બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

નિફ્ટી બેન્કમાં ઘટાડે ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 08:24  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસ નેટ બાયર્સ, ડીઆઈઆઈએસએ ઉપરના સ્તર પર પ્રોફિટ બુક કર્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચરમાં રૂપિયા 328 કરોડની ખરીદારી કરી. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમાં રૂપિયા 190 કરોડની ખરીદારી કરી.


નિફ્ટી માટે 11950 ટ્રેડ નક્કી કરશે. નિફટી આ સ્તર જાળવે તો ખરીદારી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 12040/12070 અને સ્ટૉપલોસ 11920 રાખો. પૉઝિટીવ સંકેત રહેશે તો નિફ્ટી 12103ના ઉચ્ચતમ સ્તર પર પહોંચી શકે છે. અગ્રેસિવ ટ્રેડર્સ 12100 પાસે પ્રોફિટ બુક કરી શકે.


નિફ્ટી બેન્કમાં 30450 પાસે મહત્વનો સપોર્ટ છે. નિફ્ટી બેન્કમાં ઘટાડે ખરીદારી કરો. નિફ્ટી બેન્કમાં લક્ષ્યાંક રૂપિયા 30800/31000 અને સ્ટૉપલોસ 30300 રાખો.