બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટને મળ્યો જીએસટી રેટ કટ

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 15:52  |  સ્ત્રોત : CNBC-Bajar

લાયસસ ફોરસના એમડી પંકજ કપુરનું કહેવુ છે કે અંડર કશટ્રકશન ઘર પર જીએસટી 12 થી 5% કરાયો. અફોર્ડેબલ હોમ્સ માટે જીએસટી 8% થી 1% કરાયો. જીએસટીને કારણે અંડરકંશટ્રકશન પ્રોપર્ટીનું વેચાણ ઘટ્યુ હતુ. અંડરકંશટ્રકશન પ્રોપર્ટીનું વેચાણ થવુ ખૂબ જરૂરી. ડેવલપરને થઇ રહી છે લિક્વિડિટીની સમસ્યા. જીએસટીનો ઘટાડાનો ફાયદો ડેવલપર અને ગ્રાહકને મળશે.

હવે પછી ક્રેડિટ ઇનપુટ નહી મળે. ડેવલપર માટે ફાયનાન્સની કોસ્ટ ખૂબ વધી ગઇ છે. ડેવલપરને ઘણી સમસ્યાઓ આવી રહી છે. ડેવલપરને વેચાણ ઘટતા ઘણી તકલીફો થઇ છે. જીએસટીનાં ઘટાડાનો લાભ ડેવલપરને મળશે. 12% જીએસટી રિયલ એસ્ટેટ માટે મોટો પડકાર હતો. અંડર કંશટ્રકશન પર જીએસટી ઘટાડવો ખૂબ જરૂરી હતો. જીએસટીનો ઘટાડો થતા રિયલ એસ્ટેટને મોટો ફાયદો થશે.

60 શહેરોમાં 12.5 લાખ ઘરોની ઇન્વેન્ટરી છે,જેમાથી 53% અફોર્ડેબલ હોમ્સ છે. રૂપિયા 45 લાખ સુધીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. મેટ્રોમાં 60 ચોમીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. નોન મેટ્રોમાં 90 ચોમીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. અફોર્ડેબલ હોમ્સને બુસ્ટ મળશે.

પાછલા વર્ષમાં અફોર્ડેબલ ઘરોનું વેચાણ વધ્યું છે. માર્કેટમાં ગ્રોથ થઇ રહ્યો છે, પણ ગ્રોથ પુરતો નથી. સરકારે જીએસટી ઉપરાંત બજેટમાં પણ રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપ્યું.

સરકારે અફોર્ડેબલ હોમ્સને આપેલી રાહત. સબવેન્શન સ્કીમ,7મું પગારપંચ વગેરે માર્કેટને બુસ્ટ આપવાનાં પ્રયાસ. સરકારે રિયલ એસ્ટેટનો સેલ્સ વધારવાનાં પ્રયાસ કર્યા છે. જીએસટીમાં ઘટાડો પણ સરકારનો સારો નિર્ણય છે.

હવે તમને કેટલો લાગશે ટેક્સ તે જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી 5%, રજીસ્ટ્રેશન 1 થી 2%, જીએસટી 1% લાગશે. રૂપિયા 45 લાખથી મોંઘા ઘર પર ટેક્સ. સ્ટેમ્પ ડ્યુટી 5%, રજીસ્ટ્રેશન 1 થી 2% અને જીએસટી 5% લાગશે. જીએસટી ઘટવાથી ગ્રાહકોને મોટા ફાયદો મળશે. ડેવલપર પણ ડિસ્કાઉન્ટ આપી શકે છે. ઘર ખરીદવાની હાલ સૌથી સારી તક બની છે.

ચૈન્નઇમાં સેલ્સ સૌથી વધુ વધ્યુ. ગુજરાતના અમદાવાદનું માર્કેટ સ્થીર રહ્યું છે. અમદાવાદ માર્કેટનો ગ્રોથ પાછલા 3,4 વર્ષમાં સારો રહ્યો છે. એનબીએફસીની સમસ્યાને કારણે પ્રોપર્ટી માર્કેટ પર અસર પડી છે. ઓલ ઇન્ડિયા લેવલ પર સેલ્સ નેગેટીવ નથી ગયો.

દરેક શહેરમાં પ્રોપર્ટીની કિંમતો રેશનલાઇઝ થઇ રહી છે. ડેવલપર અલગ અલગ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. પૂનાનાં પ્રોપર્ટી માર્કેટમાં સુધારો દેખાઇ રહ્યો છે. રૂપિયા 50 લાખ સુધીનાં ઘર ખરીદાય રહ્યાં છે. દરેક શહેરોમાં રૂપિયા 50 લાખ સુધીનાં ઘરો વેચાઇ રહ્યાં છે.

અમદાવાદમાં હવે મેટ્રો ટ્રેન શરૂ થઇ રહી છે. અમદાવાદમાં 2012 પછી પ્રાઇઝ ગ્રોથ નથી થઇ શક્યો. ગ્રાહકો માટે અમદાવાદમાં ઘર લેવાનો સારો સમય છે. અમદાવાદમાં અફોર્ડેબલ કિંમતમાં સારા ઘર મળશે. અમદાવાદમાં ગિફ્ટ સિટી પણ આવી છે. નવા GST દર 1 એપ્રિલથી લાગુ થશે. હાલમાં પણ ડેવલપર બુકિંગ લઇ શકે છે.

ઘર ખરીદવોનો ઉત્તમ સમય હાલમાં જ છે. રેહવા માટેનું ઘર ખરીદી શકાય. ડેવલપર પાસેથી તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકશે. પહેલુ ઘર લેનાર માટે ઘર ખરીદવાની ઉત્તમ તક છે. રોકાણકાર માટે હજી માર્કેટ નથી બન્યુ.