બજાર » સમાચાર » રોકાણ

ક્યા કરશો રોકાણ

ક્યા રોકાણ કરવું જોઈએ. એ વાતનો નિર્ણય તમારી ઉમર અને તમારું લક્ષ્ય નક્કી કરે છે.
ના રોજ પ્રકાશિત Mon, 24, 2014 પર 16:25  |  સ્ત્રોત : Moneycontrol.com

ક્યા રોકાણ કરવું જોઈએ. એ વાતનો નિર્ણય તમારી ઉમર અને તમારું લક્ષ્ય નક્કી કરે છે. જીવનના વિવિધ તબક્કાઓમાં ક્યા રોકાણ કરવું જોઈએ તેની માહિતી નીચે આપેલી છે. 


હું કુંવારો યુવાન છું?


આ એક એવો તબક્કો છે, જ્યારે તમે સૌથી વધુ જોખમ લઈ શકો છો, કેમ કે તમારી ઉપર કોઈ જવાબદારી નથી હોતી. કોઈ બીજી નાણાકીય જવાબદારી નથી. 


હું પરણેલો છું અને મારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે?


તેમ કદાચ હોમ લોન લેવાની યોજના ઘડી રહ્યા છો અને તમારી પહેલેથી જ કાર લોન પણ હોઈ શકે છે. તમારી આવકની સ્થિતિને જોતાં આ સમયે પણ તમે જોખમ લઈ શકો છો. 


હું કુટુંબનો એકમાત્ર કમાતો સભ્ય છું?


જો તેમ પરણેલા હોવ અને નાના બાળકો હોય, તમારી પત્ની પણ કામકાજ ન કરતી હોય. તમારા ખર્ચ વધી રહ્યા છે અને તમે ક્રેડિટ કાર્ડના ખર્ચ પણ કરી રહ્યા છો. તેમ ઘરમાં એકમાત્ર કમાતાં સભ્ય છો તો તમારે તમારા ખર્ચમાં સતર્ક રહેવું જોઈએ. 


તમે પરણેલા છો અને બાળકો પણ મોટા થઈ ગયા છે ?


અત્યારે તમારે તમારી વધુમાં વધુ લોનનીચુકવણી કરી દેવી જોઈએ. જો તમારા બાળકો નિર્ભર નથી તો તમે ટર્મ ઈન્શ્યુરન્સ પોલિસી બંધ કરવાનો નિર્ણય લઈ શકો છો.