બજાર » સમાચાર » નિવૃત્તિ

પેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન

પેન્શન બિલ પાસ થવાની સાથે આશા જાગી છે કે પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારા લોગોનું રિટાયરમેન્ટ પણ સારુ થઈ શકશે.
ના રોજ પ્રકાશિત Tue, 25, 2014 પર 12:20  |  સ્ત્રોત : Moneycontrol.com

પેન્શન બિલ પાસ થવાની સાથે આશા જાગી છે કે પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારા લોગોનું રિટાયરમેન્ટ પણ સારુ થઈ શકશે. કેમ કે એનાથી વધુ લોકો એનપીએસમાંપૈસા લગાવશે અને બજારમાં નવા નવા ફીચર્સની સાથે પેન્શન પ્રોડક્ટ પણ આવશે.


પેન્શન બિલે ન્યૂ પેન્શન સ્કીમનું ફક્ત નામ બદલ્યુ નથી પણ એને સારું બનાવ્યું છે. હવે જરૂરત પડે ત્યારે નવા નેશનલ પેન્શન સિસ્ટમમાંથી પૈસા નિકાળી શકાશે. આ પૂર્વે 60 વર્ષોથી પહેલા પૈસા નિકાળવા ઘણા મુશ્કેલ હતા. તેમ જ હવે તમે ચાહો તો તમારા પેંશન માટે એવા ફંડની પસંદગી કરી શકશો જેના રિટર્નની ઓછામાં ઓછી ગેરેન્ટી હોય. પહેલા એવી ગેરન્ટી ન હોવાને કારણે લોકો એના પર ઓછો ભરોસો કરતા હતા. આ ઉપરાંત બજારમાં વધુ પ્યોર પેંશન પ્લાન મળશે. 


પેંશન બિલ પાસ થવાથી આ સેક્ટરમાં 26 ટકા વિદેશી રોકાણની મંજૂરી પણ મળી જશે. જાણકારોના મતે પીએફઆરડીએને કાનૂની અધિકાર મળવાથી પેંશન સેક્ટરમાં સારી ઈકોસિસ્ટમ બનશે તેમ જ રોકાણકારોમાં ભરોસો પણ વધશે.