘરમાં રહેલા છુટ્ટા પૈસાને આપણે મહત્વ નથી આપતા પરંતુ ચિલ્લર માટે એક પિગી બેંક રાખીને ચિલ્લર એકઠી થાય ત્યારે જરૂરિયાતની વસ્તુ ખરીદવાથી આનંદ મળે છે.


આવા નાના મોટા ઉપાયો અજમાવીને રૂપિયાની જયારે બચત થાય છે ત્યારે તેનો ફાયદો જણાય છે. જયારે કોઈ વ્યક્તિ આવી સારી ટેવ વિકસાવીને નાણાંકીય ફાયદો મેળવતો જાય છે, ત્યારે તે વ્યક્તિ પોતે જ નવા નવા રસ્તાઓ શોધતો થઈ જાય છે.


લેખીકા:- કુંજલ શા
કુંજલ શાહ www.gettingyourich.com ના Director છે. તેમનો સંપર્ક kunjal@gettingyourich.com પર થઈ શકે છે.