બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી માટે 11575 પર મહત્વનો સપોર્ટ: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 08:47  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે સતત 6 દિવસની ખરીદારી બાદ FIIsએ વેચવાલી કરી. ઇન્ડેક્સ ફ્યુચરમાં FIIsએ ખરીદારી કરી (+1328cr). ઇન્ડેક્સ ઓપ્શનમાં કોલ વેચ્યા અને પુટ ખરીદ્યા. જે બંને બેરિશ સંકેત આપે છે (+198cr). સ્ટૉક ફ્યુચરમાં શૉર્ટ કવર કર્યા (+318cr). ઇન્ડેક્સમાં કંસોલિડેશન યથાવત રહેવાનું અનુમાન છે.

નિફ્ટી માટે 11675-11700 પર અવરોધ છે. નિફ્ટી માટે 11575 પર મહત્વનો સપોર્ટ છે. નિફ્ટી આ સ્તર તોડે તો 11535 તરફ વધુ ડાઉનસાઇડ શક્ય. ફ્રેશ લૉન્ગ કરતા પહેલા ઇન્ડેક્સના સ્થિર થવાની રાહ જુઓ.

નિફ્ટી બેન્ક વધુ મજબૂત લાગે છે. નિફ્ટી બેન્કમાં 29150- 29200ના ઘટાડા તરફ ખરીદારી કરો. નિફ્ટી બેન્કમાં લક્ષ્યાંક 29650 અને સ્ટૉપલોસ 28980 રાખો.