બજાર » સમાચાર » વિદેશ

Karachi Stock Exchange Attack: કરાચીમાં પાકિસ્તાન સ્ટૉક એક્સચેંજ પર આંતકી હમલો, બે લોકોની મૃત્યુ

ના રોજ પ્રકાશિત Mon, 29, 2020 પર 12:18  |  સ્ત્રોત : Moneycontrol.com

કરાચીમાં પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ (Stock Exchange Attack) પર આંતકવાદી હુમલો થયો જેમાંથી અત્યાર સુધી બે લોકોની મૃત્યુ થઈ ગઈ અને ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ છે. હમલાવારોએ બિલ્ડિંગના મેન ગેટની નજીક પહેલા હેંડ ગ્રેનેડ ચલાવી. બંદૂક માટે હમલાવાર બિલ્ડિંગની અંદર ઘુસી ગયા અને ઓપન ફાયરિંગ કરવા લાગ્યા. હમલાવારોના ગ્રેનેડ હમલામાં 2 લોકોની મૃત્યુ થઈ છે. જ્યારે ગોળીબારમાં એક પોલિસ ઓફિસર અને એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. The Dawn ના રિપોર્ટ મુજબ, મરવા વાળાની સંખ્યા વધારે વધી શકે છે.

સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે. કરાચીના પોલીસ વડા ગુલામ નબી મેમોને રોઇટર્સને કહ્યું, "ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ ચાંદીની રંગની કોરોલા કારમાં આવ્યા હતા."


અત્યાર સુધી તે ખબર નથી પડી કે હજુ હુમલો કરનારાઓ છે કે નહીં. સ્ટોક એક્સચેંજની આ ઇમારત ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં આવે છે. આ બિલ્ડિંગમાં ઘણી ખાનગી બેંકોની મુખ્ય કચેરીઓ છે. અધિકારીઓનું કહેવુ છે કે આ હમલો સ્ટૉક એક્સચેન્જના મેન ગેટની નજીક થયો છે. પોલિસે આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. સ્ટૉક એક્સચેન્જમાં હાજર લોકોને પાછળના દરવાથી સુરક્ષિત બહાર કાઢ્યા છે.

પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જના ડાયરેક્ટર આબિદ અલી હબીબે કહ્યુ, "પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર હમલાની ઘટના ખુબ દૂર્ભાગ્યપૂર્ણ છે. હુમલો કરનાર પાર્કિંગ એરિયામાં ઘુસી ગયા અને ત્યાંથી ઓપન ફાયરિંગ કરવા લાગ્યા." સિંધના ગવર્નર ઈમરાન ઈસ્માઈલે આ ઘટનાની નિંદા કરી અને કહ્યુ કે તેનો મકસદ આતંક સામે પાકિસ્તાનની લડતને નુકસાન પહોંચાડવાનો હતો.