બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરો, સ્ટૉપલોસ - 11200: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ગઇકાલે શૉર્ટ કવર કર્યા. ઇન્ડેક્સ ફયુચરમાં લૉન્ગ અને શૉર્ટ કાપ્યા. દરેક શૉર્ટ સામે બે લૉન્ગ કાપ્યા (-167cr). સ્ટૉક ફ્યુચરમાં ભારે શૉર્ટ કવરિંગ જોવા મળ્યું (+903cr). ઇન્ડેક્સ ઓપ્શનમાં કોલ ખરીદારી અને પુટ વેચવાલી જોવા મળી. જે બંને બુલિશ મુવ દર્શાવે છે (+220cr). US-ચીન વચ્ચે અનિશ્ચિતતાથી માર્કેટમાં નબળી શરૂઆત થશે. આવતીકાલ સાંજ સુધીમાં સ્પષ્ટતા આવી શકે છે. ગ્લૉબલ અનિશ્ચિતતા વચ્ચે આજે એક્સપાયરી પર ફોકસ છે.

નિફ્ટી માટે 11200-11250 મજબૂત પાયો. નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરો, સ્ટૉપલોસ 11200 રાખો. કોઇ પણ ઉછાળે 11360-11390 પર અવરોધ. નિફ્ટી બેન્કમાં 28350-28450 પર મજબૂત સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં  ઘટાડે ખરીદારી કરો, સ્ટૉપલોસ 28300 રાખો. ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે 28870 મહત્વનો અવરોધ છે. પૉઝિશનલ ટ્રેડર્સ માટે 29150-29200 પર અવરોધ છે.