બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

સ્ત્રીઓ માટે નાણાકીય આયોજન શરૂ કરવાના સરળ રસ્તા

સ્ત્રીઓ જ ઘર ખચઁ નો હિસાબ કરતી હોય છે, તેથી જ કેટલા પૈસા ની બચત થશે તેનો આઘાર તેમના પર વધારે હોય છે.
ના રોજ પ્રકાશિત Mon, 09, 2015 પર 11:19  |  સ્ત્રોત : Moneycontrol.com

ઘણા ઘરો મા મોટા ભાગે સ્ત્રિઓ જ પૈસા બચાવતી હોય છે. જો તેઓ પૈસા મા સમજ નથી લેતા તો પૈસા વધી શકવાના નથી. જો કે સ્ત્રીઓ જ ઘર ખર્ચ નો હિસાબ કરતી હોય છે, તેથી જ કેટલા પૈસા ની બચત થશે તેનો આઘાર તેમના પર વધારે હોય છે. પૈસા ના મેનેજમેન્ટ માટે સ્ત્રીઓ ઘણી જ દુવિધાઓ અનુભવતી હોય છે. તેમા ઘણી જ સ્ત્રીઓમા પૈસાની મૂળભૂત સમજ અને ધ્યાન નો અભાવ હોય છે. તેમને પૈસા ની વૃદ્ધ માટે પાયા ની બાબતો શીખવી જોઇએ. નાણાકીય જોખમ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્નિત કરવું જોઈએ અને ધ્યેય આધાહરત રોકાણનો પ્રારુંભ કરવા જોઇએ.

સ્વાતી એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સિનિયર મેનેજર છે, અને બે બાળક ની માતા છે. તેમના પવત અમન ને બહારગામ વઘારે જવાનુ થાય છે. સ્વાતિ કામ અને જીવન વચ્ચે ના સંતુલન માટે સુંઘર્ષ કરે છે. તેણે તેના પૈસા પર દયાન રાખવા માટે કોઈ સમય નથી. તેના પૈસા ૪% ના દરે બેંક એકાઉન્ટમાં છે. તેણીની ને બચત માટે એટલી જ સમજ છે. તેને અપેક્ષા છે કે અમન જ પૈસા ની કાળજી લે, પણ અમન પાસે પણ સમય નથી. સ્વાતિ ને ખબર પડે છે કે બેંક એકાઉન્ટ મા પૈસા ૪% પર છે,અને ફુગાવો ૭% પર છે. સ્વાતિ ને મુંઝવણ છે કે તેમના બાળકો ના શિક્ષણ માટે તેને ખરેખર કેટલા પૈસા જોઈશે?. તેણિની આ માટે કેટલા પૈસા ની બચત કરે?.

કામ કરતી સ્ત્રીઓમા નીચેના વ્યક્તતગત ફાઇનાન્સના ચેલેંજ જોવા મળે છે.

- નાણાંની વ્યવસ્થા કરવા માટે કોઈ સમય નથી.
- નાણાંની વ્યવસ્થાની સમજ નથી.
- નાણાંની બાબતોમાં સામેલ થવા ભયભીત હોય છે.
- કેવી રીતે નાણાકીય આયોજન શરૂ કરવુ તેની ખબર નથી.
- ગોલ્ડ ની ખરીદી જ સુરણક્ષત લાગે છે.
- ખરીદી, ઘરેણાં અને હીરા માટે કોઈ વનવિત બજેટ નથી.
- નાણાં સાથે કોઈ પણ જોખમ લેવા નથી માંગતા.
- આવતા વર્ષે શરૂ કરશું એવો એપ્રોચ.

નીચેની બાબતો પર ધ્યાન આપવાથી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકે છે.

