બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી બેન્કમાં ઘટાડે ખરીદી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે FIIsની ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ₹136 કરોડની ખરીદી. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શોર્ટ બિલ્ડ કર્યા. FIIsની ઈન્ડેક્સ ઓપ્શનમાં ₹226 કરોડની વેચવાલી. ઓપ્શનમાં કોલ રાઈટિંગ જોવા મળી. FIIsની સ્ટોક ફ્યુચર્સમાં ₹351 કરોડની વેચવાલી. સ્ટોક ફ્યુચર્સમાં ફ્રેશ શોર્ટ કર્યા.

નિફ્ટી બેન્કે 20000-20200નો મહત્વનો ટાર્ગેટ મેળવ્યો. નિફ્ટી બેન્કમા તેજી માટે 20200ની ઉપર ક્લોઝિંગ જરૂરી. દિવસ દરમિયાન નિફ્ટી બેન્કમાં થોડો ઘટાડો આવી શકે. 19350-19600 મહત્વનું સપોર્ટ ઝોન છે. નિફ્ટી બેન્કમાં ઘટાડે ખરીદી કરો.

આ રિકવરીમાં પહેલીવાર નિફ્ટી ઈન્ટ્રાડેમાં 9900ને પાર ગઈ. નિફ્ટી 9800ના સ્તર જાળવે તો જ તેજીનો સોદો કરવો. 9800 ની નીચે ઈન્ટ્રા-ડે ઘટાડાને નકારી શકાય નહીં. પોઝિશનલ ટ્રેડર 9650-9700  તરફના ઘટાડે એન્ટ્રી લઈ શકે. 9600ની પાસે સ્ટોપલોસ રાખવો.