બજાર » સમાચાર » વીમો

330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર

ના રોજ પ્રકાશિત Tue, 07, 2015 પર 12:29  |  સ્ત્રોત : Moneycontrol.com

હવે વર્ષના ખાલી 330 રૂપિયા આપીને તમે પોતાના માટે 2 લાખ રૂપિયાનો જીવન વિમા પૉલિસી ખરીદી શકો છો. બજેટમાં જાહેરાત થઈ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના અંતર્ગત પહેલા પ્રોડક્ટ માટે મુંબઈમાં એલઆઈસી ઑફ ઈન્ડિયા અને દેના બેન્કે કરાર કર્યા છે. હવે દેના બેન્કના બધા ગ્રાહક આ પૉલિસી બેન્કની બધી બ્રાન્ચથી ખરીદી શકશે. જો કે, ક્લેમના સેટલમેન્ટ કેટલીક પસંદગી બ્રાન્ચમાં જ કરવામાં આવશે. 31 ઑગસ્ટ 2015 સુધી લોકો એ પૉલિસી ખરીદી શકશે અને તે એક વર્ષ માટે વૈધ્ય રહેશે, જેના બાદ આ ફરીથી રિન્યૂ કરવી પડશે.