બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

કટોકટી ભંડોળ ના સાત ફાયદા

કટોકટી ભંડોળ આકસ્મિક નાંણાકીય અવ્યવસ્થા નો સામનો કરવામાં મદદરૂપ થાય છે.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2015 પર 12:45  |  સ્ત્રોત : Moneycontrol.com

કટોકટી ભંડોળ આકસ્મિક નાંણાકીય અવ્યવસ્થા નો સામનો કરવામાં મદદરૂપ થાય છે વધુમાં કર બચત માટે, પોર્ટફોલિયો પર વળતર વધારવા માટે, સચોટ રીતે મ્યુચલ ફંડ વિશે જાણવા માટે, કારર્કિદીમાં આવતા જરૂરી બદલાવ માટે, નાણાંકીય આયોજન ના ફાસ્ટ ટ્રેક માટે અને બાળકો ને બચતની ટેવ વિશે નાની ઉંમરમાં સમજાવવા માટે મદદરૂપ થઈ શકે છે.


કટોકટી ભંડોળ શા માટે અને કેટલું હોવું જોઈએ- કટોકટી ભંડોળ નાણાંકીય રીતે નોકરીમાં નુકસાન, કોઈ બિમારી કે અકસ્માત જેવી પરિસ્થિતિને સંભાળવા માં મદદ કરે છે. કટોકટી ભંડોળ માં 3 મહિનાથી માંડીને 18 મહિનાનો માસિક ખર્ચ રાખી શકાય છે. આ રકમ નક્કી કરવા માટે તમારી નાણાકીય પરિસ્થિતિ, ઉંમર, હેલ્થ, તમારી પાસે રહેલો ઇન્શ્યોરન્શસ, તમારી નોકરી નો પ્રકાર અને તેની સ્થિરતા તેમજ તમારા પાર્ટનર કમાય છે કે નહિ? આ બધીજ બાબતો પર નિર્ભર કરે છે. એક સારી શરૂઆત તરીકે 6 માસ નું ભંડોળ મોટા ભાગે દરેક ફેમીલી માટે કામ કરે છે. નાણાંકીય તાકાત તમને આત્મવિશ્વાસ આપે છે અને આર્થિક ખલેલ વિના તમે પરિવારના અન્ય સદસ્યોને મદદ કરી શકો છો. આપણી નજરે ન પડનારી તથા નિયંત્રણમા ન હોઈ શકનાર આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા યુદ્ધ ભંડોળ જમા કરવા જેવી આ વાત છે.
કટોકટી ભંડોળ માટે અલગ જમા કરાયેલા નાણાં પ્રાચીન કાળમાં ગુપ્ત રીતે બચાવવામાં આવતા ઘનની જેમ હોવા જોઈએ. રોજ આપણી નજરમાં ન આવવા જોઈએ અન્યથા ખર્ચાઈ જવાની શક્યતા છે.
કટોકટી ભંડોળ એ ઘણો સમૃદ્ધ વિષય છે. પરિવારને એના એક ભાગ તરીકે પ્રવાહી મ્યુચલ ફડંનો લાભ પણ મળે છે.

કર બચાવવા – પ્રવાહી અસ્કયામતોમાં રોકાણ હોવાથી કટોકટી ભંડોળ નીચા દરે વળતર કમાય છે. 1/૩ ભંડોળ, જે ઑનલાઈન બેંક અકાઉન્ટ એફ.ડી સાથે લિંક છે એમાં રોકાણ કરવું અને ૨/૩ પ્રવાહી મ્યુચલ ફંડમાં, એફ.ડીની જેમ પ્રવાહી મ્યુચલ ફંડમાં દર વર્ષે વ્યાજ પર કર વેરાની ગણતરી કરવી પડતી નથી. એફ.ડી કરતા અહીં, જો ૩ વર્ષ બાદ પૈસા કાઢીએ તો લોંગ ટર્મના કારણે ટેક્સ બેનીફીટ મળે છે. આ વધારે કર ભરતા રોકાણકારો માટે મહત્વ ની છે.

