બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યા રોકાણ ટેક્સ બચત માટે ઉપયોગી?

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજે મની મેનેજરમાં જાણીશુ આવકવેરાનું આયોજન, કઇ રીતે બચાવશો ટેક્સ, દર્શકોનાં સવાલ.


હવે માર્ચ મહિનો ચાલી રહ્યો છે એટલે કે આ નાણાંકિય વર્ષ સમાપ્ત થવા આવી રહ્યું છે ત્યારે અત્યારે ટેક્સ કઇ રીતે બચાવવો એ સૌ કોઇને મુંઝવતો પ્રશ્ર્ન છે, અને તમારી આજ મુંઝવણ માં તમને મદદ કરવા માટે આજે મની મેનેજર તમારી મદદ કરશે. તો કઇ રીતે તમે બચાવી શકો છો ટેક્સ તે વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સનાં સીએફપી અને સીઈઓ, પિયુષ શેઠ.


ટેક્સ રાહત આપતા સેક્શન


80C, 80 CCC અને 80 CCD મુજબ રૂપિયા 1.50 લાખની રાહત મળી શકે છે. 80D મુજબ પોતાની અને બાળકોની મેડિકલ પોલિસી માટે રૂપિયા 25000 છે. 80D મુજબ સિનિયર સિટિઝનની મેડિકલ પોલિસી માટે રૂપિયા 50000 છે. 80DD મુજબ ડિસએબિલિટી મેડિકલ ટ્રિટમેન્ટ માટે રૂપિયા 75000 છે. 80DD મુજબ સિવિયર ડિસએબિલિટી ટ્રિટમેન્ટ માટે રૂપિયા 1,25,000 છે. 80E મુજબ હાઇર એજ્યુકેશનની લોનનાં વ્યાજ પર રાહત છે. HRA ન હોયતો 80GG મુજબ ઘરભાડાની રકમ છે. 80 TTA મુજબ એસબી ખાતાનું રૂપિયા 10,000 સુધીનું વ્યાજ કરમુક્ત છે. 194A મુજબ વ્યાજ પર ટીડીએસમાં રાહત મળી શકે છે.


ઈએલએસએસથી બચાવો ટેક્સ-


એમએફની ઈએલએસએસ સ્કીમનાં રોકાણથી ટેક્સ સેવિંગ થઇ શકે છે. ઈએલએસએસનાં રોકાણ 3 વર્ષ સુધી લોક ઇન રહે છે. ઈએલએસએસએ પાછલા 3 વર્ષમાં સરેરાશ 9.78 ટકા રિટર્ન આપ્યા છે. 3 વર્ષ પછી તમે તમારી રકમ રિડીમ કરી રિઇનવેસ્ટ કરી શકો છો. ઈએલએસએસમાં એસઆઈપી દ્વારા રોકાણ કરી શકાય છે.


પીપીએફથી બચાવો ટેક્સ-


પીપીએફ 15 વર્ષ માટેની સ્કીમ છે, 7-8 ટકા રિટર્ન આપે છે. પીપીએફને 15 વર્ષ પછી વધુ 5 વર્ષ માટે રિન્યુ કરી શકાય છે. ખાતા બંધ થવા પર વ્યાજ અને મુદ્દલ બન્ને ટેક્સ ફ્રી મળશે. 06 વર્ષ પછી પાર્સિયલ રકમ વિડ્રો કરી શકાય છે.


સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ-


80 CCC મુજબ પેન્સન ફંડ અને યુએલઆઈપીએસનું કંટ્રીબ્યુશન કરી શકાય છે. 80 CCD મુજબ એનપીએસનું કંટ્રીબ્યુશન છે. 1.5 લાખની લિમિટ માટે 12000નું ઈએલએસએસમાં રોકાણ કરી શકાય છે.


કોને કેટલી ટેકસ રાહત?


60 વર્ષ સુધીનાં વ્યક્તિ કે એચયુએફ માટે રૂપિયા 2.5 લાખ છે. 60 વર્ષથી વધુનાં સિનિયર સિટિઝન માટે રૂપિયા 3 લાખ છે. 80 વર્ષથી વધુનાં સિનિયર સિટિઝન માટે રૂપિયા 5 લાખ છે.


એચયુએફની ગણતરી એક વ્યક્તિ તરીકે કરી તેના પર ટેક્સ લાગશે. સેક્શન 87A મુજબ રૂપિયા 3,50,000ની આવક પર મહત્તમ રૂપિયા 2500 ટેક્સ છે. જો બેન્ક એફડીનું વ્યાજ રૂપિયા 10,000થી વધે તો ટીડીએસ લાગશે. ઈએલએસએસ, ઇન્શ્યોરન્સ અને પીપીએફનાં રોકાણ અન્ય હેતુ માટે પણ સારા છે.


સવાલ-


મારી હાર્ટ સર્જરી થઇ છે, ડાયાબિટિસ અને બીપી છે, શું મને મેડિકલ પોલિસી મળી શકે?


જવાબ-


બિમારીઓને કારણે મેડિકલેમ પોલિસી મળવી મુશ્કેલ છે. અમુક કંપની ડાયાબિટીસ માટે અલગ પોલિસી આપે છે તમારે તપાસ કરવી જોઇએ.