- વ્યક્તિગત ફાઈનાન્સ પર સારી પુસ્તક વાંચો.
- અમે રોબર્ટ હકયોસાકી દ્વારા રિચ ડેડ પુઅર ડેડ અને જ્યોજ તલાસન દ્વારા The Richest man in the Babylon ની ભલામણ કરીએ છીએ.
- પર્સનલ ફાઇનાન્સ ના પરિસંવાદોમા હાજરી આપો. ધણી સસ્થાંઓ નાણાકીય સાક્ષરતા માટે
કામ કરી રહી છે. એક ઉદાહરણ તરીકે, મની લાઈફ નિયમિત રીતે પર્સનલ ફાઈનાન્સના સેશન લે છે. તેમના રેકોર્ડ કરેલા સેશન્સ You Tube Channel પર ઉપલબ્ઘ છે.
- પૈસાને પણ બ્રેક ની જરૂર છે. તેથી વ્યક્તત પત્નિ સાથે રજા માણી શકે, અને આગામી ૨૦ વર્ષ માટે પોતાના પૈસાનું આયોજન કરી શકે.
- નાણાકીય સલાહકાર સાથે બેઠક મા ભાગ લો. ચર્ચા મા ભાગ લો. પ્રશ્નો પૂછો, અને યાદી બનાવો.
- કિટ્ટી પાર્ટી અથવા સામાજિક મેળાવડામાં સ્ત્રી નાણાકીય સલાહકારને બોલાવો અને ફાઈનાન્સની સલાહ લો.
- પતિ તથા બાળકો સાથે વન ઈડિયટ મવી યૂ ટ્યૂબ પર જોવો. આ નાણા ની બચતના મહત્વ પર આધારિત ૩૩ મિનિટ ની ફિલ્મ છે. આ ફિલ્મ ની URL http://www.bit.ly/gyroneidiot છે.
- બજેટ બનાવો અને તેને અનસુરો તે માટે જુદીજુદી વેબસાઈટ તથા મોબાઈલ એપ્પનો ઉપયોગકરો.

ઍક્શન પ્લાન બનાવો અને લશ્યની તારીખ નક્કી કરો. જીવન મા ઘણી વસ્તુઓની જેમ , પ્રોજેક્ટ મેનેજમેન્ટ નો અભિગમ તમને ધ્યાનપૂર્વક કામમા અને પરિણામ લક્ષી પરિણામમા મદદરૂપ થશે. એક સમયે એક પગલું ભરો. લક્ષયાંકો પૂરા થઈ શકે તેવા લક્ષયાંકો શરૂઆતમાં રાખો. જો તમે બેઝિક સમજણ પ્રાપ્ત કરી લીધી હોય તો, નીચેની બાબતો તમને તમારા વ્યક્તિગત આર્થિક વિકાસ ની સારી શરૂઆત માટે મદદરૂપ થઈ શકે છે.

- કટોકટી ભંડોળ બનાવો.
- જો તમારી પત્નિ પણ કામ કરતી હોય તો ૪ થી ૬ મહિનાનો ખર્ચ કટોકટી ભંડોળ માટે બરાબર છે.
- બીજો આરોગ્ય વીમો લો.
- પર્યાપ્ત જીવન વીમો લો.
- તમારી બઘી સંપતિની વીલ બનાવો.
- તમારી એસેનું અલોકેશન કરીને તમારા નાણાકીય ગોલ પ્રમાણે ગોલબેસ્ડ એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરો.

સારાંશ મા

- કમાણી ની સરખામણીમા ખર્ચ ઓછો હોવો જોઈએ અને ઓછા મા ઓછી ૩૦% બચત કરવી જોઈએ.
- ફુગાવા ને પહોંચી વળવા ટેક્ષ એફિશયન્ટ અને વધારે વળતર આપી શકે તેવા રોકાણ પર દયાન આપો.
- બઘી બચત નુ રોકાણ કરો અને વારંવાર કરતા રહો. તેનાથી તમને ચક્રવ્રુદ્ધિ વ્યાજ નો જાદૂ જોવા મળશે અને નાણાકીય રીતે શિસ્તબદ્ધ થશો.
- નાણાકીય જોખમ થી બચવા હંમેશા નાણાકીય રક્ષણ પ્રાપ્ત કરો.

પ્રેરણા માટે રક્શ્મ બુંસલ ની Follow Every Rainbow જેવી પુસ્તકો વાંચી શકો છો. તેમા ૨૫ મહિલાઓએ એક અલગ પથ લીધો, અને સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યા. તેમનાથી શીખો કે તેમને કેવી રીતે વ્યક્તિગત અને બિઝનેશની નાણાકીય બાબતો ને નિયંત્રિત કરી અને સફળ બન્યા.


 જો તેઓ કરી શકે છે તો તમે પણ કરી શકો છો. આજે જ શરૂ કરો.

રોહિત શાહ www.gettingyourich.com ના CEO છે, અને તેમનો સુંપર્ક rohit@gettingyourich.com પર થઈ શકે છે.