તમારા પોર્ટફોલિયો ના વળતર વધારો- ઘણા કુટુંબો આર્થિક રીતે પ્રવાહીતા ધરાવે છે. મોટાભાગે બચતના આ રૂપિયા બેંક ના બચત ખાતા માં 4% ના દરે નિષ્ક્રિય પડ્યા હોય છે. આ એક સમસ્યા છે. કટોકટી ભંડોળનું માળખું બનાવી ને એક કુટુંબ એફ.ડી અને Debt મ્યુચલફંડમા સારું વળતર કમાવીને પોર્ટફોલિયો નું વળતર (ROI) વધારી શકે છે. આથી બંને સાથીઓના બચત અને પ્રવાહીતાની નકલ થવાની શક્યતા ઘટી જાય છે.

સુરક્ષિત રીતે મ્યુચલ ફંડ પ્રારંભ- Equity મ્યુચલ ફંડમાં રોકાણ કરવા માંગો છો પણ ડર લાગે છે? તો કટોકટી ભંડોળ માટે લિકવીડ મ્યુચલ ફંડથી શરૂઆત કરી શકાય છે. રૂઢિચુસ્ત રોકાણકારો માટે ઈક્વિટી મ્યુચલ ફંડ એક મુશ્કેલ દરખાસ્ત હોઈ શકે છે આથી લિકવીડ મ્યુચલ ફંડમાં રોકાણ કરવાથી મ્યુચલ ફંડ રોકાણના સાધન તરીકે કઈ રીતે કાર્ય કરે છે તેનો ખ્યાલ આવી જાય છે, કેટલાક લિકવીડ plus મ્યુચલ ફંડ, એસઆઈપી ની પણ પરવાનગી આપે છે જેથી રોકાણકારોને નિયમિત બચત થતી અનુભવાય છે.

કારર્કિદીમાં જરૂરી બદલાવ લાવવો છે- વિશેષતા એ જોવામાં આવ્યુ છે કે કટોકટી ભંડોળ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય કવર ની બિન ઉપલબ્ધતા, એ આજના યુવાનો માટે, નોકરી ન બદલી શકવાના સામાન્ય અવરોધ રૂપ છે. નોકરી બદલવાના સમય દરમ્યાન જબરજસ્ત નાણાંકીય દબાવ છે. એજ રીતે, પોતાની રીતે કારકિર્દીમાં સાહસ કરવા માટે પર્યાપ્ત લીકવીડીટી નાણાંકીય આત્મવિશ્વાસ વધારે છે.

તમારો નાણાંકીય પ્રવાસ શરૂ કરો- નાણાંકીય આયોજક સર્વપ્રથમ કટોકટી ભંડોળ ઊભુ કરવા માટે જ ભલામણ કરે છે, કારણ કટોકટી ભંડોળ નાણાંકીય આયોજન માટે આધારભૂત અગ્રક્રિયા છે. મૂળભૂત પાયા ને નિર્માણ કરવાથી તમે ઝડપથી નાણાંકીય પ્રવાસ શરૂ કરી શકો છો.

ઉદાહરણ દ્વારા પ્રેરણા- પોતાના બાળકોને બચત કરવા માટે, ખર્ચ પર નિયત્રંણ માટે; આકસ્મિક પરિસ્થિતિ સામે તૈયાર થવા માટે; કરના આયોજન તથા અગંત નાણાંકીય આયોજન વિશે સમજણ આપવા માટેની આ ઘણી સરળ પદ્ધતિ છે. આકસ્મિકતા ટાળી શકાતી નથી, પરંતુ એના માટેની પ્રતિક્રિયાઓ માટેનું આયોજન જરૂરી કરી શકાય છે. આગોતરી તૈયાર હોવાના કારણે તણાવ અને ચિંતા ઘટે છે, તથા શ્રેષ્ઠ રીતે પરિસ્થિતિને મેનેજ કરવું શક્ય બને છે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ કરવાથી કટોકટી ભંડોળમાં વૃદ્ધિ પૂર્વક લાભ થાય છે.


લેખક : રોહિત શાહ
રોહિત શાહ www.gettingyourich.com ના Founder અને CEO છે. લેખકને rohit@gettingyourich.com પર સંપર્ક સાધી શકાય છે.