બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

પહેલા બચત અને પછી ખર્ચ અંગેનું નાણાકીય આયોજન

ના રોજ પ્રકાશિત Mon, 24, 2014 પર 13:29  |  સ્ત્રોત : Moneycontrol.com

પહેલા બચત અને પછી ખર્ચ એમ જો ફોરમ્યુલા અપનાવવામાં આવે તો આપણા જીવનમાં લક્ષ્યોને હાંસલ કરવા સહેલા થઈ જશે. અમારાએ પ્રત્યનો હોય છે કે અમે તમને કોઈ એવી વાતો જણાવીએ જે અપનાવીને તમે તમારી રોકાણની ગાડીને સચોટ ટ્રેક પર આગળ વધારી શકો. આજે અમારું ફોકસ છે નાણાકીય આયોજન પર અને પ્રશ્નોના ઉત્તર આપશે ટ્રાન્સેંડ કન્સલટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. 


સવાલ – એલઆઈસી પ્રીમિયમ 14,894 રૂપિયા પ્રત્યેક વર્ષે, મ્યુચ્યુઅલ ફંડમાં 8,000 રૂપિયા પ્રતિ માસ, ટર્મ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ 7,587 રૂપિયા વર્ષે, મેડિક્લેમ પોલિસી 9,097 રૂપિયા પ્રતિ વર્ષે, આરડી 1,000 રૂપિયા પ્રત્યેક મહિને, ક્રિટિકલ ઈલનેસ પોલિસી પ્રીમિયમ 4,214 રૂપિયા પ્રતિ વર્ષે, પત્નીની ક્રિટિકલ ઈલનેસ પોલિસી પ્રીમિયમ 1,685 રૂપિયા પ્રત્યેક વર્ષે, જાન્યુઆરી 2014માં એફડી મારફતે 71,148 રૂપિયા મળશે. 


મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં એચડીએફસી ટોપ 200માં 3,000 રૂપિયા બિરલા સનલાઈફમાં 1,000 રૂપિયા, એચડીએફસી ઈક્વિટીમાં 3,000 રૂપિયા, રિલાયન્સ ગોલ્ડમાં 1,000 રૂપિયા નાખી રહ્યો છું. 2024 અને 2028માં 5-5 લાખ રૂપિયા બાળકીના લગ્ન માટે 2029માં 5 લાખ રૂપિયા બાળકીઓ માટે 2033માં 50 લાખ રૂપિયા રિયાટરમેન્ટ માટે જોશે. મારું નાણાકીય આયોજન કેવું હોવું જોઈએ ?


 કાર્તિક ઝવેરી – તમારું રોકાણ હાલના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાપ્ત છે. ભવિષ્ય માટે નાણાનું લક્ષ્ય બનાવતી વખતે મોંઘવારી દરને ધ્યાનમાં રાખવો જરૂરી છે. તમે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કવરનું ટર્મ ઈન્શ્યુરન્સ લો. તમે અને તમારી પત્ની બન્નેને ક્રિટિકલ ઈલનેસ પોલિસી લેવાની જરૂરત ન હોય તો તેને સરન્ડર કરી દો. તમે સમયની સાથે રોકાણ વધારતા રહેશે તો તમારી પાસે ઘણા નાણા એકત્ર થઈ જશે. તમારું મ્ચુચ્યુઅલ ફંડ એલોકેશન ઘણું સારું છે. 


સવાલ – મારી ઉંમર 25 વર્ષ છે, મારી આવક 60,000 રૂપિયા પ્રત્યેક મહિને, પત્નીની આવક મહિને 40,000 રૂપિયા, ખર્ચો મહિને 20,000 રૂપિયા છે. ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, જેની ઈએમઆઈ 40,000 રૂપિયા હશે. અમે બન્નેએ હજું સુધી કોઈ લાઈફ ઈન્સ્યુરન્સમાં રોકાણ કર્યુ નથી. સુરક્ષિત ભવિષ્ય માટે શું કરવું જોઈએ?


કાર્તિક ઝવેરી – તમે અને તમારી પત્ની માટે 50-75 લાખ રૂપિયાનું ટર્મ કવર લો. ઓનલાઈન ટર્મ પ્લાન લો તો ટર્મ પ્લાનું પ્રીમિયમ વધુ નહી હોય. સાથે જ તમારા અને પત્ની માટે ઓછામાં ઓછા 3-3 લાખ રૂપિયાનું હેલ્થ ઈન્શ્યુરન્સ લો. કંપનીની તરફથી મેડિક્લેમ પોલિસી મળી હોય તો પણ અલગથી કવર ખરીદો. લાંબા ગાળા માટે સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં વધુથી વધુ નાણાનું રોકાણ કરો. બચતના 30,000 રૂપિયા દરેક મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખો. 3,000 રૂપિયા દરેક મહિને ગોલ્ડમાં રોકો. ઈમરજન્સી ફંડ બનાવવા માટે 7,000 રૂપિયા દરેક મહિને આરડી કરો. 3 વર્ષમાં આરડી મારફતે આશરે 3 લાખ રૂપિયા એકત્ર થશે, આ નાણા ઈમરજન્સી માટે રાખી મૂકો.