બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયાઈ બજારોમાં નબળાઈ, એસજીએક્સ નિફ્ટી 10400 ની નીચે

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 214 અંક એટલે કે 1 ટકાના ઘટાડાની સાથે 21754 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ 363 અંક એટલે કે 1.25 ટકાની નબળાઈની સાથે 31238 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 35 અંક એટલે કે 0.4 ટકા ઘટીને 10394 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી 0.6 ટકા ઘટ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.5 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઇવાન ઈન્ડેક્સ 0.4 ટકા ઘટ્યા છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.4 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે.